Home /News /business /

રોકડ માટે જૂની જ્વેલરી વેચવી સરળ નથી, રિટેલ જ્વેલર્સ ખરીદવામાં કરે છે આનાકાની, જાણો શા માટે?

રોકડ માટે જૂની જ્વેલરી વેચવી સરળ નથી, રિટેલ જ્વેલર્સ ખરીદવામાં કરે છે આનાકાની, જાણો શા માટે?

ઘરેણા કેટલીક દુકાનોમાં વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્વેલર્સ તેમને રોકડ આપવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરે છે

Business News - ભારતમાં મોટાભાગના જ્વેલર્સ રિટેલર્સ છે. જેમ દુકાનદારો રોજબરોજની ચીજવસ્તુઓ પરત લેતા નથી, તેવી જ રીતે આ જ્વેલર્સ પણ જૂના દાગીના પાછા લેતા નથી

નવી દિલ્હી : 43 વર્ષની સુધા ઈન્ટિરિયર ડિઝાઈનર છે. સોના (Gold Price)ની કિંમત 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જતાં તે લોકલ જ્વેલર્સ પાસે પોતાની જૂની જ્વેલરી (jewelry)વેચવા માટે જાય છે. તેમણે આ સોનુ (Gold)2004માં સોનાની કિંમત 6400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી ત્યારે ખરીદ્યું હતું. ભલે 18 વર્ષમાં તેની કિંમત વાર્ષિક 11.87 ટકાના દરે વધી હોય, પરંતુ તેનું વેચાણ કરવું સરળ નથી. તેની પાસે 82 ગ્રામનો ગોલ્ડ નેકલેસ અને કેટલીક બેંગલ્સ હતી. સુધાના કહેવા પ્રમાણે, તેની માતાએ ઘરેણાંનું બિલ સાચવીને રાખ્યું ન હતું, જેના કારણે તે કઈ દુકાનમાંથી ખરીદ્યા હતા તે જાણી શકાયું નથી. તેણે આ ઘરેણા કેટલીક દુકાનોમાં વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્વેલર્સ તેમને રોકડ આપવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરે છે.

આવી સમસ્યાઓનો સામનો માત્ર સુધા જ નથી. જે દિવસે સોનું રૂ. 48,840 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું, તે દિવસે મનીકંટ્રોલ.કોમની ટીમે ટાયર 1 અને ટાયર 2 શહેરોની 25 જ્વેલરી શોપમાં પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. જૂના સોનાના બદલામાં કોઈ જ્વેલર્સ (Gold jewelery merchant) રોકડ આપવા તૈયાર ન હતો. તે જૂના દાગીનાના બદલામાં નવા દાગીના આપવા તૈયાર હતો. મનીકંટ્રોલ.કોમના રિપોર્ટરે કેટલાક જૂના સિક્કા વેચવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ વ્યર્થ ગયો હતો. ચાંદીના બદલામાં પણ કોઈ રોકડ આપવા તૈયાર ન હતું. જો તમારે જૂના દાગીના વેચવા હોય તો પહેલા તેનું બિલ શોધો. પછી તે જ જ્વેલર પાસે જાઓ જ્યાંથી તમે તેને ખરીદ્યા હતા. જેનાથી તમને જૂના ઘરેણાંના બદલામાં સારી રકમ મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો - Maruti Suzuki એ લોન્ચ કરી નવી સસ્તી 6 સીટર કાર, જુઓ કિંમત અને ફિચર્સ

રિટેલર જ્વેલર્સ નથી ખરીદતા

ભારતમાં મોટાભાગના જ્વેલર્સ રિટેલર્સ છે. જેમ દુકાનદારો રોજબરોજની ચીજવસ્તુઓ પરત લેતા નથી, તેવી જ રીતે આ જ્વેલર્સ પણ જૂના દાગીના પાછા લેતા નથી. પીપલ ગ્રૂપ ઓફ જ્વેલર્સના ડિરેક્ટર રાજીવ પોપલી કહે છે કે, રિટેલર્સ જૂના ઘરેણાં લેતા નથી. માત્ર અમુક જ જ્વેલર્સ આ પરત લે છે અને તેઓ આ માહિતી તેમના સ્ટોરની બહાર ડિસ્પ્લે કરે છે. મુંબઈમાં ઝવેરી બજાર અને ઓપેરા હાઉસની આસપાસ જ્વેલર્સ જૂના ઘરેણાં માટે રોકડ ચૂકવે છે. તેઓ કહે છે કે આ સ્ટોર્સમાં પણ જૂની જ્વેલરીની યોગ્ય કિંમત મળતી નથી.

આ છે કારણ

જ્યારે મનીકંટ્રોલ.કોમે એક જ્વેલરને જૂના ઘરેણાં ન સ્વીકારવા વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે કેટલાક કારણોસર સોનાની કિંમતમાં વધારો થયો છે. જેમાં યુક્રેન સંકટ, ક્રૂડ ઓઈલમાં વધારો જેવા કારણો સામેલ છે. તેમના મતે આ ટ્રેન્ડ ટૂંક સમયમાં બદલાશે અને સોનાની કિંમતમાં ઘટાડાને કારણે તેમને નુકસાન સહન કરવું પડશે.

અલગ-અલગ પ્રાઈસ

જૂની જ્વેલરીની ખરીદી અને વેચાણની કિંમતો અલગ-અલગ હોય છે, જેના કારણે યોગ્ય કિંમત મેળવવી મુશ્કેલ બને છે. તમે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અને ટ્વિટર હેન્ડલ પરથી જ્વેલરીના સેલિંગ એન્ડ પર્ચેસિંગ રેટ ચકાસી શકો છો. એટલું જ નહીં તમે 8955664433 પર મિસ્ડ કોલ કરીને પણ તેના વિશે માહિતી મેળવી શકો છો.

યોગ્ય રોકાણ નથી

ઘણા જ્વેલર્સના મતે જ્વેલરી ખરીદવાનો અર્થ સોનામાં રોકાણ કરવાનો નથી. જો તમે ભવિષ્યના બાળકોના લગ્ન અથવા રોકાણના હેતુ માટે સોનું ખરીદવા માંગતા હો, તો તમારે ગોલ્ડ ઇટીએફ, મ્યુચ્યુઅલ ફંડની ગોલ્ડ સ્કીમ્સ, સોવરિન ગોલ્ડ બોન્ડ વગેરેમાં રોકાણ કરવું જોઈએ.
First published:

Tags: Business, Gold price

આગામી સમાચાર