નવી દિલ્હી. જો તમે સસ્તામાં શોપિંગ કરવા માંગો છો તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)ની આ ખાસ ઓફરનો તાત્કાલિક લાભ ઉઠાવી લો. 4 માર્ચથી શરૂ થયેલી આ ખાસ ઓફરનો આજે છેલ્લો દિવસ છે. મૂળે, હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એક વાર યોનો એપ (Yono App)ના માધ્યમથી શોપિંગ (Online Shopping) કરવા પર કેશબેકની જાહેરાત કરી. આ ઓફર 7 માર્ચ સુધી વેલિડ છે. એટલે કે આજે આ ઓફરનો ફાયદો ઉઠાવવાનો છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે આ ઓફરનો લાભ લેવા માટે આપને કેટલાક નિયમ અને શરતોનું પાલન કરવું પડશે.
અનેક બ્રાન્ડ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
નોંધનીય છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ ઓફર વિશે ટ્વીટ કરીને જણાવ્યું છે. બેંકે ટ્વીટમાં લખ્યું છે કે આ સ્પેશલ ઓફરનો લાભ તમે 4થી 7 માર્ચ સુધી લઈ શકો છો. આ દરમિયાન જો તમે યોનો એપ (YONO App)થી પેમેન્ટ કરો છો તો આપને આ છૂટ મળશે. નોંધનીય છે કે આ ઓફરનો ફાયદો તમે અમેઝોન, અપોલો, EMT, ઓયો, રેમન્ડ અને વેદાંતૂનું પેમેન્ટ કરવા માટે કરી શકો છો.
>> અમેઝોન પર આપને એકસ્ટ્રા 7.5 ટકા અનલિમિટેડ કેશબેક મળશે.
>> અપોલો પર આપને 20 ટકા સુધીની છૂટ મળશે.
>> ઇઝમાયટ્રિપ પર આપને 850 રૂપિયા સુધીની છૂટ મળશે.
>> ઓયો પર આપને 50 ટકા સુધીની છૂટ મળશે.
>> રેમન્ડ પર 20 ટકા સુધીની છૂટ મળશે.
>> આ ઉપરાંત વેદાંતૂ પર આપને 50+25 ટકાની છૂટ મળશે.
નોંધનીય છે કે, દેશમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના લગભગ 49 કરોડ ગ્રાહક છે. આ ઉપરાંત બેંકના ડિજિટલ પ્લેટફોર્મ પર દરરોજ 4 લાખ ટ્રાન્ઝેક્શન થાય છે. બીજી તરફ યોનો અપ પર બેંકના લગભગ 2.76 કરોડ ગ્રાહક છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર