Stock Market Update: છેલ્લા કેટલાક સેશનથી ભારતીય બજાર પોતાના 52 વીકના લોથી રિકવરી થતા નજરે આવી રહ્યા છે. હજુ બે મહિના પહેલા જૂનમાં જ 50 હજારની સપાટીએ પહોંચી ગયેલો સેન્સેક્સ ઓગસ્ટની શરુઆથી જ સતત રિકવરી મોડમાં છે. માર્કેટ નિષ્ણાતો આશા સેવી રહ્યા છે કે આ રિકવરી હજુ પણ કેટલાક દિવસો સુધી સતત ચાલુ રહેશે. ત્યારે આવો જાણીએ Wright Researchના સોનમ શ્રીવાસ્તવ શું માને છે માર્કેટના પ્રદર્શન અંગે.
મુંબઈઃ મહામારી બાદ શેરબજાર ખૂબ જ ઝડપથી વધ્યા પછી વર્ષ 2022ની પહેલા છ મહિનામાં માર્કેટમાં ખૂબ જ કરેક્શન આવ્યું હતું અને જાન્યુઆરી 2022ના 61 હજારથી વધુના સ્તરથી જૂન 2022 સુધીમાં 50 હજારના સ્તરે માર્કેટ આવી ગયું હતું. જે બાદ ફરી એકવાર માર્કેટમાં રિકવરી જોવા મળી રહી છે અને સેન્સેક્સ 54 હજારની આસપાસ પહોંચી ગયો છે. નિષ્ણાતો માને છે કે હવે ઉતાર ચઢાવવાળા માર્કેટનો સમય પૂરો થઈ ગયો છે અને માર્કેટ હવે સ્ટેડી રીતે આગળ વધશે. આમ વર્ષ 2022ના પહેલા 6 મહિનાની તુલનામાં બીજા 6 મહિના વધુ સારા રહેશે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો આવી રહ્યો છે, વરસાદ પણ આ વર્ષે સારો રહ્યો છે. તો મોંઘવારીની ગાડીને પણ હવે ધીમે ધીમે બ્રેક લાગી રહી છે. આ સાથે તહેવારોની સીઝન પણ શરું થઈ છે. આ બધુ મળીને બજાર માટે એક ખુશનુમા મહોલ તૈયાર કરશે. આ અંગે વાત કરતા Wright Researchના ફાઉન્ડર સોનમ શ્રીવાસ્તવે અમારા સહયોગી મનીકંટ્રોલ સાથે વાતચીત કરતા કહ્યું કે અત્યારે ઈકોનોમી માટે ફક્ત બે જ જોખમો છે એક છે ગ્લોબલ મોંઘવારી અને બીજુ જિયોપોલિટકિલ તણાવ, આ બેને બાદ કરતા બજાર હવે સતત રીકવરી મોડમાં રહે તેવું લાગે છે.
સોમન શ્રીવાસ્તવે આરબીઆઈની નાણા પોલિસી અંગે વાત કરતા કહ્યું કે, દેશની કેન્દ્રીય બેંકે વર્તમાન પરિસ્થિતિઓને જોતા પોતાના પોલિસી દરમાં 0.50 ટકાનો વધારો કરવાનો અને આર્થિક નીતિમાં થોડીક કડકાઈ લાવવાનો નિર્ણય કર્યો છે, જે એક યોગ્ય નિર્ણય છે. જોકે કાચા તેલની કિંમતોમાં ઘટાડો અને મોંઘવારીના ઘટવા સાથે આર્થિક સ્થિતિઓમાં સુધારનો સંકેત નજર આવી રહ્યો છે. જોકે તેમ છતા આરબીઆઈએ ગ્લોબલ સ્થિતિઓને જોતા સતર્કતાનો રસ્તો અપનાવ્યો છે.
આરબીઆઈ અમેરિકા અને ભારત વચ્ચે વ્યાજ દરના અંતરને ભરવાનો પ્રાયસ કરી રહ્યું છે. તેમણે આ વાતચીત દરમિયાન આગળ કહ્યું કે, હવે ભારતનો પોલિસી રેટ કોવિડ પૂર્વ સ્થિતિમાં પહોંચી ગયો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે હવે તેમનું આગામી પગલું ઈકોનોમીના મુખ્ય આંકડાઓ પર નિર્ભર કરશે. તેવામાં આપણે કહી શકીએ છીએ કે આરબીઆઈ આગળ અમેરિકાના મોંઘવારીના આંકડા અને યુએસ ફેડના પગલે પગલે ચાલીને નિર્ણય લઈ શકે છે. જો અમેરિકામાં સ્થિતિ સામાન્ય થતી દેખાશે તો ભારતમાં વ્યાજદરોમાં વધારો અટકતો દેખાશે.જો આવું નહીં થાય તો વ્યાજ દરોમાં વધારો સતત ચાલુ રહેશે.
બજારની આગળની શક્યતાઓ પર વાત કરતા તેમણે કહ્યું કે બજાર સેન્ટિમેન્ટના આધારે ચાલે છે. કોમોડિટીની કિંમતોમાં ઘટાડો અને મોંઘવારી દરમાં ઘટાડા સાથે રોકાણકાર અર્થતંત્રમાં રિકવરી આવશે તેવી આશા સેવી રહ્યા છે અને ફરી ઈક્વિટી બજાર તરફ વળી રહ્યા છે. જોકે વર્તમાન જિયોપોલિટિકલ તણાવ અને વૈશ્વિક મંદીના ડરને કારણે આપણે પૂર્ણ રુપે મુશ્કેલીઓથી પાર થયા છે એમ કહી શકાય નહીં. જોકે સ્થિતિઓ એક સારા ફેરફાર તરફ સંકેત જરુર કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય બજાર પોતાના 52 વીકના લોથી રિકવરી કરતા નજર આવે છે અને તે રિકવરી હજુ પણ કેટલાક દિવસ ચાલુ જ રહી શકે છે.
તેમણે આગળ કહ્યું કે, ઓટો સેક્ટરમાં હજુ સુધી આવેલી જોરદાર તેજી અને આગળની શક્યતાઓ જોતા લાગે છે કે અત્યાર સુધીમાં શાનદાર તેજી રહી છે. મોટી ઓટો કંપનીઓ દ્વારા મોટા કેપેક્સની જાહેરાત બાદ આગળ આવનારા તહેવારોની સીઝન ઓટો સેક્ટરમાં તેજી જાળવી રાખી શકે છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું જરુર છે કે આ સેક્ટરમાં પહેલાથી જ ઘણી તેજી છે જેથી આગળ થોડા કરેક્શનની પણ શક્યતા છે. સાથે તેમણે કહ્યું કે ઓટો સેક્ટરને લઈને તેમનું વલણ પોઝિટિવ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર