Home /News /business /મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને 7 દિવસમાં ડિવિડન્ડ મળશે, મોડું થવા પર 15%ના દરે વ્યાજ પણ મળશે
મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને 7 દિવસમાં ડિવિડન્ડ મળશે, મોડું થવા પર 15%ના દરે વ્યાજ પણ મળશે
નવા નિયમ મુજબ ડિવિડન્ડની ચુકવણી સમય મર્યાદા 15 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવામાં આવી છે.
સેબીએ એક પત્રમાં જણાવ્યું કે નવા નિયમ મુજબ ડિવિડન્ડ ચુકવણી 15 ને બદલે 7 કામકાજના દિવસોમાં કરી દેવાની રહેશે. સમયસર ચુકવણી ન કરવા પર 15% જેટલું વ્યાજ પણ આપવું પડશે.
નવી દિલ્હીઃભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ 25 નવેમ્બરે એક પરીપત્ર જાહેર કરીને મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને રેકોર્ડ તારીખથી સાત દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવા અંગે કહ્યું છે. સેબીએ વધુમાં જણાવ્યું છે કે, ડિવિડન્ડની ચુકવણીના હેતુ માટેની રેકોર્ડ તારીખ જાહેર સૂચનાની તારીખથી બે કામકાજના દિવસોની હોવી જોઈએ.
આ પરિપત્રમાં સેબી જણાવે છે કે, નવા નિયમ મુજબ ડિવિડન્ડની ચુકવણી સમય મર્યાદા 15 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવામાં આવી છે. જેમાં 7 કાર્યકારી દિવસમાં ડિવિડન્ડ ચૂકવવાનું રહેશે.
આ સાથેજ યુનિટ વેહેંચાણ પછી રકમ ટ્રાન્સફર માટેની સમય મર્યાદા 10 દિવસ માંથી ઘટાડીને 3 દિવસ કરવામાં આવી છે. એટલેકે વહેચાણ પ્રક્રિયા પૂર્ણ કર્તાની સાથેજ તે દિવસથી લઈને 3 દિવસની અંદર રૂપિયા પરત કરી દેવાના રહેશે. આ સાથે જે યોજનામાં કુલ સંપત્તિની 80 રકમ જો વિદેશ સ્વીકાર્ય ઉત્પાદનમાં રોકાણ કરવામાં આવી છે તો તેના વહેંચાણ બાદ તેની રકમ 5 કાર્યકારી દિવસમાં મળવા પાત્ર બનશે.
જો મોડું થશે તો 15% વ્યાજ મળશે
સેબી સાથે વિચાર વિમર્શ કરીને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) અન્ય પરિસ્થિતિઓને ધ્યાને લઈને એક યાદી પ્રકાશિત કરશે, કે જેમાં નક્કી કરેલા સમયમાં રૂપિયા પરત કરવા અસમર્થ રહ્યા હોય. આ સાથે એ પણ જાણવાનું રહેશે કે કેટલો સમય રૂપિયા આપવામાં મોડું થયું છે. આ યાદી 30 દિવસમાં પ્રકાશિત કરવાની રહેશે. જો રૂપિયા પરત કરવામાં સમય લાગે છે તો ગ્રાહકોને 15% સુધીનું વ્યાજ મળવા પાત્ર રહે છે.
સેબી એ વધુમાં કહ્યું કે, આ વ્યાજની ચુકવણી અસેટ મેનેજમેન્ટ કંપનીએ કરવાનું રેહેશે અને તેનો સંપૂર્ણ રિપોર્ટ સેબીને આપવાનો રહેશે. સેબીએ 15 નવેમ્બરે આ દરેક નિયમોમાં ફેરફાર અંગે જાહેરાત કરી હતી. અગાઉ ફંડ હાઉસને 30 દિવસમાં ડિવિડન્ડ ચૂકવવાની અને 10 દિવસમાં રિડેમ્પશનની પ્રક્રિયા કરવાની છૂટ હતી.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર