અદાણી ગ્રૂપને ફટકો, SEBIએ અદાણી વિલ્મરના આઈપીઓ પર લગાવી રોક, જાણો કારણ

ગૌતમ અદાણી (ફોટો ક્રેડિટ- Reuters)

Adani Wilmar IPO- અદાણી વિલ્મર 4500 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાનું હતું પણ હાલ આ યોજના પર બ્રેક વાગી ગઈ છે

 • Share this:
  નવી દિલ્હી : દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani)આગેવાનવાળા અદાણી ગ્રૂપને (Adani Group)મોટા ઝટકો લાગ્યો છે. દેશના માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબીએ (SEBI)અદાણી ગ્રૂપની એક કંપની અદાણી વિલ્મરના (Adani Wilmar)આઈપીઓ પર રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મર એડિબલ આઈલ બ્રાન્ડ ફોર્ચ્યૂન (Fortune) બનાવે છે.

  આ મામલાની જાણકારી રાખનાર એક વ્યક્તિએ જણાવ્યું કે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprises)સામે ચાલી રહેલ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટની તપાસના કારણે સેબીએ આ પગલું ભર્યું છે. અદાણી વિલ્મર 4500 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાનું હતું પણ હાલ આ યોજના પર બ્રેક લાગી ગયો છે. અદાણી વિલ્મરમાં અદાણી એન્ટરપ્રાઇઝની 50 ટકા ભાગીદારી છે.

  આ પણ વાંચો - શા માટે માંગવામાં આવે છે કેન્સલ ચેક? જાણો તેની સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ

  અદાણી એન્ટરપ્રાઇઝ સામે તપાસ બની રોકનું કારણ

  સેબીની પોલિસી પ્રમાણે આઈપીઓ માટે અરજી કરનાર કંપની સામે કોઇ ડિપાર્ટમેન્ટમાં તપાસ ચાલી રહી હોય તો તેની સામે આઈપીઓને 90 દિવસો સુધી મંજૂરી આપી શકાય નહીં. આ પછી પણ 45 દિવસો માટે ટાળવામાં આવી શકે છે. આ મામલાની જાણકારી રાખનાર સૂત્રએ જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઇસસ મોરિશસમાં રજિસ્ટર્ડ કેટલાક ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટના કારણે તપાસના ઘેરામાં છે. સેબીને હજુ મોરિશસના રેગુલેટરથી કોઇ જાણકારી મળી શકી નથી.

  આ પહેલા જૂનમાં પણ સેબીએ લો કોસ્ટ એરલાઇન ગો ફર્સ્ટના (GoFirst) આઈપીઓ ઉપર પણ રોક લગાવી દીધી હતી કારણ કે તેના પ્રમોટર સામે તપાસ ચાલી રહી હતી.
  Published by:Ashish Goyal
  First published: