Home /News /business /સિનિયર સિટિઝન્સ માટે આ સ્કીમ સોનાના ઈંડા આપતી મરઘી, મહિને 40 હજાર મળશે
સિનિયર સિટિઝન્સ માટે આ સ્કીમ સોનાના ઈંડા આપતી મરઘી, મહિને 40 હજાર મળશે
SCSS વ્યાજ ગણતરી: વરિષ્ઠ દંપતી 30 લાખનું રોકાણ કરીને માસિક રૂ. 40,000ની કરી શકે છે કમાણી
SCSS benefit for Senior citizen couples: સિનિયર સિટિઝન્સ માટે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે નિવૃત્તિ પછી નિયમિત આવકનો સ્ત્રોત કઈ રીતે ઉભો કરવો. ત્યારે આ સરકારી સ્કિમ તેમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તેમાં પણ નવા વર્ષના બજેટમાં આ યોજનામાં રોકાણની મર્યાદાને પણ વધારવાની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2023ના બજેટમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) હેઠળ જમા કરવાની રકમમાં વૃદ્ધિ કરવામાં આવી છે. જેની સાથે વરિષ્ઠ દંપતી સંયુક્ત રીકે ઉચ્ચ માસિક આવક પણ સુનિશ્ચિત કરી શકે છે. SCSS યોજના પર 8% વ્યાજ પ્રદાન કરવામાં આવે છે. વરિષ્ઠ વ્યક્તિ SCSS એકાઉન્ટમાં સંપૂર્ણ રકમનું રોકાણ કરીને માસિક રૂ. 40,000 વ્યાજની આવક મેળવી શકે છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના ખાતા વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
બજેટ 2023માં શું રજૂઆત કરવામાં આવી છે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં રજૂઆત કરી છે કે, SCSS યોજના હેઠળ પણ રોકાણ મર્યાદા બમણી કરીને 30 લાખ રૂપિયા કરી દેવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ, 2023થી લાગુ થવાની સંભાવના છે.
60 વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે. 55થી 60 વર્ષ સુધીનો સેવા નિવૃત્ત નાગકિત કર્મચારી અને 50થી 60 વર્ષ ધરાવતો સેવાનિવૃત્ત સંરક્ષણ કર્મચારી પણ આ ખાતું ખોલાવી શકે છે.
આ ખાતુ વ્યક્તિગતરૂપે અથવા જીવનસાથી સાથે જોઈન્ટમાં પણ ખોલાવી શકાય છે. હાલમાં આ યોજના હેઠળ રોકાણ મર્યાદા 15 લાખ રૂપિયા છે. આગામી નાણાકીય વર્ષથી આ રોકાણ મર્યાદા 30 લાખ રૂપિયા થવાની સંભાવના છે. આ નવા નિયમ પરથી કહી શકાય છે કે, વરિષ્ઠ નાગરિક દંપતી અલગ અલગ SCSS ખાતુ ખોલાવી શકે છે અને 30 લાખ રૂપિયા જમા કરાવી શકે છે.
SCSS એકાઉન્ટ 5 વર્ષમાં મેચ્યોર થાય છે, ગ્રાહકો આ સમય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરી શકે છે. SCSS ડિપોઝીટમાં જે પણ વ્યાજ મળે છે, તે દર ક્વાર્ટરે તમે લઈ શકો છો. SCSS એકાઉન્ટમાં 30 લાખ રૂપિયા જમા કરવામાં આવે તો ક્વાર્ટરલી 60,000 રૂપિયાની કમાણી થાય છે. જેથી કહી શકાય કે, માસિક 20,000 જેટલી આવક મેળવી શકાય છે.
જો વરિષ્ઠ દંપતી અલગ અલગ SCSS એકાઉન્ટ ખોલાવે અને 30 લાખ રૂપિયા જમા કરાવે તો ક્વાર્ટરલી 1,20,000 રૂપિયા (60,000×2) વ્યાજ મળે છે. જેથી માસિક રૂ. 40,000ની આવક મેળવી શકાય છે.
સરકાર દર ત્રણ મહિને વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે. આગામી પાંચ વર્ષ સુધી આ જ વ્યાજદર રહેશે તેવું કહી શકાય નહીં. SCSS જમા રકમ પર વ્ચાજ દર ઓછો અને વધારે થઈ શકે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર