Home /News /business /શેર બાયબેકને લઈને સેબીએ લીધો મહત્વનો નિર્ણય, નવા નિયમોને આપી મંજૂરી
શેર બાયબેકને લઈને સેબીએ લીધો મહત્વનો નિર્ણય, નવા નિયમોને આપી મંજૂરી
બાયબેકના નવા નિયમોને મંજૂરી
સેબીએ બાયબેક નિયમોમાં બદલાવ માટે મંજૂરી આપી દીધી છે. જાણકારી અનુસાર, શેર બાયબેક તે સ્થિતિને કહે છે જ્યારે કંપની પોતાના રૂપિયા લગાવીને પોતાના જ શેર પાછા ખરીદે છે.
નવી દિલ્હીઃ જો તમે શેરબજારમાં રૂપિયા લગાવો છો, તો આ ખબર તમારા માટે બહુ જ કામની છે. કારણ કે, શેરબજારનું નિયમન કરતી અને રોકાણકારોને હિતોનું ધ્યાન રાખતી સેબી (Securities and Exchange Board of India ) ની બોર્ડ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શેર બાયબેકના નિયમ બદલાવા પર નિર્ણય થઈ ગયો છે.
સેબીના નિર્ણયો
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, સેબીએ બાયબેક નિયમોમાં બદલાવ માટે મંજૂરી આપી દીધી છે. જાણકારી અનુસાર, શેર બાયબેક તે સ્થિતિને કહે છે જ્યારે કંપની પોતાના રૂપિયા લગાવીને પોતાના જ શેર પાછા ખરીદે છે.
કંપની માને છે કે, બજારમાં શેરના ભાવ ઓછા મળી રહ્યા છે. શેર બાયબેકથી કંપનીનું ઈક્વિટી કેપિટલ ઘટી જાય છે.
સેબીએ એક્સચેન્જ રૂટ દ્વારા બાયબેકના નિયમોને હટાવી દીધા છે. એક્સચેન્જ દ્વારા રકમના ઉપયોગની મર્યાદાને પણ વધારી દેવામાં આવી છે. બાયબેક માટે રકમના ઉપયોગની મર્યાદા 75 ટકા કરી દેવામાં આવી છે. આ પહેલા આ મર્યાદા 50 ટકા હતી. બાયબેકને સમજાવવા માટે એક અલગ વિન્ડો બનાવવામાં આવશે. એક્સચેન્જમાં અલગ વિન્ડો હશે. બધા જ જૂના નિયમો તબક્કાવાર હટાવવામાં આવશે.