Home /News /business /SBIના ગ્રાહકોને આ નંબરો પરથી આવતા ફોન ન ઉપાડવા ચેતવણી, જાણો કેમ ઈશ્યુ કરી વોર્નિંગ
SBIના ગ્રાહકોને આ નંબરો પરથી આવતા ફોન ન ઉપાડવા ચેતવણી, જાણો કેમ ઈશ્યુ કરી વોર્નિંગ
એસબીઆઈની ચેતવણી
SBI warns : SBIએ આ ટ્વિટને રીટ્વિટ કરીને કહ્યું કે "આ નંબરો સાથે સંકળાશો નહિ અને KYC અપડેટ્સ માટે #phishing લિંક્સ પર ક્લિક કરશો નહીં કારણ કે તે SBI સાથે સંકળાયેલા નથી
SBI warns : નવા ડિજિટલ ભારતની સાથે ઓનલાઈન વ્યવહારો વધતા ફ્રોડ પણ વધી રહ્યાં છે. છેતરપિંડીના કિસ્સાઓ વધતા અને આરબીઆઈની બેંકો પરની કડકાઈને અનુરૂપ દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ તેના ગ્રાહકોને એક ફિશિંગ કૌભાંડ અંગે ચેતવણી આપી છે. આ સ્કેમ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. ટ્વિટ્સ, SMS અને ઈમેલ સહિત વિવિધ માધ્યમો દ્વારા દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેના ગ્રાહકોને એસબીઆઈ ફિશિંગ કૌભાંડ(SBI Phishing Scam) વિશે ચેતવણી આપી છે કે, આ સ્કેમમાં લોકોના પૈસાની છેતરપિંડી કરવા માટે બેંકના નામનો ઉપયોગ કરે છે. બેંકે બે નંબરો ઈશ્યુ કર્યા અને તેના ખાતાધારકોને કહ્યું છે કે જો તેઓને તે નંબર પરથી કોલ આવે તો ન ઉપાડવા.
SBI Scam વિશે દેશની સૌથી મોટી બેંકે શું કહ્યું?
SBIએ તેના ગ્રાહકોને +91-8294710946 અને +91-7362951973 નંબરો પરથી કોલ રિસીવ ન કરવા જણાવ્યું છે, કારણ કે આ નંબરથી સ્કેમર્સ કોલ કરી રહ્યાં છે. આ નંબરો શરૂઆતમાં સીઆઈડી આસામ દ્વારા ફ્લેગ કરવામાં આવ્યા હતા. જેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “SBI ગ્રાહકોને બે નંબરો પરથી કોલ આવી રહ્યા છે - +91-8294710946 અને +91-7362951973. તેમને KYC અપડેટ માટે ફિશિંગ લિંક પર ક્લિક કરવાનું કહે છે. એસબીઆઈના તમામ ગ્રાહકોને વિનંતી છે કે તેઓ આવી કોઈપણ ફિશિંગ/શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરે."
બેંકે પાછળથી તેની પુષ્ટિ કરી હતી. SBIએ આ ટ્વિટને રીટ્વિટ કરીને કહ્યું કે "આ નંબરો સાથે સંકળાશો નહિ અને KYC અપડેટ્સ માટે #phishing લિંક્સ પર ક્લિક કરશો નહીં કારણ કે તે SBI સાથે સંકળાયેલા નથી."
સરકારી ધિરાણકર્તા SBI Scam સંબંધિત ટ્વિટમાં પણ ગ્રાહકો દ્વારા ફ્લેગ કરાયેલા ટ્વિટ્સનો જવાબ પણ આપી રહ્યા છે. આમાંથી એક ટ્વીટનો જવાબ આપતા SBIએ કહ્યું, “અમે તમારી સતર્કતાની પ્રશંસા કરીએ છીએ અને અમને આની જાણ કરવા બદલ આપનો આભાર. અમારી IT સિક્યોરિટી ટીમ તેના પર યોગ્ય કાર્યવાહી કરશે.
વધુમાં અમે અમારા તમામ ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે તેઓ ઈમેઈલ/SMS/Callsએમ્બેડેડ લિન્કનો જવાબ ન આપે. જેમાં તેમને તેમની વ્યક્તિગત અથવા બેંકિંગ વિગતો જેમ કે યુઝર ID/પાસવર્ડ/ડેબિટ કાર્ડ નંબર/PIN/CVC/OTP વગેરે શેર કરવાનું કહેવામાં આવે છે. બેંક દ્વારા ક્યારેય આ માહિતી પૂછવામાં આવતી નથી. ગ્રાહકો આવા ફિશિંગ/સ્મિશિંગ/વિશિંગ પ્રયાસની જાણ ઈમેઈલ દ્વારા report.phishing@sbi.co.in પર કરી શકે છે અથવા જરૂરી પગલાં લેવા માટે હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી શકે છે. તેઓ આ ઘટનાઓની જાણ કરવા માટે સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીનો પણ સંપર્ક કરી શકે છે.”
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર