Home /News /business /Zomato અને Paytm ના શેરમાં જોરદાર ઘટાડો, લિસ્ટિંગ પછી સૌથી નીચલા સ્તર પર પહોંચ્યા શેર, જાણો કારણ

Zomato અને Paytm ના શેરમાં જોરદાર ઘટાડો, લિસ્ટિંગ પછી સૌથી નીચલા સ્તર પર પહોંચ્યા શેર, જાણો કારણ

પેટીએમ, ઝોમોટો (પ્રતીકાત્મક તસવીર)

Zomato-Paytm Share Price: ઝોમાટોના શેરનો ઇશ્યૂ ભાવ 76 રૂપિયા છે, હાલ આ શેર ઇશ્યૂ ભાવથી 30% વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. Paytmના શેરનો ઇશ્યૂ ભાવ 2150 રૂપિયા હતો. હાલ પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 57% નીચે ટ્રેડ કરી રહ્યો છે.

    મુંબઈ. Zomato-Paytm Share Price: ભારતીય શેર બજાર માટે આજનો દિવસ ખરાબ રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી ગયો છે. આ દરમિયાન Zomato અને Paytmના શેર ખૂબ દબાણ હેઠળ રહ્યા છે. બંને શેર આજે તૂટીને લિસ્ટિંગ બાદ પ્રથમ વખત સૌથી નીચેના સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. ઝોમાટોના શેરની ઈશ્યૂ કિંમત 76 રૂપિયા હતી. ઝુલાઈ 2021માં ઝોમાટોના શેરનું લિસ્ટિંગ થયું હતું. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા હતી. પેટીએમના શેરનું લિસ્ટિંગ નવેમ્બર, 2021માં થયું હતું.

    Zomato અને Paytm શેર

    ઝોમાટોનો શેર 24 જાન્યુઆરીના રોજ શરૂઆતના કારોબારમાં 18% સુધી તૂટી ગયો હતો. સવારે 10.20 વાગ્યે ઝોમાટોના શેર 10.43% તૂટીને 92.50 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર 25%થી વધારે તૂટી ગયો છે. Zomato ઉપરાંત પેટીએમનો શેર 24 જાન્યુઆરીના રોજ 4% ઘટીને 924 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

    ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoનું લિસ્ટિંગ જુલાઈ 2021ના રોજ થયું હતું. કંપનીની ઇશ્યૂ કિંમત 76 રૂપિયા હતી. હાલ શેર ઇશ્યૂ કિંમતથી 30 ટકા ઉપર છે. જ્યારે પેટીએમનું લિસ્ટિંગ 2150 રૂપિયામાં થયું હતું. આ શેર ઇશ્યૂ કિંમતથી 57% નીચે 924 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો:  પેટીએમનો શેરમાં ઓલ ટાઈમ હાઈથી 40% તૂટ્યો! રોકાણકારોએ હવે શું કરવું? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    નિષ્ણાતનો અભિપ્રાય

    મિન્ટ પ્રમાણે જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટિસ્ટ વી.કે. વિજયકુમારે કહ્યુ કે, "ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ ખૂબ ખરાબ છે. ગત અઠવાડિયે S&P પોતાના ઑલ ટાઇમ હાઈથી 8% અને Nasdaq 15% ઘટીને બંધ થયા છે. ગત અઠવાડિયે ટેક શેરોમાં જોરદાર ઘટાડો આવ્યો હતો. યૂરોપીયન માર્કેટમાં પણ ઘટાડો ચાલુ છે."

    વિજયકુમારે કહ્યુ કે, ટેક શેર્સમાં વેચવાલીમાં એક ખાસ ટ્રેન્ડ નજરે પડી રહ્યો છે કે નૉન-પ્રોફિટેબલ ટેક શેરમાંથી રોકાણકારો મોટી પ્રમાણમાં બહાર નીકળી રહ્યા છે. આ ટ્રેન્ડની અસર ભારતમાં Zomato અને Paytmના શેર પર જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: ઝોમાટોનો શેર 5 દિવસમાં 12%થી વધુ તૂટ્યો, શું હાલ આ શેરમાં રોકાણ કરી શકાય?

    સતત પાંચમાં દિવસે ઘરેલૂ શેર બજારમાં ઘટાડો

    વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે અઠવાડિયાના પ્રથમ દિવસે એટલે કે 24મી જાન્યુઆરીના રોજ ઘરેલૂ માર્કેટમાં સતત પાંચમા દિવસે વેચવાલી જોવા મળી છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 58,900 અને નિફ્ટી 17,600 નીચે સરકી ગયા હતા. કારોબાર દરમિયાન આજે રિલાયન્સ, વોડાફોન, આઈડિયા, એરટેલ, ફેડરલ બેંક, પેટીએમ, અલ્ટ્રાટેક સીમેન્ટ, સીએસબી બેંક અને બંધન બેંક જેવા શેર પર ફોકસ રહ્યું છે. આજે એક્સિસ બેંક, એચડીએફસી એએમસી, બર્ગર કિંગ ઇન્ડિયા, એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ અને આઈઆઈએફએલ સહિત કંપનીઓના પરિણામ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Paytm, Share market, Zomato, સેન્સેક્સ

    विज्ञापन
    विज्ञापन