બાળકોના નામે જમા કરો રૂ. 5000, 15 વર્ષ બાદ મળશે 30 લાખ, જાણો આ રીતે

પ્રતીકાત્મક તસવીર

આજના સમયમાં બાળકોના ભણતરનો ખર્ચો દિવસેને દિવસે વધી રહ્યો છે.

  • Share this:
આજના સમયમાં બાળકોના ભણતરનો ખર્ચો દિવસેને દિવસે વધી રહ્યો છે. આવનારા સમયમાં આ ખર્ચ વધી પણ શકે છે. મોંઘવારીના સમયમાં પેરેન્ટ્સ માટે ભણતરનો ખર્ચો કરવો ખૂબ જ મુશ્કેલ થવા લાગ્યો છે. પરેન્ટ્સ હવે બચત યોજનાઓમાં રોકાણ કરવા લાગ્યા છે. જો તમે પણ તમારા બાળકો માટે રોકાણ માટેની યોજના બનાવી રહ્યા છો, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં ઓછુ રોકાણ કરીને તમે વધુ રકમ મેળવી શકો છો.

બાળકો માટે મ્યુચ્યુઅલ ફંડ

બાળકો માટે અનેક ફંડ હાઉસ છે, જે તમને મ્યુચ્યુઅલ ફંડની ઓફર કરી શકે છે. HDFC, SBI, એક્સિસ બેન્ક, ICICI પ્રૂડેન્શિયલ, TATA અને UTI જેવા ફંડ્સના ચિલ્ડ્રન પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લાન હેઠળ 15થી 20 વર્ષમાં વાર્ષિક 12 થી 15 ટકાનું શાનદાર રિટર્ન મળ્યું છે. પેરેન્ટ્સ બીજા મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરીને રિટર્ન મેળવી શકે છે. જો તમે બાળકો માટે SIP કરો છો તો તમારે ઓછામાં ઓછુ 15 વર્ષ માટે રોકાણ કરવાનું રહેશે.

HDFC ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ

HDFC ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ પ્લાન 2 માર્ચ 2001ના રોજ લોન્ચ થયો હતો. લોન્ચ થયા બાદ રિટર્ન 16.12 ટકા સુધી રહ્યું. આ પ્લાનમાં માસિક રૂ. 5000 SIPની વેલ્યૂ 15 વર્ષમાં રૂ. 30 લાખ થઈ જશે.

સુરતમાં ઓક્સિજન માટે દબંગગીરી: હજીરાથી અન્ય રાજ્યમાં જતા ટેન્કરો અટકાવીને શહેરનાં દર્દીઓ માટે મોકલાયા

ICICI પ્રૂડેન્શિયલ ચાઈલ્ડ કેર ફંડ

ICICI પ્રૂડેન્શિયલ ચાઈલ્ડ કેર ફંડ પ્લાન 31 ઓગસ્ટ 2001ના રોજ લોન્ચ થયો હતો. લોન્ચ થયા બાદથી આ પ્લાનમાં 15.48% રિટર્ન આપવામાં આવે છે. આ પ્લાનમાં માસિક રૂ. 5000 SIPની વેલ્યૂ 15 વર્ષમાં રૂ. 24 લાખ થઈ જશે.

રાજકોટ: 'હું જાનકી બોલુ છું, મળવું છે', હનીટ્રેપમાં ફસાવવા જતી ગેંગનો ખેડૂતે ટ્રિકથી કર્યો પર્દાફાશ

SBI મૈગ્નમ ચિલ્ડ્રન્સ બેનેફિટ ફંડ

SBI મૈગ્નમ ચિલ્ડ્રન્સ બેનેફિટ ફંડ પ્લાન 21 ફેબ્રુઆરી 2002ના રોજ લોન્ચ થયો હતો. આ પ્લાન લોન્ચ થયા બાદ તેમાં 10.36% રિટર્ન આપવામાં આવે છે. આ પ્લાનમાં માસિક રૂ.5000 SIPની વેલ્યૂ 15 વર્ષમાં રૂ. 20 લાખ થઈ જશે.
First published: