કુશળ કર્મચારીઓ પર લાગશે ગૂગલના સર્ટિફિકેટની મહોર: શું ભારતમાં આ પદ્ધતિ કામ કરશે?

ફાઇલ તસવીર.

ગૂગલે થોડા સમય પહેલા 'ગ્રો વીથ ગૂગલ' લોન્ચ કર્યું હતું. જેમાં કરિયર સર્ટિફિકેટ આપવામાં આવે છે. ખાસ કરીને ડેટા એનાલિટિક્સ જેવા કોર્ષમાં આ સર્ટિફિકેટ મળે છે.

 • Share this:
  નવી દિલ્હી: કોઈપણ કંપનીમાં કર્મચારીની ભરતી તેની ડીગ્રી સાથે આવડત કેટલી છે, તેને જાણ્યા બાદ કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટી કંપનીઓમાં આ પ્રકારે કર્મચારીને નોકરીએ રખાય છે. જોકે, હવે આ આ આખી પ્રોસેસમાં સરળતા રહે તે માટે ગૂગલ નવી પદ્ધતિ લાવવા જઇ રહ્યું છે.

  શું કરવા જઈ રહ્યું છે ગૂગલ?

  ગૂગલે થોડા સમય પહેલા 'ગ્રો વીથ ગૂગલ' લોન્ચ કર્યું હતું. જેમાં કરિયર સર્ટિફિકેટ આપવામાં આવે છે. ખાસ કરીને ડેટા એનાલિટિક્સ જેવા કોર્ષમાં આ સર્ટિફિકેટ મળે છે. આ માટે Coursera જેવી કંપની સાથે ગૂગલે જોડાણ કર્યું છે. 2018માં આઇટી સપોર્ટ માટેનું સર્ટિફિકેશન પણ લોન્ચ કરાયું હતું. જે કોર્ષ માટે દર મહિને 39 ડોલર ચૂકવવાના રહે છે. જોકે, એન્ડ્રોઇડ ડેવલપર્સના કોર્ષ માટે ટ્રેનિંગ મટિરીયલ ફ્રી છે. પરંતુ પરીક્ષા માટે 149 ડોલર જેટલી ફી ભરવી પડે છે.

  અમેરિકામાં ગૂગલ વિવિધ કંપનીઓ સાથે મળીને એક લાખ જેટલી સ્કોલરશીપ પણ આપે છે. આ દરમિયાન તાજેતરમાં ગૂગલની આ સેવાનો લાભ ઇન્ફોસીસ દ્વારા પણ લેવાયો હતો. અમેરિકામાં ગૂગલના સર્ટિફિકેટ ધરાવતા 500 કર્મચારીઓની ઇન્ફોસીસ દ્વારા ભરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત બેટર ડોટ કોમ પણ આ પ્રકારના 2000 કર્મચારીઓની ભરતી કરશે.

  અત્યાર સુધી તો સર્ટિફિકેટ આપવાની આ યોજના ગૂગલે અમેરિકા સહિતના દેશો સુધી સીમિત રાખી હતી. હવે આ પ્રકારની સુવિધા ભારતમાં પણ આપવામાં આવશે. તાજેતરમાં સુંદર પિચાઈએ એક બ્લોગમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે ભારતમાં સર્ટિફિકેટને વધુ સુગમ બનાવશું. એમ્પ્લોયર કન્સોર્ટિયમનું નિર્માણ કરીશું. મૂળ વાત એ છે કે, ડિગ્રીને બદલે કુશળતા ઉપર વધુ ભાર મૂકવામાં આવશે. જે ખૂબ જરૂરી છે.

  આ પણ વાંચો: માત્ર 10 હજાર રૂપિયાનું જ રોકાણ કરો અને મહિને લાખો રૂપિયા કમાવાની તક!

  ભારતને શું લાગેવળગે?

  ઉદ્યોગના દિગ્ગજોએ મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દેશમાં કંપનીઓ સામે સૌથી મોટો પડકાર કુશળ કર્મચારીઓનો છે. ગૂગલની આ સેવા ભારતમાં મળશે એટલે આ પડકારમાં ઘણા અંશે રાહત થશે. આંકડા મુજબ 6000 એન્જિનિયરિંગ અને ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓમાંથી દર વર્ષે 15 લાખ યુવાનો સ્નાતક થાય છે. પરંતુ તેના ત્રીજા ભાગના યુવાનો ને જ નોકરી મળે છે.

  ડીગ્રી અને કુશળતા વચ્ચે ઊભી થયેલી ખાઈ ખૂબ ઊંડી છે. દેશની પરંપરાગત શિક્ષણ પધ્ધતિ આ ખાઈ પુરવા સક્ષમ નથી. અત્યારે આઈ.ટી. ફર્મ દ્વારા કેમ્પસના માધ્યમથી સૌથી વધુ ભરતી થાય છે. પરંતુ કુશળ કર્મચારી શોધવા મુશ્કેલ પડે છે. મનીકંટ્રોલને હેકસાવેરના સીઈઓ એસ શ્રીક્રિષ્નાના કહ્યા મુજબ અત્યારે એવી સ્થિતિ છે કે, માંગ મુજબ કુશળ કર્મચારીઓ મળતા નથી. કલાઉડ અને ડેટા એનલિટિક્સ જેવી નવી ટેકનોલોજી માટે કુશળ કર્મચારીઓની ભરતી કંપનીઓને કરવી છે.

  આ પણ વાંચો: મહેસાણા: કેનેડા મોકલવાની લાલચ આપીને 6.5 કરોડ રૂપિયા ખંખેરી લેનારને પોલીસે જેલમાં મોકલ્યો!

  એજ્યુ ટેક પ્લેટફોર્મ સિમ્પલીઅર્નના સીઈઓ કૃષ્ણ કુમારે કહ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં કુશળ કર્મચારીઓની આ પ્રકારની માંગ ક્યારેય જોઈ નથી. 15000 કર્મચારીઓ હોય તેવી કંપનીમાં 150 જગ્યાઓ ટેકનોલોજી ક્ષેત્ર માટે હોય છે. કુશળ કર્મચારીઓ માટે પડેલો ગેપ પુરવા ઓનલાઈન કોર્સ કરાવનાર સંસ્થાઓ, એજ્યુ ટેક કંપનીઓ અને હવે ગૂગલ પણ પ્રયાસ કરી રહ્યું છે

  ગૂગલની અસર કેવી?

  ક્રિયા યુનિવર્સિટીના પ્રોફેશનલ લાર્નિંગના ભૂતપૂર્વ ચેરમેન અને કોગ્નિઝન્ટ ઇન્ડિયાના પ્રો વાઇસ ચાન્સેલર રામકુમાર રામામૂર્તિએ જણાવ્યું હતું કે, "પરિવર્તનના આવ્યું છે. મોટાભાગના ઉદ્યોગોમાં(ડિજિટલ તકનીકોને લગતા) મોટા પાયે માળખાકીય બદલાવ આવ્યા છે. આવડત ધરાવતા કર્મચારીઓની સતત જરૂર છે. સિસકો, આઈબીએમ જેવી સંસ્થાઓ દ્વારા ચાલી રહેલા સર્ટિફિકેટ પ્રોગ્રામથી આ સમસ્યા દૂર થઈ શકે છે.

  ગૂગલનો સર્ટીફિકેટ મળ્યા બાદ કર્મચારીની કુશળતાનો અંદાજ આવી જાય છે. આ માટે નોકરી આપનારનો સંપર્ક કરી શકે છે. આ પ્રકારનું જોડાણ જરૂરી છે. આઇટી કંપનીઓ કેમ્પસના માધ્યમથી ભરતી કરે છે. કંપનીઓની ઓનલાઈન એજ્યુકેશન ફર્મ સાથે ભાગીદારી પણ હોય છે.

  આ પણ વાંચો: દેશમાં ફરી ઉઠી કોરોના લહેર: એક જ દિવસમાં 40 હજાર નવા કેસ, 188 લોકોનાં મોત

  પ્લેસમેન્ટ માટે અનુકૂળ વાતાવરણ

  ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મના કારણે પ્લેસમેન્ટ સરળ બને છે. મનીકંટ્રોલને હરિ ક્રિષ્ન નાયરે જણાવ્યા મુજબ લર્નિંગ પ્રોગ્રામના માધ્યમથી કુશળ કર્મચારીઓ શોધવાનું પ્રમાણ વધ્યું છે. કોર્પોરેટ કંપનીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે.

  દર મહિને ભારતમાં લાખો લોકો કર્મચારી તરીકે જોડાય છે. જો ગૂગલ જેવા ટેક્નોલોજી જાયન્ટ દ્વારા સર્ટિફિકેટ માટેની વ્યવસ્થા શરૂ થાય તો તે આર્થિક વિકાસ માટે પણ ગેમ ચેન્જર બની શકે. ભારત વિશ્વ માટે સ્કીલ નો પાવર હાઉસ બની શકે. અલબત્ત એવું પણ નથી કે ગૂગલના આ પ્રોગ્રામ સફળ રહ્યો હોય. 2018માં ગૂગલના આ પ્રોગ્રામને કંપનીઓએ સ્વીકાર્યો નહોતો.

  2018માં ગૂગલનો સર્ટિફિકેટ પ્રોગ્રામ સફળ કેમ ના રહ્યો?

  ગૂગલે કેરિયર સર્ટિફિકેટ માટેનો પ્રોગ્રામ 2018માં જ લોન્ચ કરી દીધો હતો. પરંતુ તે સમયે ગૂગલ કોર્સને લઈ કંપનીઓ સાથે તાલમેળ બેસાડી શક્યું નહોતું. કંપનીઓ સાથે ગૂગલની ભાગીદારી થઈ ના હોવાથી પ્રોગ્રામ નિષ્ફળ રહ્યો હતો.

  વર્તમાન સમયે કંપનીઓને કર્મચારીઓની જરૂર છે પરંતુ 2018માં પ્રોજેક્ટના જે હાલ થયા હતા તે જોતા કંપનીઓ અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. તાજેતરમાં ઇન્ફોસિસના એચઆર હેડ ક્રિષ્ન શંકરે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે, ભારતીય કંપનીઓ અત્યારે એ જોઈ રહી છે કે અમેરિકામાં ગૂગલના આ પ્રોગ્રામની અસર કેવી છે.

  આ પણ વાંચો: મુંબઈ: માસ્ક ન પહેવા પર અટકાવી તો મહિલાએ બીએમસી માર્શલને જાહેરમાં ફટકારી

  હાયરિંગ કન્સલ્ટન્ટ કમલ કરાંથના મત મુજબ આ તમામ આઇટી/ટેક્નોલોજી કંપનીઓએ વૈશ્વિક ગ્રાહકો સાથે સ્થાન મેળવવા માટે માપદંડ અને પગાર નક્કી કરી દીધા છે. વૈશ્વિક ગ્રાહકો ત્રીજા વિશ્વના દેશમાં આઉટસોર્સ કરે છે. લાયકાત, કુશળતા અને અનુભવના આધારે ચુકવણી નક્કી કરે છે. ડેટા એનાલિસ્ટ અને યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇનમાં વૈશ્વિક માહોલ જુદો છે.

  ભારતમાં શું સ્થિતિ?

  એચ આર સર્વિસિસના સીઈઓ નારાયણ મિશ્રાએ જણાવ્યું કે, એવી પ્રક્રિયા ઘડી શકાય કે જેમાં ચાર-વર્ષનો એન્જિનિયરિંગનો કોર્ષ કરવાને બદલે એન્જિનિયરિંગના કેટલાક મોડ્યુલોમાં જ મહારથ હાંસલ કરવાની રહે. એક વિષય ઉપર મહારથ મેળવ્યા બાદ આગળ પણ ડીગ્રી બદલ્યા વગર અભ્યાસ કરી શકે. જેનાથી ફાયદો થશે. ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ 2010 અને 2011માં જે લોકો એ એન્જિનિયરિંગ કર્યું તેમની પાસે કલાઉડ કોમ્પ્યુટિંગનું જ્ઞાન નહોતું. આવી સ્થિતિમાં ગૂગલ કુશળતાનો ખાડો પુરવા અસરકારક બની શકે છે. જોકે, બીજી તરફ આઈઆઈટીના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિભાગના વડાનું કહેવું છે કે, આ પ્રકારના સર્ટિફિકેટ પ્રોફેશનલ ડિગ્રીનું સ્થાન લઈ શકે નહીં.

  ભારતમાં શિક્ષણ પ્રથા થીયરી ઉપર વધુ કેન્દ્ર છે. કોઈપણ સમસ્યાના ઉકેલ માટે લોજીકલ કારણ આપ્યા વગર તેને થિયરીમાં ઉકેલવાનો પ્રયાસ થાય છે. જો કે અમેરિકા જેવા દેશોમાં શિક્ષણ વ્યવસ્થા અલગ છે અમેરિકા અને યુરોપમાં અત્યારે કુશળ કર્મચારીઓની તાતી જરૂર છે, જ્યારે ભારતમાં ઊંધી સ્થિતિ છે. ગૂગલના કેરિયર સર્ટિફિકેશન કોર્ષિસ કેટલાક પડકારો પણ છે. જેમકે, ભારતમાં ઘણા વિદ્યાર્થીઓ નાના શહેરોમાં થી આવે છે. આ ઉપરાંત અંગ્રેજી ભાષા આવડવી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં ગૂગલના આ કોર્સનો લાભ વિદ્યાર્થીઓને લઈ શકે નહીં.
  First published: