Upcoming IPOs: થઈ જાઓ તૈયાર! વધુ ત્રણ કંપની લાવી રહી છે આઈપીઓ, જાણો વિગત
Upcoming IPOs: થઈ જાઓ તૈયાર! વધુ ત્રણ કંપની લાવી રહી છે આઈપીઓ, જાણો વિગત
સેબીએ વધુ ત્રણ કંપનીને આઈપીઓ માટે આપી મંજૂરી
Upcoming IPOs: શ્રેષ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડ એક ઑર્ગેનિક ફૂડ પ્રોડક્ટ કંપની છે. જેમાં પ્રાઇવેટ ઇક્વિટી ફંડ પીપુલ કેપિટલ અને વેન્ચ કેપિટલ ફર્મ વેન્ચરઇસ્ટનું રોકાણ છે. કંપનીએ આઈપીઓ માટે જાન્યુઆરીમાં સેબી સમક્ષ અરજી દાખલ કરી હતી.
નવી દિલ્હી: આઈપીઓની દૌડમાં વધુ ત્રણ ભારતીય કંપનીઓ સામેલ થઈ ગઈ છે. સેબી તરફથી તાજેતરમાં શ્રેષ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સ લિમિડેટ (Sresta Natural Bioproducts Ltd) મૈની પ્રિસિશન પ્રોડક્ટ્સ લિમિટેડ (Maini Precision Products Ltd) અને કેમ્પસ એક્ટિવિયર લિમિડેટ (Campus Activewear Ltd)ના આઈપીઓને મંજૂરી મળી ગઈ છે. બીજી તરફ ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ (Uma Exports IPO open date) આગામી 28 માર્ચના રોજ ખુલશે. કંપની તરફથી આ માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી દીધી છે.
1) Sresta Natural Bioproducts IPO
શ્રેષ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડ એક ઑર્ગેનિક ફૂડ પ્રોડક્ટ કંપની છે. જેમાં પ્રાઇવેટ ઇક્વિટી ફંડ પીપુલ કેપિટલ અને વેન્ચ કેપિટલ ફર્મ વેન્ચરઇસ્ટનું રોકાણ છે. કંપનીએ આઈપીઓ માટે જાન્યુઆરીમાં સેબી સમક્ષ અરજી દાખલ કરી હતી.
કંપની 50 કરડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ લાવશે. બીજી તરફ ઑફર ફૉર સેલ હેઠળ Peepul Capital Fund III LLC અને Bio Fund જેવા રોકાણકારો 70.3 લાખ ઇક્વિટી શેરનું વેચાણ કરશે. કંપની આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ પોતાની વર્કિંગ કેપિટલનીજ રૂરિયાતને પૂર્ણ કરવા માટે કરશે. કંપની આ રકમનો ઉપયોગ કરીને દેવું પણ ચૂકવશે.
મૈની પ્રિસિશન પ્રોડક્ટ્સ પ્રોસેસ ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગનો બિઝનેસ કરે છે. કંપનીએ 2021માં આઈપીઓ માટે અરજી દાખલ કરી હતી. કંપની 150 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ લાવશે. જ્યારે 2.548 કરોડ શેર ઑફર ફૉર સેલ હેઠળ મૂકવામાં આવશે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા માટે કરશે.
3) Campus Activewear IPO
કેમ્પસ એક્ટિવિયરના આઈપીઓની વાત કરીએ તો કંપનીએ ડિસેમ્બરમાં આ માટે અરજી કરી હતી. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હશે. કેમ્પસ એક્ટિવિયરનો દાવો છે કે તે ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ અને એથિલિસ્યોર અને ફૂટવેર કંપની છે. કેમ્પસ બ્રાન્ડ દેશમાં 2005માં લોંચ થઈ હતી.
ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ ( Uma Exports IPO open date) આગામી 28 માર્ચના રોજ ખુલશે. કંપની તરફથી આ માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ 65-68 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Uma Exports price band) નક્કી કરી છે. કંપનીએ ઇશ્યૂ ખુલવાની તારીખ અંગે પહેલા જ જાણકારી આપી હતી. કંપનીના શેરનું લિસ્ટિંગ (Uma Exports listing date) 7મી એપ્રિલના રોજ થઈ શકે છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર