તમારી મનપસંદ Sedan - Maruti Suzuki Dzire, હવે S-CNG ટેકનોલોજી સાથે પણ ઉપલબ્ધ છે
તમારી મનપસંદ Sedan - Maruti Suzuki Dzire, હવે S-CNG ટેકનોલોજી સાથે પણ ઉપલબ્ધ છે
મારુતી ડિઝાયર એસ સીએનજી
Maruti Suzuki S-CNG રેન્જના વ્હીકલ્સની પરિકલ્પના, ડિઝાઇન અને કંપનીની વર્લ્ડ ક્લાસ સર્ચ અને વિકાસ સુવિધામાં સખત પરીક્ષણ પછી વિકસાવવામાં આવી છે અને બેજોડ સુરક્ષા, કામગીરી, ટકાઉપણું અને હાઈ ફ્યુઅલ કાર્યક્ષમતા પ્રદાન કરવા માટે ફેક્ટરી-અનુકૂળ છે.
ભારતની સૌથી ફ્યુઅલ-કાર્યક્ષમ અને સૌથી શક્તિશાળી CNG Sedan*
Dzire S-CNG 31.12 km/kg# નો અદ્ભુત માઇલેજ આપે છે
VXI અને ZXI વેરિઅન્ટમાં ઉપલબ્ધ
22 લાખથી વધુ Dzireઆનંદિત ગ્રાહકો
Maruti Suzukiહવે ફેક્ટરી-ફીટેડ S-CNG ટેકનોલોજી સાથે 9 વ્હીકલ્સ ઑફર કરે છે
ભારતમાં ગ્રીન મોબિલિટીને વધુ મજબૂત અને લોકશાહી બનાવવા માટે, Maruti Suzuki ઈન્ડિયા લિમિટેડે આજે S-CNG ટેક્નોલોજી સાથે ડિઝાયર લોન્ચ કરવાની ઘોષણા કરી છે. એડવાંસ્ડ K-સિરીઝ ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT 1.2L એન્જિન દ્વારા સંચાલિત, Dzire S-CNG 57kW@6000 rpm નો પીક પાવર અને 31.12 km/kg# ની અકલ્પનીય માઈલેજ પ્રદાન કરે છે, જે તેને ભારતનું સૌથી ફ્યુઅલ-કાર્યક્ષમ અને સૌથી શક્તિશાળી CNG Sedan*બનાવે છે.Maruti Suzuki S-CNG રેન્જના વ્હીકલ્સની પરિકલ્પના, ડિઝાઇન અને કંપનીની વર્લ્ડ ક્લાસ સર્ચ અને વિકાસ સુવિધામાં સખત પરીક્ષણ પછી વિકસાવવામાં આવી છે અને બેજોડ સુરક્ષા, કામગીરી, ટકાઉપણું અને હાઈ ફ્યુઅલ કાર્યક્ષમતા પ્રદાન કરવા માટે ફેક્ટરી-અનુકૂળ છે. Maruti Suzuki Dzire પાસે 22 લાખથી વધુ ગ્રાહકો છે.
આ પ્રસંગે બોલતા, Maruti Suzuki ઇન્ડિયા લિમિટેડના સીનિયર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શ્રી શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “જેમ વિશ્વ હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે તેમ, Maruti Suzuki એ તેના ગ્રીન વ્હીકલ્સના વધતા પોર્ટફોલિયોને વિસ્તારવા માટે સતત કામ કર્યું છે.
S-CNG જેવી પરિવર્તનશીલ ટેક્નોલોજી સાથે, વધુને વધુ ગ્રાહકો તેમની મોબિલિટીની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે S-CNG વ્હીકલ્સ પર સ્વિચ કરવા ઇચ્છા ધરાવે છે. આજે, અમારી પાસે 9 ગ્રીન S-CNG વ્હીકલ્સનો સૌથી મોટો પોર્ટફોલિયો છે. S-CNG વ્હીકલ્સની ઓછી ચાલતી કિંમત અને ઉચ્ચ ફ્યુઅલ કાર્યક્ષમતા સાથે, તેમની માંગમાં જબરદસ્ત વધારો થયો છે કારણ કે અમે છેલ્લા પાંચ વર્ષમાં અમારા S-CNG વેચાણમાં 19% CAGR વધારો નોધ્યો છે. આ એ વાતની સાક્ષી છે કે ગ્રાહકો વધુને વધુ ટેક્નોલોજીના રૂપે અદ્યતન, ઇકો-ફ્રેન્ડલી, ફેક્ટરી-ફીટેડ અને સુરક્ષિત Maruti Suzuki S-CNG વ્હીકલ્સ અપનાવી રહ્યા છે.”
Maruti Suzuki S-CNG ટેક્નોલોજીએ ભારતમાં કાર ખરીદનારાઓ માટે CNG કાર ને સમજવાની રીતમાં ક્રાંતિ લાવી દીધી છે. S-CNG વ્હીકલની પાવરટ્રેન અને સસ્પેન્શનને બહેતર એન્જિન ટકાઉપણું, વધુ માઇલેજ અને ઉત્તમ સુરક્ષા પ્રદાન કરવા માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે. Maruti Suzuki S-CNG વ્હીકલ્સ ગ્રાહકો માટે પૂર્ણ માનસિક શાંતિ સુનિશ્ચિત કરવા માટે સખત વિકાસ ચક્ર અને કડક નિર્માણકારી તપાસમાંથી પસાર થાય છે. S-CNG વ્હીકલ્સ ડ્યુઅલ ઈન્ટરડિપેન્ડન્ટ ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ્સ (ECU) અને ઈન્ટેલિજન્ટ ઈન્જેક્શન સિસ્ટમ સાથે એર-ફ્યુઅલ રેશિયો પ્રદાન કરે છે જે સારી બચત સાથે ઉત્તમ કામગીરી સુનિશ્ચિત કરે છે. S-CNG વ્હીકલ્સની સુરક્ષાને સ્ટેનલેસ સ્ટીલના પાઈપ્સ અને જોઇન્ટ્સ સાથે આગળ વધારવામાં આવી છે જેથી સમગ્ર CNG સ્ટ્રક્ચરમાં કાટ અને કોઈપણ પ્રકારના લીકેજને ટાળી શકાય, શોર્ટ-સર્કિટને ખતમ કરવા માટે સંકલિત વાયર હાર્નેસનો ઉપયોગ કરવામાં આવે છે અને માઇક્રોસ્વિચ ખાતરી કરે છે કે વ્હીકલ બંધ છે અને CNG ફ્યુઅલ ભરવાની પ્રક્રિયા દરમિયાન સ્ટાર્ટ તો નથી થતું.