સ્ટાર્ટઅપને ગુગલ, ફેસબુક જેવી કંપનીઓમાં ફેરવવા માટે સેબી કરી રહ્યું છે મોટી તૈયારી, જાણો બધી વિગત

ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મને સરળ બનાવવામાં આવ્યું છે

ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મને સરળ બનાવવામાં આવ્યું છે

  • Share this:
નવી દિલ્હી : સેબી ભારતમાં અમેરિકા સ્ટોક એક્સચેન્જ ‘નેસ્ડેક’ જેવા પ્લેટફોર્મની શરૂઆત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ‘નેસ્ડેક’ દ્વારા ગુગલ, ફેસબુક, એપલ, એમેઝોન અને નેટફ્લિક્સ જેવી કંપનીઓને સ્ટાર્ટઅપ દરમ્યાન ખૂબ જ મદદ કરવામાં આવી હતી. જેનું નામ અત્યારે જાણીતી કંપનીઓમાં ગણવામાં આવે છે. સેબી આઈજીપી દ્વારા ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓને મદદ કરવાનું વિચારી રહી છે. ‘નેસ્ડેક’ દ્વારા સ્ટાર્ટઅપ કંપનીઓને મદદ કરવામાં આવે છે, જેનાથી સ્ટાર્ટઅપ કંપનીઓને બજારમાંથી ફંડ એકત્રિત કરવામાં સરળતા રહે છે.

સ્ટાર્ટઅપ કંપની દ્વારા IPO લોન્ચ થશે

ભારતમાં અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ જેમકે, ઝોમેટો, ડેલીવેરી અને નાયકા IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મને સરળ બનાવવામાં આવ્યું છે.

સેબી દ્વારા સ્ટાર્ટઅપની સુવિધા

સ્ટાર્ટઅપ કંપનીઓને યોગ્ય રોકાણ મળી રહે તે હેતુથી, પ્રી ઈ-ઈશ્યૂ હોલ્ડિંગ સમયગાળો 2 વર્ષથી ઘટાડીને 1 વર્ષનો કરવામાં આવ્યો છે. પ્રી ઈ-ઈશ્યૂ હોલ્ડિંગ અને પ્રી ઈ-ઈશ્યૂ કેપિટલ માત્ર 10 ટકા હતી, જેને વધારીને 25 ટકા સુધીની કરવામાં આવી છે. સેબી દ્વારા જાહેર કરવામાં આવેલ નવા નિયમ અનુસાર IPO લોન્ચ કરતી કંપની 60 ટકા સુધીના રોકાણકાર મેળવી શકે છે. જેનો લોકઈન પીરિયડ 30 દિવસનો રહેશે.

આ પણ વાંચો - 1 એપ્રિલથી બોટલવાળું પાણી વેચવું થશે મુશ્કેલ, આપવું પડશે આ સર્ટિફિકેટ!

સ્ટોક એક્સચેન્જના મેઈન બોર્ડમાં શામેલ થઈ શકે છે

જો સ્ટાર્ટઅપ કંપનીને ફાયદો નથી થયો, તો તેમનો 50 ટકાથી વધુનો હિસ્સો ક્વોલિફાઈડ ઈંસ્ટીટ્યુશનલ બાયર્સ પાસે હશે, તો તે સ્ટાર્ટઅપ કંપની સ્ટોક એક્સચેન્જના મેઈન બોર્ડમાં શામેલ થઈ શકે છે. આ નિયમમાં 75 ટકાથી ઘટાડીને 50 ટકાની મર્યાદા કરવામાં આવી છે. સેબી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઈનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓના ટેકઓવર માટે 49 ટકા માટે ઓપન ઓફર લાવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભારતની ટેક સ્ટાર્ટઅપ કંપનીઓ જેમ કે મેક માય ટ્રીપ અને યાત્રા નેસ્ડેકમાં લિસ્ટેડ છે. તે રીતે જ ભારતમાં પણ સ્ટાર્ટઅપ્સને આ રીતે મદદ કરવામાં આવશે. જેથી કરીને સ્ટાર્ટઅપ કંપનીઓ સરળતાથી ફંડ મેળવી શકે.
First published: