Home /News /business /

રોકાણકારો 'લોહીલુહાણ': આ વર્ષે સેન્સેક્સમાં ત્રીજો સૌથી મોટો કડાકો, જાણો ક્યારે ક્યારે તૂટ્યું માર્કેટ

રોકાણકારો 'લોહીલુહાણ': આ વર્ષે સેન્સેક્સમાં ત્રીજો સૌથી મોટો કડાકો, જાણો ક્યારે ક્યારે તૂટ્યું માર્કેટ

સેન્સેક્સમાં કડાકો

Sensex crash: શુક્રવારે ભારતીય શેર બજારનો દિવસ રોકાણકારો માટે 'Black friday' રહ્યો. સેન્સેકસમાં બોલી ગયેલા કડાકાના પગલે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

    મુંબઈ: ભારતીય શેર બજાર (Indian Share Market) માટે શુક્રવારનો દિવસ 'લોહીલુહાણ' કરી દેતો દિવસ રહ્યો હતો. એક જ દિવસમાં રોકાણકારોના આશરે સાત લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. શુક્રવારે શેર બજાર આશરે ત્રણ ટકા તૂટ્યું હતું. જેમાં સેન્સેક્સ (Sensex crash) 1687.90 અંક અને નિફ્ટી (Nifty crash) 509.8 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેકસમાં બોલી ગયેલા કડાકાના પગલે રોકાણકારોની સંપત્તિ (BSE market cap)માં એક જ દિવસમાં રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

    વર્ષમાં ત્રીજો મોટો કડાકો

    સેન્સેક્સમાં આ વર્ષે આ ત્રીજો મોટો કડાકો છે. સેન્સેક્સમાં 2021ના વર્ષમાં સૌથી મોટો કડાકો 26 ફેબ્રુઆરીના રોજ આવ્યો હતો. જ્યારે સેન્સેક્સ 1,939 પોઇન્ટ તૂટ્યો હતો. જે બાદમાં 12 એપ્રિલના દિવસે સેન્સેક્સમાં 1,707 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો, જે આ વર્ષનો બીજો સૌથી મોટો કડાકો હતો. જે બાદમાં સેન્સેક્સમાં ત્રીજો સૌથી મોટો કડાકો શુક્રવારે આવ્યો હતો. આ દિવસે સેન્સેક્સ 1,687 પોઇન્ટ તૂટ્યો હતો.

    સાત મહિના બાદ મોટો કડાકો

    બીજી રીતે જોઈએ તો સાત મહિના પછી સેન્સેક્સમાં આવેલો સૌથી મોટો કડાકો છે. સેન્સેક્સ 19 ઓક્ટોબરના રોજ 62,245 પોઇન્ટની પોતાની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. જે બાદમાં શેર બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. સર્વોચ્ચ સપાટીથી સેન્સેક્સ હાલ 9% સુધી ઘટી ગયો છે.

    કડાકો પાછળનું કારણ શું?

    નિષ્ણાતોનું માનવું છે કે એક મહિનામાં ઝડપથી આવેલા ઘટાડા પાછળ વિદેશી રોકાણકારો તરફથી સતત કરવામાં આવી રહેલી વેચવાલી, ગ્લોબલ માર્કેટમાં કમજોરી અને વઘારે વેલ્યૂએશન જવાબદાર છે. આ ઉપરાંત શુક્રવારે બોલી ગયેલા કડાકા પાછળ કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ (Coronavirus new variant) છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા વેરિઅન્ટથી રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

    મોતિલાલ ઓસવાલ (Motilal Oswal) ફાઇનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડમાં રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાનું કહેવું છે કે, "જ્યાં સુધી એવું સ્પષ્ટ નથી થઈ જતું કે નવો વેરિઅન્ટ કેટલો ખતરનાક છે, ત્યાં સુધી બજાર દબાણ હેઠળ રહી શકે છે."

    આ પણ વાંચો: ₹1.85થી ₹97: દોઢ વર્ષમાં આ પેની સ્ટોકમાં રોકાણકારોને મળ્યું 5150% વળતર, શું તમારી પાસે છે?

    ખેમકાનું કહેવું છે કે, "ફેડ રિઝર્વ ગમે ત્યારે વ્યાજ દર વઘારી શકે છે તેવું માનીને બજાર પહેલાથી જ દબાણમાં છે. બીજી તરફ કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ મળવો, યૂરોપીય યૂનિયનના કેટલાક દેશોએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર મૂકેલા પ્રતિબંધ, ઉપરાંત અમુક યૂરોપીયન દેશોમાં પહેલાથી જ લૉકડાઉન જેવી સ્થિતિને પગલે રોકાણકારોના સેન્ટીમેન્ટનો એક મોટો ઝટકો આપ્યો છે."



    આ વર્ષે સેન્સેક્સમાં મોટા કડાકા:

    તારીખ-----------કડાકો (પોઇન્ટ)
    25 ફેબ્રુઆરી------1939
    12 એપ્રિલ--------1708
    26 નવેમ્બર-------1688
    22 નવેમ્બર-------1170
    22 ફેબ્રુઆરી------1145
    30 એપ્રિલ---------938
    19 એપ્રિલ--------883

    આ પણ વાંચો: Multibagger stock: ₹6થી ₹188: આ નાના શેરમાં રોકાણકારોને એક વર્ષમાં મળ્યું 3,000% વળતર, ₹1 લાખ બની ગયા ₹31

    રોકાણકારોની 7.36 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ

    શુક્રવારે સેન્સેકસમાં બોલી ગયેલા કડાકાના પગલે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. 7.36 લાખ કરોડનું ધોવાણ થયું હતું. દિવસને અંતે બીએસઈ માર્કેટ કેપ રૂ. 258.31 લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારો (FII)એ શુક્રવારે કુલ રૂ. 5,786 કરોડની વેચવાલી કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Share market, નિફ્ટી, ભારત, સેન્સેક્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन