Home /News /business /SBI vs PNB vs ICICI Bank: જાણો કઈ બેંકમાંથી દિવસમાં કેટલી રોકડ ઉપાડી શકાય
SBI vs PNB vs ICICI Bank: જાણો કઈ બેંકમાંથી દિવસમાં કેટલી રોકડ ઉપાડી શકાય
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
Withdraw cash: સામાન્ય રીતે આપણે કઈ બેંક કેટલું વ્યાજ (Rate of interest) આપે છે, SMS અંગે દર મહિને કેટલો ચાર્જ (Charge) કપાય છે, એટીએમમાંથી પૈસા ઉપાડવા (ATM cash withdrawal) પર કેટલા ટ્રાન્ઝેક્શન ફ્રી મળે છે, ખાતામાં કેટલી ન્યૂનત્તમ રકમ જમા રાખવી પડશે વગેરે તપાસતા હોઈએ છીએ.
મુંબઈ: SBI vs PNB vs ICICI Bank: બેંકમાં ખાતું ખોલાવતા પહેલા આપણે બેંક (Bank) તરફથી આપવામાં આવતી વિવિધ સુવિધા અને ચાર્જ (Charge) વિશે માહિતી મેળવતા હોઈએ છીએ. અનેક વખત લોકો કઈ બેંકમાં ખાતું (Bank account) ખોલાવવું તેને લઈને મૂંઝવણી અનુભવતા હોય છે. સામાન્ય રીતે આપણે કઈ બેંક કેટલું વ્યાજ આપે છે, SMS અંગે દર મહિને કેટલો ચાર્જ કપાય છે, એટીએમમાંથી પૈસા ઉપાડવા (ATM withdrawal) પર કેટલા ટ્રાન્ઝેક્શન ફ્રી મળે છે, ખાતામાં કેટલી ન્યૂનત્તમ રકમ જમા (Minimum balance) રાખવી પડશે વગેરે અંગે આપણે તપાસ કરતા હોઈએ છીએ. આજે અમે તમને દેશની ત્રણ ટોચની બેંક વિશે આવી જ કેટલીક માહિતી આપી રહ્યા છીએ. તો જાણીએ આ બેંકોમાં કેશ લિમિટ અંગે શું નિયમ છે.
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI Bank):
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India) દેશની સૌથી મોટી સરકારી બેંક છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની નૉન-હોમ બ્રાંચમાંથી ગ્રાહક દરરોજ 25,000 કેશ ઉપાડી શકે છે .એટલે કે જે બ્રાંચમાં તમારું ખાતું નથી તેમાંથી તમે દરરોજ 25,000 રૂપિયા ઉપાડી શકો છો. નૉન-હોમ બ્રાંચમાંથી પૈસા ઉપાડતી વખતે તમે તમારી પાસબુક સાથે રાખો તે જરૂરી છે. જ્યારે જાતે ચેક મારફતે તમે બચત ખાતામાંથી દૈનિક એક લાખ રૂપિયા ઉપાડી શકો છો. જ્યારે ચેક મારફતે થર્ડ પાર્ટી માટે ચેકથી પૈસા ઉપાડવાની દૈનિક મર્યાદા 50,000 રૂપિયા છે.
પંજાબ નેશનલ બેંક (PNB):
પંજાબ નેશનલ બેંક(Punjab national bank) પોતાના ગ્રાહકોને ત્રણ કેટેગરીમાં કેશ ઉપાડની સુવિધા આપે છે. જેમાં પ્લેટિનિયમ, ક્લાસિક અને ગોલ્ડ સામેલ છે. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પ્લેટિનિયમ કાર્ડ હોલ્ડર દિવસમાં 50 હજાર કેશ ઉપાડી શકે છે, જ્યારે એક વખતમાં ફક્ત 20 હજારની કેશ કાઢવાની સુવિધા મળશે. એટલે કે 50 હજારની કેશ ઉપાડવા માટે ATMમાંથી ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરવું પડશે. ECOM/POS માટે મર્યાદા 1.25 લાખ રૂપિયા છે. PNB ક્લાસિક કાર્ડ હોલ્ડર 25 હજાર રૂપિયા કાઢી શકે છે. ECOM/POS માટે મર્યાદા 60 હજાર રૂપિયા છે. જ્યારે ગોલ્ડ કાર્ડ હોલ્ડર માટે કેશ લિમિટ 50 હજાર રૂપિયા છે. ECOM/POS મર્યાદા 1.25 લાખ રૂપિયા છે.
આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank):
પહેલી ઓગસ્ટ, 2021થી ગ્રાહકો હોમ બ્રાંચમાંથી પ્રતિ માસ 1 લાખ રૂપિયા ઉપાડી શકે છે. જ્યારે નૉન હોમ બ્રાંચમાંથી 25,000 રૂપિયા ઉપાડી શકાય છે. જ્યારે થર્ડ પાર્ટી માટે આ મર્યાદા 25,000 રૂપિયા છે. એક લાખથી ઉપર દર 1,000 રૂપિયા પર પાંચ રૂપિયા અથવા 150 જે ઓછા હશે તે ચાર્જ વસૂલ કરાશે. જ્યારે નૉન-હોમ બ્રાંચમાં 25 હજાર સુધી કોઈ ચાર્જ નહીં લાગે. જે બાદમાં દર 1000 રૂપિયા પર પાંચ રૂપિયા અથવા 150 રૂપિયા જે ઓછા હશે તો ચાર્જ લાગશે.
એચડીએફસી બેંકની અધિકૃત વેબસાઇટ પર એવો સંદેશ મૂકવામાં આવ્યો છે કે, અમારા 12,000 એટીએમના નેટવર્કમાંથી ગમે ત્યાં અને ગમે ત્યારે કેશ મેળવો. તમે નૉન-એચડીએફસી એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકો છો. જોકે, બેંકના એટીએમમાંથી કેટલી રકમ ઉપાડી શકાય તેનો આધાર તમારી પાસે કયા પ્રકારનું કાર્ડ છે તેના પર છે. બેંકનું કહેવું છે કે વર્કિંગ દિવસ અને કલાકમાં કોઈ પણ ગ્રાહક બેંકની બ્રાંચમાંથી પૈસા ઉપાડવાની સ્લીપ કે ચેકથી પૈસા ઉપાડી અથવા જમા કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર