SBI રૂપિયા 5740 કરોડની લોન વસૂલવા સંપત્તિની હરાજી કરશે

પ્રતિકાત્મક તસવીર

ભારતની સૌથી મોટી બેન્ક SBI અને ઑરિએન્ટલ બેન્ક ઑફ કોમર્સ રૂપિયા રૂપિયા 5740 કરોડની લોન વસૂલવા કેટલીક નાદાર કંપનીઓની સંપત્તિની હરાજી કરશે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: ભારતની સૌથી મોટી બેન્ક SBI અને ઑરિએન્ટલ બેન્ક ઑફ કોમર્સ રૂપિયા રૂપિયા 5740 કરોડની લોન વસૂલવા કેટલીક નાદાર કંપનીઓની સંપત્તિની હરાજી કરશે. આ હરાજીમાં NPA થયેલી લોનની સંપત્તિ વેચાશે. એસબીઆઈએ રૂપિયા 4,975 કરોડની વસૂલાત માટે સંપત્તિ પૂનર્ગઠન કંપનઓ અને નાણાકીય સંસ્થાઓને હરાજી માટે આમંત્રિત કરી છે. બેન્ક દ્વારા હરાજી માટે રખાયેલા ખાતાઓમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ખાતાઓ છે, જેના પર રૂપિયા 4,667 કરોડનું દેવું છે.

  294 ખાતાઓની હરાજી થશે
  બેન્કની વેબસાઇટ પર અપાયેલી સૂચના મુજબ, ઑરિએન્ટલ બેન્ક ઑફ કૉમર્સ 13 ખાતાઓની હરાજી કરવા માંગે છે, જેના પર 764.44 કરોડનું દેવું છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા પોતાના 281 એસએમઈ ખાતાઓની હરાજી કરવા માંગે છે. આ એવી કંપનીઓના ખાતા છે, જેનું દેવું રૂપિયા 50 કરોડ પ્રતિ કંપની છે. આ કંપનીઓનું કુલ દેવું 4,666.50 કરોડ રૂપિયા છે.

  આ કંપનીઓની બોલી લાગશે
  એસબીઆઈની હરાજીની નોટિસમાં અપાયેલી જાણકારી મુજબ, 281 NPA ખાતા ઉપરાંત ડેનિસ સ્ટિલ પ્રાઇવેટ લિમિટેડ ( 258.73 કરોડ) શિવા સ્પેશિયાલિટી યાર્ન (37.90 કરોડ) અને બંસીધર સ્પિનિંગ એન્ડ વીંવિંગ્સ મિલ્સ પ્રા લી. ( 11.73 કરોડ)ની પણ હરાજી થશે. એસબીઆઈના નાદારોની ઈ- હરાજી 27 ફેબ્રુઆરી થશે જ્યારે ઑરિએન્ટલ બેન્ક ઑફ કૉમર્સના ખાતાઓની હરાજી 25મી ફેબ્રુઆરીએ થશે.
  Published by:Jay Mishra
  First published: