Home /News /business /સેન્સેક્સ 58,000એ પહોંચ્યો: રોકાણકારોએ શું કરવું? હવે જો શેર બજારમાં કરેક્શન આવે તો આ 5 વાત ભૂલવી નહીં

સેન્સેક્સ 58,000એ પહોંચ્યો: રોકાણકારોએ શું કરવું? હવે જો શેર બજારમાં કરેક્શન આવે તો આ 5 વાત ભૂલવી નહીં

Sensex at 58,000: જ્યારે પણ શેર બજારમાં મોટા કરેક્શન થાય છે ત્યારે આપણે પેનિક થઈ જઈએ છીએ અને ખોટો નિર્ણય લઈ લેતા હોઈએ છીએ. જે આપણા લોંગ ટર્મ પોર્ટફોલિયોને અસર કરી શકે છે.

મુંબઈ: શું ઇક્વિટી માર્કેટ ઓવરહિટેડ (overheated) થઈ ગયું છે? આ અંગે નિષ્ણાતો કહી રહ્યા છે કે, શેરબજારમાં મૂલ્યમાં વધારો થયો છે. મુખ્ય સૂચકાંક અને વ્યાપક બેંચમાર્કનો ગ્રાફ ઉપરની તરફ જઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ઓગસ્ટ મહિનામાં શેરનો રેશિયો (ratio of stocks) 1 કરતા પણ નીચે જતો રહ્યો છે. જેનો અર્થ છે કે જેટલા શેરમાં વધારો થયો છે, તેના કરતા વધારે શેરમાં ઘટાડો થયો છે. ઓગસ્ટમાં Initial Public Offerings (IPOs)નું લિસ્ટિંગના દિવસે નકારાત્મક સમાપન થયું છે. જેનો અર્થ એ નથી કે ઈક્વિટીમાં હંમેશા ઘટાડો થશે. શેરની કિંમતમાં ઝડપથી વધારો થવાની જગ્યાએ કિંમતમાં થોડા અંશે વધારો થઈ શકે છે.

આ ઈક્વિટી રેલી 17 મહિના સુધી ચાલી છે. આથી કરેક્શન (Correction in Share Market) શું હોય છે તે લગભગ ભૂલાઈ જ ગયું છે. જોકે, જ્યારે પણ આવા કરેક્શન થાય છે ત્યારે આપણે પેનિક થઈ જઈએ છીએ અને ખોટો નિર્ણય લઈ લેતા હોઈએ છીએ. જે આપણા લોંગ ટર્મ પોર્ટફોલિયોને અસર કરી શકે છે. જો માર્કેટમાં કરેક્શન આવે છે તો તમારે આ પાંચ વાત યાદી રાખવી જોઈએ.

કંઈ ન કરો (Do nothing)

ઈક્વિટીમાંથી બહાર ના નીકળશો. આ પ્રકારે કહેવું સરળ છે, પરંતુ કરવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમારી પાસે શેરનો એક પોર્ટફોલિયો છે, તો થોડા દિવસમાં શેરની કિંમતમાં 20-25 ટકાનો સુધારો થઈ શકે છે. માર્ચ 2020માં શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 10 વર્ષના મ્યુચ્યુઅલ ફંડ SIPમાં નેગેટીવ રિટર્ન જોવા મળ્યું હતું.

IDFC મ્યુચ્યુઅલ ફંડની સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે જે રોકાણકારોએ કોવિડ-19 બાદ પણ systematic investment plans (SIP)માં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું, તે લોકોને ફાયદો થઈ શકે છે. 10 વર્ષના SIPનું તમને ખૂબ જ સારુ રિટર્ન મળી શકે છે.

પૈસાની જરૂર હોય ત્યારે જ પૈસા ઉપાડો

જો તમને એવું લાગી રહ્યું છે, કે આગામી 6થી 12 મહિનામાં તમને પૈસાની જરૂરિયાત રહેશે. તો તમે પૈસા લઈ શકો છો. ઈમરજન્સી જરૂરિયાત પર શેરબજારની કોઈ અસર થતી નથી. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો, તમે તમારા બાળકોને વિદેશ મોકલવા માટે બચત કરી રહ્યા હશો. તમે ઈક્વિટી શેરમાં રોકાણ કર્યું હોવાને કારણે તમારી બચત ઈક્વિટી શેરમાં રોકાયેલ છે. જો શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો તમારી બચતની રકમ જઈ શકે છે. શેરબજારમાં ઘટાડો જોવા મળે તો તમે પૈસા ઉપાડી શકો છો. ઈક્વિટી બજારમાં ઘટાડો થાય, તેટલી જલ્દી તેમાં સુધારો થતો નથી.

આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનો ફેવરિટ શેર મહિનામાં 12% વધ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ? જાણો નિષ્ણાતોનો મત 

ઈક્વિટીમાં વધુ રોકાણ કરો

જ્યારે શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો હોય ત્યારે રોકાણ કરવા માટેનો તે યોગ્ય સમય હોય છે. ઓછી કિંમતે રોકાણ કરવામાં કરવામાં આવે તો તમે ભવિષ્યમાં વધુ રિટર્ન મેળવી શકો છો. લાંબાગાળાના પોર્ટફોલિયો માટે ઈક્વિટી શેરની ઓછી કિંમતે ખરીદી કરવી તે સૌથી સારો અવસર છે. શક્ય હોય ત્યારે ઈક્વિટી શેરના બજારમાં ટોપઅપ કરો. માર્કેટ એકદમ નીચે આવી જાય તેની રાહ ન જુઓ, કારણ કે શેરબજારનું મૂલ્ય ક્યારે નીચે આવશે અને ક્યારે ઉપર જશે, તેનો અંદાજો ચોક્કસ અંદાજ લગાવી શકતો નથી. આથી માર્કેટ ઘટે ત્યારે તકવાદી બનો.

એસેટ એલોકેશનમાં ફેરફાર ન કરવો

એસેટ એલોકેશન પર હંમેશા ધ્યાન રાખો. તમારે તમારી જોખમની ક્ષમતા અનુસાર રૂ.100માંથી રૂ.70નું ઈક્વિટીમાં રોકાણ કરવું જોઈએ. જો શેરબજાર યોગ્ય હોય, તો તેના રેશિયોમાં ફેરફાર થાય છે તેને જરૂરથી રિસ્ટોર કરો. તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં ઘટાડો થવાને કારણે, એલોકેશનમાં ફેરફાર થાય છે. પોર્ટફોલિયોનું મૂલ્ય વધી રહ્યું હોય, ત્યારે આ ફેરફાર થવો જોઈએ. એસેટ એલોકેશન નક્કી કરતા પહેલા આ ઉપાયોનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ.

સેલ બેડ સ્ટોક

જે સ્ટોક યોગ્ય ન હોય તે સેલ કરી દેવા જોઈએ. જે સ્ટોકની કિંમત ઓછી હોય, ભવિષ્યમાં તેનો ભાવ વધી ન શકે, તો તમે તે સ્ટોક સેલ કરીને નુકસાનની ભરપાઈ કરી શકો છો. ભવિષ્યમાં અન્ય સારા શેર ખરીદીને તમે આ નુકસાનને સેટ કરી શકો છો. (LISA BARBORA, moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Equity Share, Share market, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन