બજેટના કારણે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 40 હજારને પાર

News18 Gujarati
Updated: July 5, 2019, 7:02 PM IST
બજેટના કારણે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 40 હજારને પાર
પ્રતિકાત્મક તસવીર

બજેટ પહેલાં શેર બજારમાં તેજી,માર્કેટમાં સકારાત્મક સંકેતો, પોઝિટિવ બજેટની અપેક્ષા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ છે. સરકાર બજેટમાં ખેડૂતો અને મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત કરી શકે છે. બજેટ પહેલાં શેર બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બજારમાં તેજીના માહોલની વચ્ચે સેન્સેક્સ 40,000ને પાર થયો છે. જ્યારે નિફ્ટી 30 અંકની તેજી સાથે 11975ની આસપાસ પહોંચ્યો છે.

આજે વહેલી સવારે સેન્સેક્સ 35 અંકની મજબૂતી સાથે ખુલ્યો હતો. ત્યારબાદ 110 અંકની તેજી સાથે 40,000ને પાર પહોંચ્યો હતો.બજેટના પગલે નિફ્ટીમાં યસ બેન્ક, બ્રિટાનિયા, ગેલ, અદાણી પોર્ટ્સ,માં તેજી જોવા મળે છે જ્યારે ICICI, JSW સ્ટિલ, બજાજ ફાઇનાન્સના શેરોમાં કડાકો બોલ્યો છે.

આ પણ વાંચો :  Budget 2019: સામાન્ય વ્યક્તિ પર 34 વર્ષ બાદ ફરી લાગુ થઈ શકે છે આ ટેક્સ

સ્થિર સરકાર પર વિશ્વાસ
એક્સપર્ટ માને છે કે સ્થિર સરકારના લીધે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે. મોદી સરકારે પોતાના ગત કાર્યકાળમાં જે આયોજન કર્યો હતો તે સરળતાથી સમાપ્ત કરી શકાય તેમ છે.

ખેડૂતો અને સામાન્ય વર્ગ માટે ભેટવર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન મોદીના સ્વપ્નના ભાગરૂપે બજેટમાં કિસાન સન્માન નિધી યોજનામાં મળનારી રૂપિયા 6,000ની સહાયમાં વધારો કરી રૂપિયા 8,000 કરી શકાય છે.
First published: July 5, 2019
વધુ વાંચો
अगली ख़बर