ગ્રાહક ધ્યાન આપો! SBIએ FD કરનારાઓ માટે શરૂ કરી ખાસ સર્વિસ

SBIએ તેનાં ગ્રાહકો માટે નવી સેવા શરૂ કરી છે હવે કોઇપણ ગ્રાહક FD સાથે જોડાયેલાં ફોર્મ હોમ બ્રાન્ચ ઉપરાંત કોઇપણ બ્રાન્ચથી જમા કરાવી શકે છે

SBIએ તેનાં ગ્રાહકો માટે નવી સેવા શરૂ કરી છે હવે કોઇપણ ગ્રાહક FD સાથે જોડાયેલાં ફોર્મ હોમ બ્રાન્ચ ઉપરાંત કોઇપણ બ્રાન્ચથી જમા કરાવી શકે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં જો આપનું ખાતુ છે અને આપે બેંકમાં FD કરાવી છે તો આ વાત આપને ઘણી જ કામની છે કારણ કે બેંક આપનાં ગ્રાહકોને આ સાથે જોડાયેલી ખાસ સુવિધા આપે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે ગ્રાહક ફોર્મ 15G/15H હોમ બ્રાન્ચ ઉપરાંત કોઇપણ બ્રાન્ચમાં જમા કરાવી શકે છે. આપને જણાવી દઇએ કે બેંકમાં FD કરાવવાં પર વ્યાજ અને ટેક્સ એટલે કે TDS (Tax Deducted at Source) કપાય છે. TDSનો કાપ ત્યારે જ થાય ચે જ્યારે FD અને સેવિંગ અકાઉન્ટને વાર્ષિક 50,000 રૂપિયા સુધીનું વ્યાજ મળે છે. આ ઉપરાંત ઘેર બેઠા પણ 15G અને 15H ફોર્મ જમા કરાવી શકો છો.

  આ પણ વાંચો-1 ઓગસ્ટથી બિલકુલ ફ્રી થઈ જશે SBIની આ સર્વિસ!

  ફોર્મ 15G અને ફોર્મ 15H ક્યાં છે- ટેક્સ એક્સપર્ટ જણાવે છે ફોર્મ 15G અને ફોર્મ 15H એક ફોર્મ છે જે આપ આપનાં બેંકમાં જમા કરાવી શકો છો આ સુનિશ્ચિત કરવા માટે જો આપના દ્વારા અર્જિત કૂલ આવક પર કોઇ કર ચુકવવાનો નથી તો TD આપની આવકમાંથી કટ નથી થતો. આ ફોર્મ દરેક વર્ષે જમા કરાવી શકાય છે. તેથી આ વર્ષે આપે આ તપાસ કરવાની છે આપ આ ફોર્મ ભરવા મટે પાત્ર છો કે નહીં, અર્થાત કોઇપણ વર્ષે જો આપની આવકને લાયક છે તો આપ પાત્ર નથી.  શું છે નિયમ- જો કોઇ ફાઇનાશિંયલ યર દરમિયાન મળનારું વ્યાજ એક નિશ્ચિત સીમાથી વધુ હોય તો બેંક TDS કાપે છે. નાણાકીય વર્ષ 2018-19 માટે આ સીમા 10,000 રૂપિયા હતી અને વરિષ્ઠ નાગરિકો માટે આ 50000 રૂપિયા હતી. જે હાલનાં વર્ષ 2019-20 માટે 40,000 રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો માટે 50000 રૂપિયા કરી દેવામાં આવી છે.

  આ પણ વાંચો-બચત ખાતામાં રાખેલા રુપિયાનું અહીં કરો રોકાણ, મળશે ડબલ ફાયદો

  આવી રીતે ઘેર બેઠા જમા કરો આપનાં 15G અને 15H ફોર્મ
  -સૌથી ઉપર નેવિગેશનથી e-Services પર ક્લિક કરો
  -સ્ક્રીનની જમણી બાજુ Submit 15G/H નાં ઓપ્શન પર ક્લિક કરો
  -તેમાં Form 15G કે Form 15H પસંદ કરીને ક્લિક કરો
  -CIF નંબર સિલેક્ટ કરી Submit બટન પર ક્લિક કરો. બ્રાન્ચ સિલેક્ટ કરી Submit કરો.
  -હવે આપી સામે ફોર્મ આવશે જેમાં નામ, અસેસમેન્ટ યર, એસ્ટિમેટેડ ટોટલ ઇનકમ, ટોટલ નંબર
  - ઓફ ફોર્મ ફિલ્ડ ભરો, ડિક્લેરેશન એક્સ્પેટન્સ સિલેક્ટ કરો અને Submitનું બટન દબાવો
  -જે બાદ 15G/Hનું વેરિફિકેશન જનરેટ થશે. કન્ફર્મ પર ક્લિક કરો
  -જે બાદ મોબાઇલ પર SMS આવશે હાઇ-સિક્યોરિટી પાસવર્ડ એન્ટર કરો
  -આપનું ફોર્મ જનરેટ કરી Submit કરી દો. આ ફોર્મની એક કોપી ડાઉનલોડ કરી રાખો.  જેલની સજાનું પ્રાવધાન- ફોર્મ 15Gમાં ખોટાં ડિક્લેરેશન પર ઇનકમ ટેક્સ એક્ટની કલમ 277 હેઠળ પેનલ્ટી લાગી શકે છે. ટેક્સ એક્સપર્ટ જણાવે છે કે, આ ફોર્મમાં ખોટી જાણકારી આપવા પર ત્રણ મહિનાથી લઇને બે વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે. દંડ અલગથી લાગે છે જો 25 લાખથી વધુની ટેક્સ ચોરીનોકેસ હોય તો સાત વર્ષની જેલની સજા અને દંડ થઇ શકે છે.

  આ પણ વાંચો- SBI બાદ આ સરકારી બેંક લોન સસ્તી થઈ, આટલા ઘટ્યા વ્યાજ દર
  Published by:Margi Pandya
  First published: