Home /News /business /Social Stock Exchange: સોશિયલ સ્ટોક એક્સચેન્જને મંજૂરી, જાણો કેવી રીતે મળશે કમાણીનો મોકો
Social Stock Exchange: સોશિયલ સ્ટોક એક્સચેન્જને મંજૂરી, જાણો કેવી રીતે મળશે કમાણીનો મોકો
BSE NSE બહુ સાંભળ્યું હશે પણ હવે દેશમાં SSE પણ ચાલું થશે.
Social Stock Exchange: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE)ને માર્કેટ રેગ્યુલેટર SEBI મારફત સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) સ્થાપિત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. હવે BSE, NSE ઉપરાંત SSEમાં પણ કમાણી કરી શકશો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) ને માર્કેટ રેગ્યુલેટર સેબી મારફત સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) સ્થાપિત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. NSEના એમડી અને સીઈઓ આશીષકુમાર ચૌહાણે કહ્યું કે, 'અમે NSE પર એક સેગમેન્ટ સ્વરુપે SSEને લોન્ચ કરવા પર કામ કરી રહ્યા છીએ.' તમને જણાવી દઈએ કે સોશિયલ સ્ટોક એક્સચેન્જને સરળ ભાષામાં સમજીએ તો, તે એક પ્રકારે સોશિયલ સેક્ટરમાં કામ કરતી જુદી જુદી સંસ્થાઓ અને સંગઠનોને બજારમાંથી ફંડ ભેગું કરવામાં મદદરુપ થશે. જેનો અર્થ છે કે હવે પ્રાઈવેટ કંપનીઓની જેમ સોશિયલ એન્ટરપ્રાઇઝિસ (NPO અને તેવી અન્ય સંસ્થાઓ) પણ પોતાને શેરબજારમાં લિસ્ટેડ કરી શકશે અને ફંડ ભેગું કરી શકશે.
SSE શું છે? પહેલીવાર નાણાં મંત્રી નિર્મલા સિતારમણે નાણાકીય વર્ષ 2019-20માં પોતાના બજેટ ભાષમાં SSEનો ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં SSEનો કોન્સેપ્ટ નવો છે. જેના માટેનું ફ્રેમવર્ક આ વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું, જે સેબીએ દ્વારા બનાવવામાં આવેલ એક વર્કિંગ ગ્રુપ અને ટેક્નિકલ ગ્રુપની ભલામણોના આધારે હતું. તેનો હેતુ પ્રાઈવેટ અને નોન પ્રોફિટ સેક્ટર્સને વધુ રુપિયા ભેગા કરવા માટે મોકો આપવાનો છે.
CNBC TV18 Hindi ના અહેવાલ મુજબ સેબીએ સોશિયલ સ્ટોક એક્સચેન્જ ( SSE) માટે ફ્રેમવર્ક 19 સપ્ટેમ્બરે રજૂ કર્યું હતું. ઈંગ્લેન્ડ, કેનેડા અને બ્રાઝિલ જેવા દેશોમાં પહેલાથી જ SSE કામ કરે છે. જે રીતે નફો કમાતી કંપનીઓ માટે સ્ટોક એક્સચેન્જ હોય છે. તેવી રીતે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન (NPO) માટે પણ SSE હોય છે. આ ઓર્ગેનાઇઝેશન્સમાં એનજીઓ પણ સામેલ છે.
જો કોઈ કંપની આ એક્સચેન્જ પર લિસ્ટ થવા માગે છે તો તેમણે પોતાનું રજિસ્ટ્રેશન પહેલા NPO તરીકે કરાવવું પશે. ભારતમાં હાલ લગભગ 31 લાખ એનપીઓ કાર્યરત છે. જેના કારણે દેશમાં આ એક્સચેન્જમાં ખૂબ જ તગડી શક્યતાઓ જોવામાં આવે છે.
સેબીએ 2020માં જ SSEને લઈને એક ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને SSE અંગે લોકો પાસેથી સૂચનો પણ માગ્યા હતા. સેબીએ આના માટે એક સમિતી પણ ગઠીત કરી હતી.
રોકાણકારોને શું ફાયદો
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે સોશિયલ સ્ટોક એક્સચેન્જ દ્વારા દેશના તમામ નાગરિકોને ફાયદો મળી શકે છે. આ રીતે એક ઈલેક્ટ્રોનિક ફંડ રેઝિંગ પ્લેટફોર્મ બનાવવાની યોજના છે. જેથી સમાજના ભલા માટે કામ કરતાં સંગઠનો અને ઓર્ગેનાઇઝેશન્સે કાયદેસર રીતે લિસ્ટ કરી શકાય અને ફંડ એકઠું કરી શકાય. જેનો અર્થ છે કે હવે એનજીઓના શેર્સનું સામાન્ય માણસ ખરીદ વેચાણ કરી શકશે. આ એક પ્રકારે શેરબજાર જેવું જ કામ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર