રેનબક્સી વિવાદ : સુપ્રીમે કહ્યું- આદેશ નહીં માનો તો બંને ભાઈઓને જેલમાં મોકલીશું

શુક્રવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મલવિન્દર અને શિવિન્દર દોષિત માલુમ પડશે તો તેમને સીધા જ જેલમાં ધકેલી દેવામાં આવશે.

News18 Gujarati
Updated: April 5, 2019, 3:21 PM IST
રેનબક્સી વિવાદ : સુપ્રીમે કહ્યું- આદેશ નહીં માનો તો બંને ભાઈઓને જેલમાં મોકલીશું
શિવિન્દર અને મલવિન્દર સિંઘ
News18 Gujarati
Updated: April 5, 2019, 3:21 PM IST
નવી દિલ્હી : ફાર્મા કંપની રેનબક્સીના પૂર્વ પ્રમોટર મલવિન્દર અને શિવિન્દર સિંઘને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આદેશનું ઉલ્લંઘન કરશો તો જેલ મોકલવામાં આવશે. રૂ. 4000 કરોડના આર્બિટ્રેશન એવોર્ડ કેસમાં હવે આગામી સુનાવણી 11મી એપ્રિલના રોજ થશે. રેનબક્સી અને જાપાનની ફાર્મા દાયચી સૈંક્યો વચ્ચે ઘણા લાંભા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને વચ્ચે વિવાદનું નિરાકરણ કરતા સિંગાપુરની મધ્યસ્થતા કોર્ટે રેનબક્સીને આદેશ કર્યો હતો કે તે દાયચી સૈંક્યોને રૂ. 4000 કરોડનું નુક્સાન વળતર ચુકવી દે. જોકે, રેનબક્સીએ આ રકમ ચુકવી ન હતી. જે બાદમાં દાયચી સૈંક્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

'જેલ મોકલી દઇશું'

શુક્રવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મલવિન્દર અને શિવિન્દર દોષિત માલુમ પડશે તો તેમને સીધા જ જેલમાં ધકેલી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આતંરરાષ્ટ્રીય ચુકવણી કરવામાં નિષ્ફળ રહેલા મલવિન્દર અને શિવિન્દર વિરુદ્ધ કોર્ટના અનાદરની અરજી પર સુનાવણી કરવા રાજી થઈ ગઈ છે.

જાપાની દવા કંપની દાયચી સૈંક્યોના રૂ. 4000 કરોડના આર્બિટ્રેશન એવોર્ડ મામલામાં સુપ્રીમે શુક્રવારે બંને ભાઈઓના જવાબ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલાની વધુ સુનાવણી 11મી એપ્રિલના રોજ થશે.

કોર્ટે 14મી માર્ચના રોજ કહ્યું હતું કે શિવિન્દર અને મલિન્દર દાયચી સૈંક્યોને રૂ. 4000 કરોડની ચુકવણી કરવાની યોજના રજૂ કરે. સિંગાપુર ટ્રિબ્યૂનલમાં દાયચી સૈંક્યોએ વર્ષ 2016માં આ કેસ જીતી લીધો હતો.

દાયચીએ વર્ષ 2008માં મલવિન્દર અને શિવિન્દર પાસેથી રેનબક્સી ખરીદી લીધી હતી. જે બાદમાં કંપનીએ આરોપ લગાવ્યો હતો કે સિંઘ ભાઈઓએ કંપની અંગેની મહત્વની માહિતી છૂપાવી રાખી હતી. જે બાદમાં તેમે સિંગાપુર ટ્રિબ્યૂનલમાં ફરિયાદ કરી હતી.
Loading...

શું છે મામલો?

જાપાનની કંપનીએ બંને ભાઈઓ પર કોર્ટના આદેશનો અનાદર કરવાની અરજી દાખલ કરી છે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ તેને ફોર્ટિસ હેલ્થકેરના શેર આપવાનું વચન આપ્યું હતું.

દાયચી સૈંક્યોએ વર્ષ 2008માં રેનબક્સીને ખરીદી હતી. બાદમાં તેણે કોર્ટમાં અરજી કરી હતી કે સિંઘ ભાઈઓએ કંપનીના શેર વેચતી વખતે એ તથ્યને છૂપાવી રાખ્યું હતું કે અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન તેમજ લો ડિપાર્ટમેન્ટ રેનબક્સીની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે બાદમાં સન ફાર્માએ રેનબક્સીને ખરીદી લીધી હતી.
First published: April 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...