એર ઈન્ડિયાની હરાજી રાષ્ટ્રવિરોધી, કોર્ટના દરવાજા ખખડાવીશ : સુબ્રમણ્યમ સ્વામી

News18 Gujarati
Updated: January 27, 2020, 11:42 AM IST
એર ઈન્ડિયાની હરાજી રાષ્ટ્રવિરોધી, કોર્ટના દરવાજા ખખડાવીશ : સુબ્રમણ્યમ સ્વામી
આ ડીલ રાષ્ટ્રવિરોધી છે અને હું તેની વિરુદ્ધ કોર્ટમાં જવા બાધ્ય છું, આપણે પરિવારના રત્નોને વેચી ન શકીએ : સુબ્રમણ્યમ સ્વામી

આ ડીલ રાષ્ટ્રવિરોધી છે અને હું તેની વિરુદ્ધ કોર્ટમાં જવા બાધ્ય છું, આપણે પરિવારના રત્નોને વેચી ન શકીએ : સુબ્રમણ્યમ સ્વામી

  • Share this:
નવી દિલ્હી : સરકાર દ્વારા એર ઈન્ડિયાની 100% હિસ્સેદારી વેચવાની યોજના પર સત્તાધારી બીજેપીના જ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે એર ઈન્ડિયાની હરાજી કરવી સમગ્રપણે રાષ્ટ્રવિરોધી કામ છે. સ્વામીએ આ મુદ્દે સરકારની વિરુદ્ધ કોર્ટ જવાની પણ ધમકી આપી છે. નોંધનીય છે કે, ભારે દેવામાં ડૂબેલી સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયા (Air India Sale)માં પોતાની તમામ હિસ્સેદારી વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જ્યારે આ અંગેની જાહેરાત કરી તો સ્વામી ભડકી ઉઠ્યા. તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે, આ ડીલ સમગ્રપણે રાષ્ટ્રવિરોધી છે અને હું તેની વિરુદ્ધ કોર્ટમાં જવા માટે બાધ્ય છું. આપણે પરિવારના રત્નોને વેચી ન શકીએ.



સરકારનો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયામાં હિસ્સેદારી વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે. તેની અંતિમ તારીખ 17 માર્ચ 2020 છે. સાથોસાથ સરકારે સબ્સિડિયરી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) અને એરપોર્ટ સર્વિસ કંપની AISATSને પણ વેચવા માટે બોલીઓ આમંત્રિત કરી છે. અરે ઈન્ડિયાને વેચવા માટે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સએ હાલમાં ડ્રાફ્ટને મંજૂરી આપી છે. ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)ની અધ્યક્ષતાવાળી જીઓએમની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.



એર ઈન્ડિયા મોટા દેવા હેઠળ

એર ઈન્ડિયા લાંબા સમયથી ખોટમાં ચાલી રહી છે. 2018-19માં 8,556.35 કરોડ રૂપિયા ખોટ (પ્રોવિઝનલ) થઈ. એરલાઇન પર 50,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. તેથી સરકાર એર ઈન્ડિયાને વેચવા માંગે છે. માર્ચ સુધી વેચાણ પ્રક્રિયા પૂરી કરવાનું પ્લાનિંગ છે.

આ પણ વાંચો, એર ઈન્ડિયાની 100% હિસ્સેદારીની સાથે આ બે કંપનીને પણ વેચવા માટે સરકારે મંગાવી બોલીઓ
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading