સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે આપવામાં આવેલા ચુકાદાથી પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા લોકોને મોટી રાહત મળી શકે છે. મૂળે, કોર્ટે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને મળનારા પેન્શનને સમગ્રપણે પગારના આધારે આપવાનો આદેશ આપ્યો છે, જેનાથી નિવૃત્ત કર્મચારીઓને હવે અનેક ગણી વધેલું પેન્શન મળશે.
સાથોસાથ સુપ્રીમ કોર્ટે ઈપીએફઓની તે પિટિશન પણ ફગાવી દીધી છે જેમાં કર્મચારીઓના પેન્શનની ગણતરી નોકરીના છેલ્લા 5 વર્ષના સરેરાશ પગારના આધારે કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે કેરળ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કરતાં કર્મચારીઓના નિવૃત્તિના અંતિમ વર્ષના પગારના આધારે પેન્શન આપવાનો ચુકાદો આપ્યો છે. અત્યાર સુધી EPFO દ્વારા વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીના પગારના આધાર બનાવતાં જ પેન્શન આપવામાં આવતું હતું.
અહીં સમજો સમગ્ર ગણિત
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, હાલની સિસ્ટમ મુજબ કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ વર્ષ 1996 સુધી વધુમાં વધુ 6500 રૂપિયાના પગારના આધારે તેનો 8.33 ટકા ભાગ પેન્શનના રૂપે આપવામાં આવતું હતું. વર્ષ 1996માં તેમાં સંશોધન કરવામાં આવ્યું અને ત્યારબાદ કર્મચારીઓના વધુમાં વધુ 15000 રૂપિયાના પગારનો 8.33 ટકા ભાગ પેન્શન તરીકે આપવામાં આવ્યું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા હેઠળ પેન્શનની ગણતરી ફુલ પગાર (બેઝિક+ડીએ+રિટેન્શન બોનસ)ના આધારે કરવામાં આવશે.
અહેવાલ મુજબ, પેન્શનની ગણતરી (કર્મચારી દ્વારા નોકરીના કુલ વર્ષ+2)/70xછેલ્લા પગારના આધારે થશે. આ રીતે જો કોઈ કર્મચારીનો મહિનાનો પગાર 50,000 રૂપિયા છે તો તેને હવે દર મહિને લગભગ 25,000 રૂપિયા પેન્શન તરીકે મળશે, જ્યારે જૂની સિસ્ટમ મુજબ આ પેન્શન માત્ર 5,180 રૂપિયા થતું હતું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર