મુંબઈ: વધુ આઠ કંપનીઓ આઈપીઓ (Upcoming IPOs) લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓને આઈપીઓ લાવવા માટે સેબી (SEBI)ની મંજૂરી મળી ગઈ છે. બીજી તરફ Inox Green Energy Services તરફથી આઈપીઓને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. કંપનીએ પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે સેબી સમક્ષ જમા કરાવેલા ડ્રાફ્ટ પેપર પરત લઈ લીધા છે. આઈપીઓ લાવવાની તૈયારી કરનારી આ કંપનીઓમાં લાઇફસ્ટાઇલ ઉત્પાદનો સાથે જોડાયેલી ફેબઇન્ડિયા (FabIndia), ખાસ પ્રકારનું રસાયણ બનાવનારી એથર ઇન્ડસ્ટ્રીઝ (Aether Industries), સિરમા એસજીએસ ટેક્લોનોજી, (Syrma SGS Technology), એશિયાનેટ સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ (Asianet Satellite Communications), સનાથન ટેક્સટાઇલ (Sanathan Textiles), કેપિલરી ટેક્નોલોજીસ (Capillary Technologies), હર્ષા એન્જીનિયર્સ, (Harsha Engineers) અને ઇન્ફીનિયમ બાયોફાર્મા (Infinion Biopharma)ના નામ સામેલ છે.
ફેબઇન્ડિયા
ફેબઇન્ડિયાએ આ વર્ષે જાન્યુઆરીમાં આઈપીઓ માટે અરજી દાખલ કરી હતી. ફેબઇન્ડિયા લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા ઉત્પાદનો બનાવે છે. આ આઈપીઓમાં 500 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે. આ ઉપરાંત ઑફર ફૉર સેલ અંતર્ગત પણ કંપનીના વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ પોતાનો હિસ્સો ઓછો કરશે. કંપનીનું પ્રમોટર ગ્રુપ પ્રેમજી ઇન્વેસ્ટ, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિડેટ, નિલેકણિ પરિવાર, કોટલ ઇન્ડિયા એડવાન્ટેઝ ફંડ વગેરે પોતાનો હિસ્સો વેચશે.
કેપિલરી ટેક્નોલોજીસ
કેપિલરી ટેક્નલોજડીસ ઇન્ડિયા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ ક્લાઉડ નેટિવ સૉફ્ટવેર-એસ-એ-સોલ્યૂશન (SAAS) પ્રોડક્ટ્સ અને સૉલ્યૂશન્સ પૂરી પાડતી કંપની છે. કંપની આઈપીઓ મારફતે 850 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. જેમાં 200 કરોડનો ફ્રેશ ઇશ્યૂ હશે, જ્યારે વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ 650 કરોડ રૂપિાયના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે. કંપની આ રકમનો ઉપયોગ પ્રોડક્ટના વિકાસ, ટેક્નોલોજીને વધારે આધુનિક બનાવવા તેમજ સામાન્ય કોર્પોરેટ ઉદેશ્યો પૂર્ણ કરવા માટે કરશે.
હર્ષા એન્જીનિર્સ ઇન્ટરનેશનલને પણ સેબીએ આઈપીઓ માટે મંજૂરી આપી દીધી છે. કંપની ઈશ્યૂ મારફતે 755 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. આઈપીઓમાં 455 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે, જ્યારે વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ 300 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે. આ આઈપીઓથી મળનારી 270 કરોડ રૂપિયાની રકમ કંપની દેવું ચૂકવવા માટે, 77.95 કરોડ રૂપિાયનો ઉપયોગ કંપની તરફથી ખરીદવામાં આવેલી મશીનરીની ચૂકવણી કરવા માટે, 7.12 કરોડ રૂપિયાનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા સમારકામ અને નવા કામો માટે થશે.
એથર ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત 2013ના વર્ષમાં R&D યૂનિટ તરીકે થઈ હતી. વર્ષ 2017માં કંપનીએ કોમર્શિયલ પ્રોડક્ટ્સ શરૂ કરી હતી. કંપની ફાર્મા, એગ્રી કેમિકલ, મટિરિયલ સાયન્સ, ઇલેક્ટ્રોનિક કેમિકલ, હાઇ પરફોર્મન્સ ફોટોગ્રાફી અને ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટમાં કામ કરે છે. હાલ કંપનીની ક્ષમતા 4000 મેટ્રિક ટનથી વધારે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીની યોજના આઈપીઓ મારફતે 800થી 1000 કરોડ રૂપિયા એકઠા કરવાની છે.
આ તમામ કંપનીઓ NSE અને BSE પર લિસ્ટ થશે. આ તમામ કંપનીઓએ ડિસેમ્બર, 2021થી ફેબ્રુઆરી, 2022 દરમિયાન આઈપીઓ માટે અરજી કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર