Home /News /business /Money Investment: સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ કે FD, શેમાં રોકાણથી છે વધુ ફાયદો?

Money Investment: સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ કે FD, શેમાં રોકાણથી છે વધુ ફાયદો?

ઘણી નાની બેંકોની સેવિંગ એફડી સ્કીમ આજના દિવસોમાં સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ કરતા વધુ વ્યાજ આપી રહી છે. SCSS વર્તમાન વ્યાજદર 7.6% છે. પાંચ બેંકો એવી છે જે સિનિયર સીટીઝનને 8.5% કે તેથી વધુ વ્યાજ ઓફર કરે છે.

SCSS vs FD: ઘણી નાની ફાઇનાન્સ બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ આ દિવસોમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) કરતાં વધુ વ્યાજ આપી રહી છે. ચાલો જાણીએ એ તમામ બેંકો વિષે.

    FD vs Senior citizen saving scheme: ઘણી નાની બેંકોની સેવિંગ એફડી સ્કીમ આજના દિવસોમાં સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ કરતા વધુ વ્યાજ આપી રહી છે. SCSS વર્તમાન વ્યાજદર 7.6% છે. પાંચ બેંકો એવી છે જે સિનિયર સીટીઝનને 8.5% કે તેથી વધુ વ્યાજ ઓફર કરે છે. બીજી અન્ય બેંકો 8% વ્યાજદર આપી રહ્યું છે. એ વાત સમજવાની જરૂર છે કે 8% નો મતલબ એ નથી કે તે, સિનિયર સીટીઝન સ્મોલ સેવિંગથી વધુ છે. અહીંયા તમારે એફડીના અન્ય ફાયદા અને સમય પણ જાણવો જરૂરી છે. ચાલો જાણીએ બેંકોના વ્યાજદરો વિષે.

    આ પણ વાંચોઃ  કુબેરનો ખજાનો છે આ અમેરિકન સુપરફૂડની ખેતી, એક વીઘામાં લાખોની આવક

    ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક


    આ બેન્ક સિનિયર સીટીઝન માટે 560 દિવસ માટે જમા કરેલા નાણાં માટે 8.75% વ્યાજદર આપી રહી છે. તેમજ 990 દિવસ પાર 8.5% વજદર આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારના વ્યાજદર 5 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે.

    ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક


    સિનિયર સીટીઝન માટે 700 દિવસ પર 8.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 701 દિવસથી 5 વર્ષની એફડી પર 8.25% વ્યાજ આપી રહી છે. આ વ્યાજદર 17 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: તમને પણ લલચાવી રહ્યુ છે શેરબજાર અને કરવી છે રોકાણની શરૂઆત તો સૌથી પહેલા ક્યાં લગાવવા જોઈએ રૂપિયા?

    જન લઘુ વિત્ત બેંક


    જન સ્મોલ ફાઇનાન્સ બેંક સિનિયર સિટિઝનને 2 થી 3 વર્ષ રૂપિયા જમા કરવા પર 8.5% વ્યાજ ઓફર કરી રહ્યું છે. 1 થી 2 વર્ષ માટે 8.45% અને 3 વર્ષ થી 5 વર્ષથી ઓછા સમય માટે 8.3% વ્યાજ આપી રહ્યું છે. જે 14 ઓક્ટોબરથી લાગુ છે.

    ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક


    આ બેંક સિનિયર સીટીઝન માટે 1000 દિવસ જમા કરવા પર 8.5% વ્યાજદર આપી રહી છે. 750 દિવસ માટે 8.25% અને 500 દિવસો માટે 8% આપી રહી છે. આનો અમલ 9 નવેમ્બરથી લાગુ છે.

    ESAF સ્મોલ બેંક


    999 દિવસના રોકાણ માટે 8.5% વ્યાજ આપવામાં આવે છે. 1000 દિવસથી 3 વર્ષથી ઓછા સમય માટે અને 2 વર્ષથી લઈને 998 દિવસ સુધી 7.75%વ્યાજ આપી રહી છે. આ રેટ 1 નવેમ્બરથી ચાલુ છે.

    આ પણ વાંચો: ફાઇનાન્સિયલ ગોલ કઈ રીતે પ્રાપ્ત કરવા? જાણો આ સ્માર્ટ ટિપ્સ

    યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક


    આ બેંક સિનિયર સિટિઝનને 1 વર્ષ 1 દિવસ માટે 8.3% વ્યાજ આપી રહી છે. તેમજ 2 થી 5 વર્ષ માટે 8.15% વ્યાજ આપી રહી છે. આ દર 1 નવેમ્બરથી લાગુ છે.

    સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક


    આ બેન્ક સિનિયર સીટીઝન માટે 999 દિવસ જમા કરવા પર 8.26% આપે છે. બેંક 1 વર્ષથી 998 દિવસ માટે 8.01% વ્યાજ આપી રહી છે. જેનો અમલ 2 નવેમ્બરથી થઈ રહ્યો છે.

    ડીસીબી બેંક


    સિનિયર સિટિઝન માટે 700 દિવસથી 36 મહિનાથી વધુ અને 26 મહિનાની એફડી પર 8.25% વ્યાજ આપી રહી છે. તેમજ 3 થી 5 વર્ષ માટે 7.75% વ્યાજ આપી રહી છે. જે 31 ઓક્ટોબરથી અમલી છે.

    આ પણ વાંચો:ડીલર્સ લગાવી રહ્યા છે આ ગેસ સ્ટોક પર દાવ, શું તમારે પણ કરવું જોઈએ રોકાણ?

    ઇકવીટસ સ્મોલ ફાઇનાન્સ બેંક


    સિનિયર સીટીઝન માટે 888 દિવસ માટે 8% વ્યાજ આપે છે. બેન્ક 2 વર્ષ 1 દિવસથી 887 દિવસ અને 889 થી 3 વર્ષ માટે 7.9% વ્યાજ આપે છે. જે 15 ઓક્ટોબરથી આપવામાં આવી રહ્યું છે.

    બંધન બેંક


    આ બેન્ક 600 દિવસ માટે 8% આપે છે. 2 થી 5 વર્ષ માટે 7.5% વ્યાજ આપી રહી છે. જે 7 નવેમ્બરથી લાગુ છે.

    એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક


    સિનિયર સીટીઝન માટે 24 થી 45 મહિનાની ટર્મ ડિપોઝીટ માટે 8.24% વ્યાજ આપે છે. આ દર 10 ઓક્ટોબરથી લાગુ છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: FD Rates, Investment tips, Money Investment, Senior-citizen

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन