SBIના ગ્રાહકો માટે મોટી ખબર, 1 જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP જરૂરી!

પ્રતિકાત્મક તસવીર

દેશની સૌથી મોટી સરકારી બૅંક SBI (State Bank of India)ના 42 કરોડ ગ્રાહકો માટે મોટી ખબર, પહેલી જાન્યુઆરીથી એટીએમ સાથે જોડાયેલા નિયમો બદલાશે.

  • Share this:
    નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ(State Bank of India) નવા વર્ષથી એટીએમમાંથી રોકડ (ATM Cash Withdrawal) કાઢવાના નિયમોમાં મોટો ફેરફાર કરશે. એસબીઆઈ બૅંક પોતાના ગ્રાહકોને સારી સેવા આપવા માટે અને પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે નવો નિયમ લાગૂ કરી રહી છે. પહેલી જાન્યુઆરીથી બેંક OTP (One-time Password) આધારિક કેશ વિથડ્રોઅલ સિસ્ટમ (OTP Based Cash Withdrawal System) લાગૂ કરવા જઈ રહી છે. આ નિયમ પહેલી જાન્યુઆરી, 2020થી લાગૂ થશે. જે અંતર્ગત રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી રોકડ ઉપાડવા માટે બેંકમાં નોંધાયેલા મોબાઇલ પર OTP આવશે. આ ઓટીપી દાખલ કર્યા બાદ જ પૈસા કાઢી શકાશે. બેંક તરફથી ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

    પહેલી જાન્યુઆરી, 2020થી શું ફેરફાર થશે?

    >> રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી એટીએમમાંથી પૈસા કાઢવા માટે બૅંક તમારા નોંધાયેલા મોબાઇલ ફોનમાં OTP મોકલશે. એટલે કે તમારે પૈસા કાઢતી વખતે બેંકમાં નોંધાયેલો મોબાઇલ ફોન પણ સાથે લઈ જવો પડશે. આ નિયમ 10 હજારથી વધારેની કેશ કાઢવા પર લાગૂ થશે. પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે બેંક આવું કરવા જઈ રહી છે.

    >> બૅંક તરફથી જે ઓટીપી મોકલવામાં આવશે તે ફક્ત એક જ ટ્રાન્ઝેક્શન માટે માન્ય રહેશે. એટલે કે બીજા ટ્રાન્ઝેક્શન માટે બીજો ઓટીપી આપવામાં આવશે.

    >> નવી સિસ્ટમથી કેશ કાઢવાની રીતમાં ઓટીપી દાખલ કરવા સિવાય અન્ય કોઈ જ ફેરફાર કરાયો નથી.

    >> હાલમાં આ સિસ્ટમ ફક્ત એસબીઆઈના એટીએમમાં કામ કરશે. એટલે કે બીજી કોઈ બેંકના એટીએમમાં આ સિસ્ટમ કામ નહીં કરે. કારણ કે હાલ National Financial Switchમાં આ સુવિધા તૈયાર કરવામાં આવી નથી.

    >> એસબીઆઈ કાર્ડ ધારક જો બીજી કોઈ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડશે તો તેને આ નિયમ લાગૂ નહીં પડે, એટલે કે આ કેસમાં ગ્રાહકે ઓટીપી દાખલ નહીં કરવો પડે.

    >> એસબીઆઈના એટીએમમાં ગ્રાહક જેવો 10 હજારથી વધારેની રકમ દાખલ કરશે કે બીજા સ્ટેપમાં એટીએમની સ્ક્રિનમાં OTP દાખલ કરવાનો વિકલ્પ આવશે. ઓટીપી દાખલ કર્યા પછી જ પૈસા કાઢી શકાશે.

    >> બૅંકના કહેવા પ્રમાણે આવું કરવાથી બૉગસ કાર્ડથી થતાં ટ્રાન્ઝેક્શનને અટકાવી શકાશે.
    Published by:Vinod Zankhaliya
    First published: