SEBI આ નિયમોમાં કરી શકે છે ફેરફાર, Start-ups અને કંપનીઓને થઈ શકે છે ફાયદો

SEBI આ નિયમોમાં કરી શકે છે ફેરફાર, Start-ups અને કંપનીઓને થઈ શકે છે ફાયદો
Start-ups માટે પબ્લિક ઈશ્યૂ લૉન્ચ કરવાનું સરળ બનાવી શકે છે SEBI, મીટિંગમાં લઈ શકે છે મોટા નિર્ણય

Start-ups માટે પબ્લિક ઈશ્યૂ લૉન્ચ કરવાનું સરળ બનાવી શકે છે SEBI, મીટિંગમાં લઈ શકે છે મોટા નિર્ણય

  • Share this:
નવી દિલ્હી. સેબી (SEBI) ટૂંક સમયમાં સ્ટાર્ટઅપ્સ (Start-ups) અને આઈપીઓ (IOP) સહિ‌તની વ્યવસ્થા માટે નવા નિયમોની જાહેરાત કરી શકે છે. સ્ટાર્ટઅપની શરૂઆત અને પ્રારંભિક તબક્કાના રોકાણોને એક્ઝિટ વિન્ડોઝ (Exit Windows) માટેની વ્યવસ્થામાં સુધારો થઈ શકે છે. આ ઉપરાંત કંપનીઓની ડિલિસ્ટિંગ પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સને પ્રોત્સાહિત કરવા કંપનીઓની ડિલિસ્ટિંગ પ્રક્રિયા માટેના નિયમોમાં ફેરફાર થશે. ‘ઇકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ આજે સેબીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે.



આ પણ વાંચો, ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે ટી20 સીરીઝ! પાકિસ્તાની મીડિયાનો મોટો દાવો

આ ફેરફાર થઈ શકે છે

મળતી માહિતી મુજબ, આજે મળનારી બેઠકમાં સેબી કંપનીઓના ડિલિસ્ટિંગમાં સ્વતંત્ર ડાયરેક્ટર્સના બહોળા રોલને લીલીઝંડી આપી શકે છે. આ ઉપરાંત કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત બનાવવા એલઓઆરડીના નિયમોમાં પણ સંશોધન કરી શકે છે. જેથી લિસ્ટેડ કંપનીઓમાં ગવર્નન્સમાં સુધારો થઇ શકે.

સ્ટાર્ટઅપ માટે થઈ શકે આ બદલાવ

સ્ટાર્ટઅપમાં 25 ટકા કે તેથી વધુ હિસ્સો ધરાવતા રોકાણકારો માટે, સેબી શેરહોલ્ડિંગ સમયમર્યાદા ઘટાડીને એક વર્ષ કરી શકે છે. અત્યાર સુધી આ સમયગાળો 2 વર્ષનો હતો. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ ડિલ માટે ઓપન ઓફર જાહેર કરવા પ્રોત્સાહન આપી શકાય છે. પબ્લિક ઇશ્યુ દરમિયાન એન્કર ઈન્વેસ્ટરને વધુ શેર ફાળવવાની સાથે પ્રમોટરો અને મૂળ રોકાણકારોને વિશેષ અધિકાર આપી શકે છે.

આ પણ વાંચો, Petrol-Diesel Price: સતત બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આજે કેટલો છે ભાવ



જાણો સેબીનો પ્લાન

SEBIનો પ્લાન છે કે, પબ્લિક ઈશ્યુ લાવનારી જે કંપની કે સ્ટાર્ટઅપ આઈજીપી પર લિસ્ટ થશે તે કંપની કે સ્ટાર્ટઅપના પ્રમોટરને ડીવીઆર અથવા સુપિરિયર વોટિંગ રાઈટ આપવામાં આવશે. પ્રમોટરોને ડીવીઆર શેર ફાળવવાનું મોટું પગલું લેવાશે. જેથી લિસ્ટિંગ બાદ પણ સ્ટાર્ટઅપ પર તેના ફાઉન્ડરનું ઇન્ફ્લ્યુન્સ રહે.
Published by:News18 Gujarati
First published:March 25, 2021, 13:09 pm

ટૉપ ન્યૂઝ