Home /News /business /સેન્સેક્સ પહેલીવાર 38,000ને પાર અને નિફ્ટી 11,495 પાર

સેન્સેક્સ પહેલીવાર 38,000ને પાર અને નિફ્ટી 11,495 પાર

પ્રતીકાત્મક તસવીર

શેર બજારમાં ગુરૂવારે મજબૂતીની સાથે વેપારની શરૂવાત થઇ. સેન્સેક્સ અને નિફ્ટી બંન્ને રેકોર્ડ સ્તર પર ખુલ્યાં. સેન્સેક્સે પહેલી વખત 38 હજારને પાર ગયું. બીએસઇનો બેંચમાર્ક ઇન્‍ડેક્સ સેન્સેક્સ 117.47 અંક વધીને 38,005.03 અને નિફ્ટી 27.70 અંકની તેજીની સાથે 11.477.70ના સ્તર પર ખુલ્યાં. સિપ્લા, આઈસીઆઈસીઆઈ બેંક અને આરઆઈએલમાં તેજી છે.

ગુરૂવારે મેટલ, એનર્જી અને પીએસયુ બેંકમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે. શરૂવાતી કારોબાર દરમિયાન એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી, એક્સિસ બેંક, એસબીઆઈ, હિન્ડાલ્કો, વેદાંતામાં તેજી છે જ્યારે લ્યૂપિન, ડો.રેડ્ડીઝ લેબ, ટાઇટન, અશોક લેલૈંડ, એનએમડીસીમાં પડતી જોવા મળી રહી છે.

ઓગસ્ટમાં સેન્સેક્સનો પારો ઉંચો

8 ઓગસ્ટે સેન્સેક્સે 37,931.42ની ઓલટાઇમ હાઇની સપાટી બનાવી હતી. 7 ઓગસ્ટે સેન્સેક્સ 37,876ની સપાટી હતી જ્યારે 6 ઓગસ્ટે સેન્સેક્સે 37,805ની ઓલ ટાઈમ હાઈ સપાટી પર હતું. 1 ઓગસ્ટે સેન્કેક્સે 37,711ની સપાટીને ટચ કર્યું હતું.

નિફ્ટીનો પારો પણ ઉપર

સેન્સેક્સની જેમ નિફ્ટીનો પારો પણ ઉંચો દેખાયો હતો. 8 ઓગસ્ટે નિફ્ટી 11,459.95ની ઓલટાઇમ હાઇ પર હતુમ. 06 ઓગસ્ટે નિફ્ટીએ પહેલીવાર 11,400ની સપાટીને ક્રોસ કરી. નિફ્ટીએ 11,423.60ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી. 01 ઓગસ્ટે નિફ્ટી 11,390ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.
First published:

Tags: High, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन