Home /News /business /

Share Market Crash: શેર બજારમાં કડાકો, જો બજાર નિષ્ણાતોની આ સલાહ માની લેશો તો થઈ જશો માલામાલ

Share Market Crash: શેર બજારમાં કડાકો, જો બજાર નિષ્ણાતોની આ સલાહ માની લેશો તો થઈ જશો માલામાલ

સેન્સેક્સમાં કડાકો

Experts on Stock Market crash: બજાર નિષ્ણાતો હાલ Wait and watch ની પૉલિસી અપનાવવાનું કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ઘટાડામાં શોર્ટ ટર્મને ધ્યાનમાં રાખીને ખરીદી ટાળવી જોઈએ. લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા રોકાણકારો ખરીદી કરી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ગુરુવારનો દિવસ ભારતીય શેર બજાર (Indian Stock Market) માટે ખૂબ ખરાબ રહ્યો. એક દિવસ પહેલા કોઈને સપનામાં પણ વિચાર ન હતો કે ગુરુવારે સેન્સેક્સમાં 2,700 પોઇન્ટનો કડાકો બોલી જશે. ગુરુવારે સવારે રશિયાના યૂક્રેન પર હુમલા (Russia attacks Ukraine)ના સમાચારને પગલે દુનિયાભરના શેર બજારો હચમચી ગયા હતા. ભારતીય બજારો મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ ઘટાડો વધતો ગયો હતો. બજાર નિષ્ણાતો હાલ Wait and watch ની પૉલિસી અપનાવવાનું કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ઘટાડામાં શોર્ટ ટર્મને ધ્યાનમાં રાખીને ખરીદી ટાળવી જોઈએ. લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા રોકાણકારો ખરીદી કરી શકે છે.

    દિવસના અંતે સેન્સેક્સ 2,702 પોઇન્ટ (Sensex closing) એટલે કે 4.72 ટકા ઘટીને 54,529 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 815 પોઇન્ટ એટલે કે 4.78 ટકા ઘટીને 16,247 અંક પર બંધ રહ્યો હતો. સારી વાત એ છે કે સાંજે 3.30 વાગ્યે બજાર બંધ થવાનો સમય હતો નહીં તો આ ઘટાડો ક્યાં પહોંચતો તેનો અંદાજ જ ન લગાવી શકાય.

    ક્યારે ક્યારે સેન્સેક્સમાં મોટો કડાકો બોલ્યો?

    સેન્સેક્સમાં અત્યારસુધીનો સૌથી મોટો કડાકો 23મી માર્ચ, 2020ના રોજ બોલ્યો હતો. એ દિવસે દિવસના અંતે સેન્સેક્સ 4,035 પોઈન્ટ તૂટી ગયો હતો. 2020ના વર્ષમાં જ 13 માર્ચના રોજ સેન્સેક્સ 3,389 પોઈન્ટ તૂટી ગયો હતો. તેના એક દિવસ પહેલા એટલે કે 12 માર્ચ, 2020ના રોજ સેન્સેક્સ 3,204 પોઈન્ટ તૂટ્યો હતો. જે બાદમાં 16 માર્ચના રોજ સેન્સેક્સ 2,827 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આજ રીતે 24 ફેબ્રુઆરી, 2022ના રોજ સેન્સેક્સમાં 2,702 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. કોરોનાની અસરથી બજારમાં કડાકો બોલ્યા બાદ આ સૌથી મોટો કડાકો છે.

    આ પણ વાંચો: રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધથી શેર બજારમાં અફડાતફડી, જાણો તમારે અત્યારે શું કરવું જોઈએ?

    ઘટાડા પર નિષ્ણાતોનો અભિપ્રાય:

    એક્સિસ સિક્યોરિટીઝના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નવીન કુલકર્ણીનું કહેવું છે કે, "જિયોપોલિટિકલ ઘટનાઓ વખતે સામાન્ય રીતે બજારમાં શોર્ટ ટર્મ પ્રતિક્રિયા જોવા મળે છે. મોટા સમાચાર બજારમાં અસ્થીરતા વધારી દે છે. રશિયા-યૂક્રેન યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થશે. અમારું માનવું છે કે વર્તમાન માઇક્રોનૉમિક ડેવલપમેન્ટને પગલે તમામ અસેટ ક્લાકમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. અમુક સમય સુધી આ સ્થિતિ બનેલી રહેશે. જે બાદમાં માર્કેટ પોતાની દિશા શોધી લેશે."



    શેરઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ રવિ સિંહે કહ્યુ કે, "વેચવાલી ચાલુ રહી શકે છે. પ્રમુખ સૂચકાંકો આઠથી દસ ટકા તૂટી શકે છે. નિફ્ટીમાં 15,500ની સપાટી જોવા મળી શકે છે. ત્રણથી પાંચ વર્ષ સુધી ટકી રહેવા માંગતા રોકાણકારોએ ખરીદી કરવી જોઈએ. તેઓ કડાકોનો ફાયદો ઉઠાવી શકે છે."

    આ પણ વાંચો: શેર બજારમાં કડાકો બોલી ગયો છે ત્યારે કયા શેરની ખરીદી કરવી?

    ICICI સિક્યોરિટીઝના એમડી અને સીઈઓ વિજય ચંડોકે જણાવ્યું કે, "મને મનથી લાગતું કે રશિયા પર પ્રતિબંધથી ક્રૂડની કિંમતમાં કોઈ મોટો ઉછાળો આવે. કારણ કે આવું થવાથી યૂરોપ અને અમેરિકાને જ નુકસાન થશે. રોકાણકારો માટે આ ખરીદીનો મોકો છે. તેમણે ગ્રોથ જાળવી રાખતી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Russia Ukraine, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર