Yes Bankને પાટા પર લાવવાનો પ્લાન તૈયાર, SBI ખરીદશે મોટો ભાગ

News18 Gujarati
Updated: March 6, 2020, 9:36 PM IST
Yes Bankને પાટા પર લાવવાનો પ્લાન તૈયાર, SBI ખરીદશે મોટો ભાગ
Yes Bankને પાટા પર લાવવાનો પ્લાન તૈયાર, SBI ખરીદશે મોટો ભાગ

યસ બેંક પર પ્રતિબંધ લગાવવા અને વિડ્રોલની લિમિટ નક્કી કરવાના એક દિવસ પછી જ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરી

  • Share this:
નવી દિલ્હી : યસ બેંક (Yes Bank Crisis)પર પ્રતિબંધ લગાવવા અને વિડ્રોલની લિમિટ નક્કી કરવાના એક દિવસ પછી જ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સાથે રિઝર્વ બેંકે (RBI)પોતાની વેબસાઇટ પર યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગ વિશે વિસ્તૃત જાણકારી આપી છે. દેશની સૌથી મોટી બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)યસ બેંકમાં 49 ટકા ભાગીદારી ખરીદશે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કેએક વર્ષ સુધી બેંકના કર્મચારીઓની નોકરી અને સેલેરી સુરક્ષિત છે.

નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 2017થી જ યસ બેંક પર આરબીઆઈની સતત નજર છે. તપાસ એજન્સીઓ આખા મામલાની વિસ્તૃત તપાસ કરશે. તેમણે કહ્યું હતું કે માર્ચ 2019માં જ બેંક પર 1 કરોડ રુપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2019 પછી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) આ મામલાની તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો - Yes Bankની બરબાદીનું કારણ: એક પરિવારના ઝઘડાએ લાખો પરિવારોને રડતાં કર્યા!

તેમણે કહ્યું હતું કે ગત વર્ષે મે અને જૂનમાં પણ બેંક પર ફાઇન લગાવ્યો હતો. સપ્ટેમ્બર 2019માં યસ બેંકના પૂર્વ પ્રમોટર્સની બધી ભાગીદારી વેચવામાં આવી હતી. આ દરમિયાન બેંકે પૂંજી પ્રવાહ બનાવી રાખવા માટે જરુરી પગલા ભર્યા હતા. જોકે તેનો લાભ થયો ન હતો. નવેમ્બર 2019માં સ્પષ્ટ થઈ ગયું હતું કે બેંકને ક્યાંયથી પૂંજી મળી શકશે નહીં.

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આરબીઆઈને આ સમસ્યા વિશે તપાસ કરવા કહ્યું છે. આ આખા મામલામાં વ્યક્તિગત રીતે કેટલાક લોકોએ હસ્તક્ષેપ કર્યો છે તેના વિશે પણ જાણકારી આપવામાં આવે. એસબીઆઈએ યસ બેંકમાં ભાગીદારી ખરીદવાની ઇચ્છા જાહેર કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે આગામી એક વર્ષ સુધી બેંકના કર્મચારીઓની નોકરી અને સેલેરી સુરક્ષિત છે.
First published: March 6, 2020, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading