SBIએ ગ્રાહકોને આપ્યો અધિકાર, ATM કાર્ડના નિયમ જાતે જ તૈયાર કરો

SBIએ પોતાના ગ્રાહકોને પ્રથમ વખત આ પ્રકારનો અધિકાર આપ્યો છે, જેના અંતર્ગત તમે પોતાના ડેબિટ કાર્ડના નિયમો જાતે તૈયાર કરી શકશો

News18 Gujarati
Updated: January 24, 2019, 10:03 AM IST
SBIએ ગ્રાહકોને આપ્યો અધિકાર, ATM કાર્ડના નિયમ જાતે જ તૈયાર કરો
SBIએ પોતાના ગ્રાહકોને પ્રથમ વખત આ પ્રકારનો અધિકાર આપ્યો છે, જેના અંતર્ગત તમે પોતાના ડેબિટ કાર્ડના નિયમો જાતે તૈયાર કરી શકશો
News18 Gujarati
Updated: January 24, 2019, 10:03 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી: દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે ગ્રાહકોને વધારે સારી સુવિધા આપવા માટે એક અનોખી પહેલ કરી છે. SBIના ડેબિટ કાર્ડધારકો પોતાના કાર્ડના નિયમો જાતે તૈયાર કરી શકશે. ગ્રાહકો આ નવી સુવિધાનો ઉપયોગ YONOSBI એપ દ્વારા કરી શકશે. જાણો શું છે સમગ્ર પ્રક્રિયા.

જાણો શું છે અધિકાર- SBIના ટ્વીટ મુજબ, તમારી પાસે કાર્ડ તો છે, પરંતુ તમે તેમાં શું ફેરબદલ કરી શકો? SBI તમને એ અધિકાર આપે છે કે તમે તમારા કાર્ડને YONOSBI એપ દ્વારા જાતે મેનેજ કરો. તમે આ એપ પરથી કાર્ડના વપરાશની મર્યાદા નક્કી કરી શકશો.

લિમિટ કેવી રીતે નક્કી કરવી- આ સુવિધાનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તમારે તમારા ફોનમાં YONOSBIએપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ YONOમાં લોગીન કરી અને મેનુ સર્વિસમાંથી રિક્વેસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ ATM/ડેબિટ કાર્ડ સિલેક્ટ કરીને મેનેજ કાર્ડ ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયાથી તમે કાર્ડના વપરાશની લિમિટ નક્કી કરી શકશો.
First published: January 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...