Home /News /business /SRESHTA Scheme: દેશના પછાત વર્ગના વિધાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા સરકારની SRESHTA સ્કીમ, જાણો શું છે ખાસિયત

SRESHTA Scheme: દેશના પછાત વર્ગના વિધાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા સરકારની SRESHTA સ્કીમ, જાણો શું છે ખાસિયત

પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) શ્રેષ્ઠ શિક્ષિત ભારતની પરિસંકલ્પનાને સાકાર કરવા માટે હવે દેશના પછાત અને જેમનો વ્યાપ દેશની ટોચની સ્કૂલો કે શિક્ષણ સુધી નથી.

  નવી દિલ્હીઃ આજકાલ દેશમાં શિક્ષણની જરૂરિયાત વધી રહી છે. દેશની નવી પેઢી ભણીગણીને આગળ વધવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) શ્રેષ્ઠ શિક્ષિત ભારતની પરિસંકલ્પનાને સાકાર કરવા માટે હવે દેશના પછાત અને જેમનો વ્યાપ દેશની ટોચની સ્કૂલો કે શિક્ષણ સુધી નથી પહોંચી રહ્યો તેમને ઉત્તમ ગુણવતાયુક્ત શિક્ષણ પુરૂં પાડવાના હેતુસર નવી સ્કીમ ‘શ્રેષ્ઠ’(SRESHTA) લોન્ચ કરવામાં આવી છે.

  મોદી સરકારના કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વીરેન્દ્ર કુમાર શુક્રવારે પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળા યોજના (Residential School Scheme) અમલમાં મૂકી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા બંધારણીય જોગવાઈઓ અનુસાર સૌથી ગરીબ SC વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ અને તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ધ સ્કીમ ફોર રેસિડેન્શિયલ એજ્યુકેશન ફોર સ્ટુડન્ટ્સ ઈન હાય સ્કૂલ ઈન ટાર્ગેટ્ડ એરિયા(SRESHTA-શ્રેષ્ઠ) ઘડવામાં આવી છે.

  SRESHTA અનુસૂચિત જાતિ સમુદાયના હોંશિયાર ગરીબ વિદ્યાર્થીઓ માટે છે. આ સ્કીમ માતા-પિતાની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા સુધીની હોય તેવા છાત્રોને વર્ગ 9થી 12 સુધી વિના મૂલ્યે ઉચ્ચ ગુણવત્તાવાળા આવાસીય શિક્ષણની સુવિધા પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે.

  મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના હેઠળ દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત નેશનલ એન્ટ્રન્સ એક્સામ ટેસ્ટ ફોર SRESHTA (NETS) માટેની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાની પારદર્શક પદ્ધતિ દ્વારા સમગ્ર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અંદાજે 3000 યોગ્ય અને લાયક SC વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને 12મા ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કરવા માટે CBSE સાથે સંલગ્ન શ્રેષ્ઠ પ્રાઈવેટ રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ 9 અને 11માં પ્રવેશ આપવામાં આવશે.

  આ પણ વાંચોઃ-Career tips: શું તમારે ધોરણ 12 પછી ઘરે બેઠા ભણવું છે? : જાણો ઇગ્નુમા ચાલતા ડિસ્ટન્સ લર્નીગ કોર્સ વિશે

  જોકે, આ યોજના માત્ર ધોરણ12 સુધી જ સીમિત નહીં રહે. આગામી સમયમાં વિદ્યાર્થીઓને સરકાર તરફથી પૂરતી નાણાકીય સહાય સાથે આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અથવા મંત્રાલયની ઉચ્ચ વર્ગની શિક્ષણ યોજના સાથે જોડવામાં આવી શકે છે.

  આ પણ વાંચોઃ-SBI Recruitment 2022: SBIમાં પરીક્ષા વગર જ નોકરીની સુવર્ણ, અરજી કરવાની છેલ્લી તારીખ નજીક

  કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે શિક્ષણ મંત્રાલય, CBSE અને વિભાગના નાણાંકીય વિભાગના પ્રતિનિધિઓ સાથેની સમિતિ દ્વારા ચોક્કસ પરિમાણોના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરતી ખાનગી રહેણાંક શાળાઓની પસંદગી કરી છે, તેમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Modi government મોદી સરકાર, શિક્ષણ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन