SBIનું એલર્ટ! ઈન્ટરનેટ ઉપર ન શોધો કસ્ટમર કેરનો નંબર, નહીં તો પસ્તાશો

News18 Gujarati
Updated: November 25, 2019, 5:00 PM IST
SBIનું એલર્ટ! ઈન્ટરનેટ ઉપર ન શોધો કસ્ટમર કેરનો નંબર, નહીં તો પસ્તાશો
ફાઈલ તસવીર

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કએ એક વખત ફરીથી ચેતવણી આપી છે. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા છે કે ઈન્ટરનેટ ઉપર કન્ટમર કેર નંબર શોધવો ગ્રાહકોને ભારે પડી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કએ (state bank of India) (SBI) એક વખત ફરીથી ચેતવણી આપી છે. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા છે કે ઈન્ટરનેટ ઉપર કન્ટમર કેર નંબર શોધવો ગ્રાહકોને ભારે પડી શકે છે. બેન્કે ટ્વીટ કરીને ગ્રાહકોને કહ્યું છે કે, ગ્રાહકો ફેક કસ્ટમર કેરના ચક્કરમાં ન પડે નહીં તો તે છેતરપિંડીનો શિકાર બની શકે છે. બેન્કે એ પણ કહ્યું કે, બેન્કની સત્તવાર બેવસાઈટ bank.sbiથી જ કોન્ટેક્ટ અને બ્રાન્ચની જાણકારી લે.

શું ન કરવું ?
-SBIએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગ્રાહકો ક્યારેય પણ ઈન્ટરનેટ ઉપરથી બેન્ક કે બ્રાન્ચના નંબરો ઉપર કોલ ન કરે.

-પોતાની અંગત જાણકારીઓ શૅર ન કરો
-આ ઉપરાંત બેન્ક ડિટેલ્સ જેવી કે બેન્ક એકાઉન્ટ નંબર, કાર્ડ નંબર, સીવીવી, ઓટીપી અને પીન કોઈને ન જણાવો.

આ પણ વાંચોઃ-Photo: 37 વર્ષીય આ ભારતીય ક્રિકેટર માટે કન્યા શોધી રહ્યો છે હરભજન સિંહશું કરવું?
-બેન્કે જણાવ્યું કે માત્ર https://bank.sbi ઉપર ઉપલબ્ધ કસ્ટમર કેર નંબર ઉપર જ સંપર્ક કરો.
-બ્રાન્ચની ડીટેલ્સ માત્ર https://bank.sbi/web/home/locator/branchથી જ પ્રાપ્ત કરો.
-SBIથી કોન્ટેક્ટ કરવા માટે માત્ર સત્તાવાર રીતનો જ ઉપયોગ કરવો

આ પણ વાંચોઃ-આદુનાં આ સામાન્ય ઉપાયથી પેટની ચરબીથી માંડીને હાર્ટની બીમારી દૂર કરશે

એસબીઆઈએ કસ્ટમર કેર નંબર જણાવ્યો
એસબીઆઈએ ટ્વીટમાં પોતાનો કસ્ટમર કેર નંબર પણ જણાવ્યો હતો. તમે કોઈપણ મદદ માટે એસબીઆઈના 24*7 ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 11 2211, 1800 425 3800 या 080-26599990 ઉપર કોલ કરી શકો છો.

આ પણ વાંચોઃ-ફિલ્મને પણ ટક્કર મારે એવી કહાનીઃ છૂટાછેડા આપીને ખુદ પતિ જ પત્નીના પ્રેમી સાથે કરાવશે લગ્ન

કોઈની સાથે બેન્કની ખાનગી માહિતી શૅર ન કરો
આ પહેલા બેન્કે ગ્રાહકોને એલર્ટ કરતા જણાવ્યું હતું કે, પોતાના કાર્ડની જાણકારી પોતાની પાસે જ રાખો. આને કોઈબીજા સાથે શૅર ન કરો. તમારે તમારી બેન્ક ડિટેલ્સ જેવીકે, પાસવર્ડ (Password), પિન (PIN), ઓટીપી (OTP), સીવીવી (CVV) અને યુપીઆઈ પીન (UPI-PIN) વગેરેની જાણકારી પોતાની પાસે જ રાખવી કોઈને આ માહિતી જાણ ન કરવી.
First published: November 25, 2019, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading