Home /News /business /SEBI એ ગ્લોબલ રિસર્ચ સહિત આ ત્રણ વ્પક્તિઓ લગાવ્યો પ્રતિબંધ, હવે નહિ આપી શકે શેર બજારમાં રોકાણની સલાહ
SEBI એ ગ્લોબલ રિસર્ચ સહિત આ ત્રણ વ્પક્તિઓ લગાવ્યો પ્રતિબંધ, હવે નહિ આપી શકે શેર બજારમાં રોકાણની સલાહ
સેબીએ વૈશ્લિક રિસર્ચ સહિત અન્ય ત્રણ લોકો પર બે વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો
SEBI: માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ વૈશ્વિક રિસર્ચ અને 3 લોકો પર પ્રતિબંધ લગવવાનો નિર્ણય કર્યો છે. સિક્યોરિટી માર્કેટે આ બધા જ લોકોને આગામી 2 વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ વૈશ્વિક રિસર્ચ અને 3 લોકો પર પ્રતિબંધ લગવવાનો નિર્ણય કર્યો છે. સિક્યોરિટી માર્કેટે આ બધા જ લોકોને આગામી 2 વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. સેબીની નોટિસ પ્રમાણે, વૈશ્વિક રિસર્ચ અને આ 3 લોકો રેગ્યલેટર ઓથરાઈઝેશના અનધિકૃત સલાહ આપી રહી હતી. જાણકારી અનુસાર, ફરિયાદકર્તાએ સેબીને 14 ઓગસ્ટ 2018ના રોજ વૈશ્વિક રિસર્ચ અને આ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ સેબીએ આ નિર્ણય લીધો હતો. ફરિયાદના આધાર પર માર્કેટ રેગ્યુલેટર સેબીએ વૈશ્વિક રિસર્ચની પ્રવૃતિઓ પર નજર રાખી અને તપાસ કરી. જે પછી ઓગસ્ટ 2021ને કંપનીને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી.
પ્રમાણપત્ર વિના રોકાણની સલાહ આપી રહ્યા હતા
રેગ્યુલેટરને જાણ થઈ કે, ગ્લોબલ સર્ચ, પવન ભિસે, વિલાશ ભિસે અને અંશુમાન ભિસે રોકાણ એડવાઈઝરી પ્રવૃતિઓમાં સામેલ હતા અને આ બધાની પાસે માર્કેટ રેગ્યુલેટરની તરફથી રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર પણ ન હતું.
એપ્રિલ 2018થી લઈને માર્ચ 2019 સુધી આ લોકોએ રોકાણની સલાહ આપીને 43 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આ મામલે તપાસ બાદ સેબીએ આ બધા જ લોકો પર 2 વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે અને તેના ગ્રાહકોને સલાહ આપી કમાયેલા રૂપિયાને આગામી ત્રણ મહિના સુધી પરત કરવા આદેશ કર્યો છે.
આ ઉપરાંત સિક્યોરિટી માર્કેટે આ બધા જ લોકો પર આગામી 2 વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આ લોકો સિક્યોરિટી માર્કેટમાં આદેશ સુધી એક્સેસ કરી શકશે નહિ. આ ઉપરાંત આ બધા જ લોકો કોઈ લિસ્ટેડ કંપનીના સ્ટેકની સાથે મળીને પણ ટ્રેડિંગ કે રોકાણની સલાહ આપી શકતા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર