SBI Vs Post Office: એસબીઆઈ કે પોસ્ટ ઓફિસ, ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વળતર ક્યાં મળશે?
SBI Vs Post Office: એસબીઆઈ કે પોસ્ટ ઓફિસ, ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વળતર ક્યાં મળશે?
એસબીઆઈ Vs પોસ્ટ ઓફિસ
SBI Vs Post Office FD rates: SBIમાં પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવે તો તેના પર 5.4% વ્યાજ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવે તો તેના પર 6.7% વ્યાજ આપવામાં આવે છે.
મુંબઇ. SBI Vs Post Office FD rates: લોકો વળતર માટે ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) કરાવતા હોય છે. એફડી પર દરેક બેંક અલગ અલગ વ્યાજદર આપતી હોય છે. પોસ્ટ ઑફિસમાં પણ એફડી એકાઉન્ટ ખોલાવી શકાય છે. અહીં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State bank of India, SBI) અને પોસ્ટ ઓફિસની યોજનાઓ તથા વ્યાજદર વિશે જાણકારી આપવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરવામાં આવે તો બંનેના વ્યાજદર વચ્ચે 1.3%નો તફાવત જોવા મળી રહ્યો છે.
SBIમાં પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવે તો તેના પર 5.4% વ્યાજ આપવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવે તો તેના પર 6.7% વ્યાજ આપવામાં આવે છે. 1 એપ્રિલ 2020થી પોસ્ટ ઓફિસના વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસમાં જો એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવે તો તેના પર 5.5% ટકા વ્યાજ આપવામાં આવે છે, 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવે તો તેના પર 6.7% વ્યાજ આપવામાં આવે છે.
ઉદાહરણથી સમજો
અહીં અમે તમને એક ઉદાહરણની મદદથી વ્યાજદર વિશે જણાવી રહ્યા છીએ. દા.ત. SBI અને પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ માટે રૂ. 1 લાખની FD કરવામાં આવે છે. SBI આ FD પર 5 વર્ષે વ્યાજ તરીકે રૂ. 64,362 આપે છે. 5 વર્ષે તમારા હાથમાં કુલ રૂ.1,64,362 આવશે. પોસ્ટ ઓફિસ 5 વર્ષે તમને વ્યાજ સાથે કુલ રૂ. 2,00, 016 આપશે. જેના પરથી કહી શકાય કે SBIની સરખામણીએ પોસ્ટ ઓફિસ FD પર વધુ વ્યાજ આપે છે. પોસ્ટ ઓફિસ FD પર ગેરંટેડ રિટર્ન આપે છે. અહીં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને પોસ્ટ ઓફિસની ફિક્સ ડિપોઝિટની સરખામણી કરવામાં આવી છે.
>> સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં રોકાણની આવશ્યકતા અનુસાર ફિક્સ્ડ ડિપોઝિટનો સમયગાળો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીનો રહે છે. પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટનો સમયગાળો એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અથવા 5 વર્ષ સુધીનો રહે છે.
>> નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને SBI માં સરળતાથી ઓનલાઈન ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરી શકાય છે.
>> સામાન્ય લોકો માટે SBIમાં ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજદર 2.90% થી 5.40% રહે છે. પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજદર 5.50%થી 6.70% રહે છે.
>> પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટની યોજના એક સરકારી યોજના છે, જેના વ્યાજદર દર ત્રણ મહિને રિવાઈઝ્ડ કરવામાં આવે છે. SBIમાં ફિક્સ્ડ ડિપોઝિટ અંગે આ પ્રકારનો આવો કોઈ નિયમ નથી. બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના રેપોરેટની અસર થાય છે.
>> SBIના ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ અને પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટમાં પોર્ટેબિલિટીને મંજૂરી આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર