SBIની આકર્ષક પોલિસી: દરરોજ જમા કરો 100 રૂપિયાથી પણ ઓછા, મળશે રૂ. 2.5 કરોડનું કવર

પ્રતિકાત્મક તસવીર

આ ઇન્શ્યોરન્સમાં ગંભીર બીમારીઓને કવર કરવામાં આવી છે. તેમજ કેટલીક ખાસ બીમારીઓમાં પ્રીમિયમ પર છૂટ પણ મળે છે.

  • Share this:
નવી દિલ્હીઃ આજના સમયમાં જીવન વીમો (Life insurance) દરેક માટે જરૂરી બની ગયો છે. ત્યારે તમારે એ પણ જાણવું જોઈએ કે ઓછી ઉંમરે લીધેલો જીવન વીમો ફાયદાકારક નીવડે છે. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના (state bank of India) જોઈન્ટ વેન્ચરવાળી SBI લાઇફે 'પૂર્ણ સુરક્ષા' નામની એક ઇન્સ્યોરન્સ પોલિસી લોન્ચ (Launch of insurance policy) કરી છે. આ પોલિસીમાં 30 વર્ષી ઓછી ઉંમરથી રોજ 100 રૂપિયાથી ઓછા ચૂકવવા પર 2.5 કરોડનું લાઈફ કવર મળે છે. આજે આપણે જાણીશું આ પોલિસી વિશેની વિગતો.

પોલિસીમાં આવરી લેવાઈ છે 36 ગંભીર બીમારીઓ
આ ઇન્શ્યોરન્સમાં ગંભીર બીમારીઓને કવર કરવામાં આવી છે. તેમજ કેટલીક ખાસ બીમારીઓમાં પ્રીમિયમ પર છૂટ પણ મળે છે. SBI Life અનુસાર, પોલીસીના પિરિયડ દરમિયાન પ્રીમિયમની રકમ ફિક્સ રહેશે. એટલે કે મોંઘવારી વધતા તમારું પ્રીમિયમ નહીં વધે.

પોલિસી અંગે મહત્વની વાતો
- પોલિસી માટે ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષ હોવી જોઈએ.
- મેચ્યોરિટી ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ અને વધુમાં વધુ 75 વર્ષ હોવી જોઈએ.
- બેઝિક સમ એશ્યોર્ડ ન્યૂનતમ 20 લાખ રૂપિયા અને અધિકતમ 2.5 કરોડ રૂપિયા.
- માસિક પ્રીમિયમ મોડમાં ત્રણ મહિના સુધી પ્રીમિયમ એડવાન્સમાં ચૂકવવું પડશે.
- પોલિસી ટર્મ: 10,15,20,25 અને 30 વર્ષ.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચોઃ-સુરતઃ અતુલ બેકરીના માલિકની કારે સર્જી અકસ્માતની વણજાર, ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

જાણો કેવી રીતે થશે ફાયદો
જો કોઈ પુરુષ પોલિસી ધારકની ઉંમર 30 વર્ષ છે અને તે SBIના સ્ટાફમાં નથી, તો તેણે 10 વર્ષના 2.5 કરોડના કવર માટે વાર્ષિક 35,849 રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે. જોકે, તેમાં બે શરત મૂકવામાં આવી છે કે વ્યક્તિ ધૂમ્રપાન ન કરતો હોવો જોઈએ અને કેરળનો રહેવાસી ન હોવો જોઈએ.



ઉલ્લેખનીય છે કે આ પોલિસીમાં મહિલા પોલિસીધારકે પણ 100 રૂપિયાથી ઓછું પ્રીમિયમ આપવું પડે છે. મહિલાની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. તેમાં કવરેજ અવધિ એક સમાન છે. જોકે, તેમાં વાર્ષિક પ્રિમિયમ 34,553 રૂપિયા ભરવું પડશે.
First published: