SBIએ 220 ડિફૉલ્ટરોનું રૂપિયા 76,600 કરોડનું દેવું માંડી વાળ્યું, RTIમાં ખુલાસો થયો

દેશની સૌથી મોટી બૅન્ક ભારતીય સ્ટેટ બૅન્ક ((State Bank of India)એ 220 ડિફૉલ્ટર્સે (Bank Defaulters)76,000 કરોડ રૂપિયાની બૅડ લૉનને 'રાઇટ ઑફ' કરી દીધી

News18 Gujarati
Updated: October 10, 2019, 8:06 PM IST
SBIએ 220 ડિફૉલ્ટરોનું રૂપિયા 76,600 કરોડનું દેવું માંડી વાળ્યું, RTIમાં ખુલાસો થયો
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: October 10, 2019, 8:06 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : દેશની સૌથી મોટી બૅન્ક ભારતીય સ્ટેટ બૅન્ક ((State Bank of India)એ 220 ડિફૉલ્ટર્સે (Bank Defaulters)76,000 કરોડ રૂપિયાની બૅડ લૉનને 'રાઇટ ઑફ' કરી દીધી છે. પ્રત્યેક ડિફૉલ્ટરો પર 10 કરોડ રૂપિયાનું દેવું હતું. CNN-News 18 દ્વારા આર.બી.આઈ (Reserve Bank of India)માં કરેલી RTIમાં આ ખુલાસો થયો છે. આ RTI મુજબ 31 માર્ચ 2019 સુધી બૅન્કોએ 100 કરોડ રૂપિયાથી લઈને 500 કરોડ રૂપિયા સુધીની બૅડ લૉનને રાઇટ ઑફ કરી દીધી છે એટલે કે આ લૉન હવે માંડી વાળી છે. તમામ કૉમર્શિયલ બૅન્કોની આવી માંડવાળેલી રકમ 2.76 હજાર કરોડ રૂપિયા છે.

આર.બી.આઈએ 980 ખાતાની ઓળખાણ કરી


આર.બી.આઈએ કુલ 500 કરોડ અથવા તેનાથી વધારેની રકમના લૉન પેટે અપાયેલા 67,600 કરોડ રૂપિયાને અટવાયેલી રકમ તરીકે જાહેર કરી છે. આર.બીઆઈ. એ 980 લેણદારોની ઓળખ કરી છે જેમણે રૂપિયા 100 કરોડથી વધારેની રકમની લૉન લીધી હતી. આ લેણદારોમાંથી 220 લેણદારો એસ.બી.આઈના છે.

આ પણ વાંચો :   આર્ટિકલ 370 પર અમિત શાહે કહ્યુ, કાશ્મીરમાં હવે લોહીની નદીઓ નથી વહેતી

ડિફૉલ્ટરોમાં બીજા સ્થાને પંજાબ નેશનલ બૅન્ક
Loading...


ડિફૉલ્ટરોની યાદીમાં બીજા સ્થાને પંજાબ નેશનલ બૅન્ક છે. પી.એન. બીએ 100 કરોડથી વધારે લૉન લેનારા 94 ખાતાધારકોની લૉન માંડી વાળી છે. પી.એન.બીની કુલ ડિફૉલ્ટ રકમ 27,024 કરોડ રૂપિયા છે. ઍવરેજ એક ખાતાના રૂપિયા 287 કરોડ માફ કર્યા છે. પીએનબીએ 500 કરોડની લૉન લેનારાં 9037 કરોડ રૂપિયાનું 12 કરોડનું દેવું માફ કર્યુ

આ પણ વાંચો :  ઓલ્ગા અને પીટર હૈંડકેને સાહિત્યનો નૉબેલ પુરુસ્કાર મળ્યો

ખાનગી બૅન્કોમાં આઈડીબીઆઈના સૌથી વધુ ડિફૉલ્ટર

ખાનગી બૅન્કોની યાદીમાં સૌથી વધુ ડિફૉલ્ટરો આઈડીબીઆઈના છે. 100 કરોડ રૂપિયાથી વધારેનું દેવું લેનારા ડિફૉલ્ટરોની યાદીમાં આઈ.ડી.બી.આઈના ખાતે 71 જણાં છે. આ બૅન્કે 71 ખાતાધારકોના 26,219 કરોડ રૂપિયા માંડી વાળ્યા છે. કેનેરા બૅન્કમાં પણ 100 કરોડ રૂપિયાથી વધારેની લૉન લેનારા 63 ડિફૉલ્ટરો છે. જ્યારે કેનેરા બૅન્કમાં 500 કરોડથી વધારેનું દેવું લેનારા લેણદારો 7 છે તેમણે બૅન્ક પાસેથી રૂપિયા 27,382 કરોડ રૂપિયાનું દેવું લીધું હતું. આ યાદીમાં એક્સિસ બૅન્કના ડિફૉલ્ટરોની સંખ્યા 37 છે. આ વિગતો CNN-News 18 દ્વારા RTIના માધ્યમથી મેળવવામાં આવી છે.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...