રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ જો તમારી બેંક તમારી હોમ લોન પર વધારે વ્યાજ લઇ રહી છે, તો તમારી હોમ લોનની બચેલી રકમ બીજી બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ, આમાં તમને ત્યારે ફાયદો થશે જ્યારે બીજી બેંકના વ્યાજ દર અને તમારી પહેલાની બેંકના વ્યાજ દર વચ્ચે સારો તફાવત હોય. જો કે, દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એક ખાસ ઓફર લઇને આવી છે. એસબીઆઇએ હોમ લોન ટ્રાન્સફર કરવાની પ્રોસેસ ફીસને ઝિરો કરી દીધી છે. અટલે કે તમે કોઇપણ બેંકની હોમલોન એસબીઆઇમાં ટ્રાન્સફર કરાવો છો તો તમારે કોઇ ચાર્જ નહીં આપવો પડે. આ ઓફરનો ફાયદો 28 ફેબ્રુઆરી 2019 સુધી ઉઠાવી શકાય છે. ચાલો જાણીએ હોમ લોન ટ્રાન્સફર કરાવવાની પૂરી પ્રોસેસ.
(1) લોન ટ્રાન્સફર- જે હોમ લોન કંપની અથવા બેંકમાં ટ્રાન્સફર કરાવી છે. તે મૂળ રકમની ચૂકવણી બેન્ક અથવા કંપની કરે છે. હોમ લોન ટ્રાન્સફર થયા બાદ તમારે ઈએમઆઈ નવી બેંક અથવા કંપનીને સબમિટ કરાવવું પડે છે.
(2) વર્તમાન દેવું પહેલા બંધ કરાવવું- હાલ કોઇ દેવું માટે લેણદાર તેમજ દેવાદાર બન્નેને પહેલા બંધ કરાવવાની સમગ્ર પ્રક્રિયા ખત્મ કરવી પડશે, આ ઉપરાંત નવી સંસ્થાની બાકી મુળ રકમની ચુકવણી કરી ઓરિજનલ દસ્તાવેજ મેળવવા પડશે.
(3) નવી લોનનો કરાર- નવા તમામ નિયમો અને શરતોનું પાલન કરવું જોઈએ અને તેના માટે કરાર કરવો જોઇએ. જેના પર બન્નેના હસ્તાક્ષર કરાવવા જરુરી છે.
(4) કોણ કરી શકે છે લોન ટ્રાન્સફર - જો તમે ઓછામાં ઓછા 12 મહિનાના હપ્તાઓ ચૂકવ્યા છે અને તમારી ક્રેડિટ રેટિંગ સારી છે, ત્યારે તમે તમારા હોમ લોનની રકમને ટ્રાન્સફર કરી શકો છો. આ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ લઘુત્તમ અથવા મહત્તમ સીમા સેટ કરી શકે છે.
5) આ માટે શું કરવું - નવા આવાસ લોનની અરજી નવી સંસ્થામાં કરવી જોઈએ. જો કે, કેટલીક કંપનીઓ આ સુવિધા માટે ઓનલાઇન અરજીઓ પણ સ્વીકારે છે.
6) કયાં દસ્તાવેજ જોઇએ - હોમ લોન ટ્રાન્સફર માટે જરૂરીયાતના દસ્તાવેજ, બેંક ખાતાની વિગતો, ઓળખપત્ર અને સરનામાની નકલ, આવક સાબિતી વગેરે આવશ્યકતા છે.
(I) વર્તમાન નાણાકીય સંસ્થા દ્વારા લખાયેલી મિલકત અને પુરાવાઓ (II) વર્તમાન કરદાતાની બાકી રકમનો લેટર અને પુરાવો (ii)પ્રોપર્ટી અને કાગળોની એક કોપી
(7) મહત્વની વસ્તુઓ
>> બેલેન્સ ટ્રાન્સફર પહેલા ટ્રાન્સફરના ખર્ચની ગણતરી કરવી. >> આરબીઆઈના નિયમો અનુસાર, કોઈ પણ નાણાકીય સંસ્થા ફ્લોટિંગ વ્યાજ દર પર કોઈપણ પ્રકારનો ફોરક્લોઝર ચાર્જ લાગુ કરી ન શકે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર