સ્ટાર્ટઅપના લિસ્ટિંગ નિયમોમાં SEBIએ કર્યા મહત્વના ફેરફાર, જાણો હવે કેટલું સરળ રહેશે લિસ્ટિંગ કરાવવું

સ્ટાર્ટઅપના લિસ્ટિંગ નિયમોમાં SEBIએ કર્યા મહત્વના ફેરફાર, જાણો હવે કેટલું સરળ રહેશે લિસ્ટિંગ કરાવવું

 • Share this:
  નવી દિલ્લી:  માર્કેટ રેગ્યુલેટર SEBIએ સ્ટાર્ટ અપ લિસ્ટિંગના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. વધુને વધુ સ્ટાર્ટઅપના લિસ્ટિંગને પ્રોત્સાહન આપી શકાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. સેબીએ પ્રિ-કેપિટલ ઇસ્યુના હોલ્ડિંગ પીરિયડને ઓછો કરવાની સાથે અનેક પગલાં લીધા છે. ઇનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મ પર સ્ટાર્ટઅપના લિસ્ટિંગના ફ્રેમવર્કમાં ફેરફાર કર્યા છે. સેબીએ બે નોટિફિકેશન દ્વારા આ જાહેરાત કરી છે. ગત માર્ચ મહિનામાં જ સેબીના બોર્ડે આ મામલે મંજૂરી આપી દીધી હતી.

  આ સાથે જ સેબીએ ડીલિસ્ટિંગના નિયમોને પણ સરળ કરી નાખ્યા છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના માઈગ્રેશનની ગાઈડલાઈનમાં પણ છૂટછાટ આપી છે. આ નિર્ણય સ્ટાર્ટઅપના ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપવા લેવાયો છે.  સમયમર્યાદા 2 વર્ષથી ઘટાડી 1 વર્ષ કરાઈ

  સ્ટાર્ટઅપ નિયમોને સરળ કરવા 25 ટકા પ્રિ ઇસ્યુ કેપિટલ હોલ્ડિંગની સમયમર્યાદાને બે વર્ષથી ઘટાડી 1 વર્ષ કરી દેવાઈ છે. સેબીએ કહ્યું છે કે, IGP પરની ઇશ્યુઅર કંપનીને પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરતા પહેલા તેના ઇશ્યૂ કદના 60 ટકા યોગ્ય રોકાણકારોને ફાળવવાની મંજૂરી રહેશે. આવા શેર માટેનો લોક ઇન સમયગાળો 30 દિવસનો રહેશે. પરંતુ તે સ્પેસીફાઇડ સિક્યુરિટીઝનો ભાવ બીજા રોકાણકારોને અપાયેલા શેરથી ઓછો નહીં હોય તેવી શરત રાખવામાં આવી છે. આ સાથે યોગ્ય રોકાણકાર ઓછામાં ઓછા રૂ. 50 લાખની સિક્યોરિટીઝ માટે અરજી કરી શકશે. હવે કોઈ પણ કંપની મનસ્વી રીતે રોકાણકારોને શેર ફાળવી શકશે નહીં.

  IGP ફ્રેમવર્ક હેઠળ કોને છે લિસ્ટિંગની મંજૂરી?

  જેમ સામાન્ય કંપનીઓની જેમ પ્રમોટરો અને સ્થાપકોના સુપિરિયલ વોટિંગ રાઈટ ઇક્વિટી શેર ધરાવે છે, તેવી રીતે સ્ટાર્ટઅપ્સ કંપનીઓ આઇજીપી ફ્રેમવર્ક હેઠળ સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપવામાં આવશે.

  આ સાથે જ ઓપન ઓફરના થ્રેસહોલ્ડને 25 ટકાથી વધારી 49 ટકા કરી દેવાયા છે. SEBIનું કહેવું છે કે, IGP પ્લેટફોર્મ પર જે કંપનીઓની સિક્યુરિટીઝ ટ્રેડ કરતી હોય તેઓ ઈચ્છે તો IPO લોન્ચ કરવાની સ્થિતિમાં આ પ્લેટફોર્મથી એક્ઝિટ થઈ શકે છે. પરંતુ આવુ કરવા કંપનીને પોતાના બોર્ડ ઓફ ડાયરેકટરની મંજૂરી લેવી પડશે. સેબીએ જણાવ્યું હતું કે, આ એક્ઝિટ માટે કંપનીના શેરહોલ્ડરોની મંજૂરીની જરૂર રહેશે અને આ માટે ખાસ પોસ્ટ બેલેટ અથવા ઇ-વોટિંગ દ્વારા સ્પેશીયલ રિઝોલ્યુશન પાસ કરવું પડશે.

  ડિલિસ્ટિંગ ક્યારે સફળ ગણાશે?

  જ્યારે કંપનીના પ્રમોટરો કુલ જાહેર કરેલા શેરમાંથી 75 ટકા શેર સ્વીકારે લેશે અથવા ખરીદશે ત્યારે ડિલિસ્ટિંગ સફળ માનવામાં આવશે તેવું સેબીનું કહેવું છે. પબ્લિક શેરહોલ્ડર્સ પાસે પડેલા ઓછામાં ઓછા 50 ટકા શેર ટેન્ડર કરશે અને સ્વીકાર કરી લેવાશે. એકંદરે પ્રમોટર્સે પબ્લિકને અપાયેલા 50 ટકા શેર ખરીદવા પડશે. સેબીના નોટિફિકેશન મુજબ નવા નિયમ 5 મે 2021થી અમલમાં આવી ગયા છે.
  Published by:kuldipsinh barot
  First published:May 08, 2021, 18:35 pm

  ટૉપ ન્યૂઝ