કોરોના સંકટ વચ્ચે SBIએ કરી મોટી જાહેરાત, ઘરે બેઠા હવે ફોન પર મળશે આ જરૂરી સુવિધાઓ

News18 Gujarati
Updated: March 26, 2020, 8:06 AM IST
કોરોના સંકટ વચ્ચે SBIએ કરી મોટી જાહેરાત, ઘરે બેઠા હવે ફોન પર મળશે આ જરૂરી સુવિધાઓ
(ફાઇલ તસવીર)

SBIના ગ્રાહકો આ 5 સ્ટેપ્સનો ઉપયોગ કરી આપના એકાઉન્ટને લગતી જરૂરી સેવાઓનો ઉપયોગ કરી શકશો

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કેસ દેશમાં વધતા જઈ રહ્યા છે. તેને ધ્યાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. તમામ બેંક પણ લોકોના ટ્રાન્જેક્શન અને બીજી સેવાઓ માટે ડિજિટલ માધ્યમથી કરવા માટે કહી રહી છે, જેનાથી તેમને બેંકની બ્રાન્ચ આવવાની જરૂર ન ઊભી થાય. હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકો માટે એક નવી સુવિધાની શરૂઆત કરી છે જેનાથી તેઓ ઘરે બેઠા-બેઠા પોતાના બેંક એકાઉન્ટમાં જમા બેલેન્સ અને છેલ્લા પાંચ ટ્રાન્જેક્શનની જાણકારી મેળવી શકે છે. બેંકે તેના માટે ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ (IVR) સુવિધાની શરૂઆત કરી છે. તેને પાંચ સરળ સ્ટેપ્સમાં કરી શકાય છે.

5 સ્ટેપ્સનો કરો ઉપયોગ

>> તેના માટે સૌથી પહેલા આપને બેંકના કસ્ટમર કોન્ટેક્ટ સેન્ટરમાં 1800-425-3800 અથવા તો 1800-11-2211 પર ફોન કરવાનો છે.

>> ત્યારબાદ પોતાના માટે યોગ્ય ભાષાની પસંદગી કરો.
>> પછી પોતાના રજિસ્ટર્ડ બેઝ્ડ નંબર સર્વિસ માટે 1 ને સિલેક્ટ કરો.
>> ત્યારબાદ પોતાના બેલેન્સ અને છેલ્લા પાંચ ટ્રાન્જેક્શન માટે 1 નંબરને ફરી સિલેક્ટ કરવાનું રહેશે.>> અંતે IVR દ્વારા જાણકારી લેવા માટે 1 નંબરને સિલેક્ટ કરો અને SMS દ્વારા જાણકારી મેળવવા માટે 2 નંબર સિલેક્ટ કરો.

આ પણ વાંચો, Inside Story: તો આ કારણે ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું

આ સુવિધા માત્ર સેવિંગ્સ કે કરન્ટ એકાઉન્ટ માટે છે, જેને એક જ વ્યક્તિ ઓપરેટ કરી રહ્યું છે. આ ઉપરાંત આપનું એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ, તેના માટે આપનો મોબાઇલ નંબર એક જ ખાતાધારકના નામે રજિસ્ટર હોવો પણ જરૂરી છે.

ATMને લઈને ખાસ સેફ્ટી ટિપ્સ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ ટ્વિટર પર પોતાના ગ્રાહકોને એટીએમનો ઉપયોગ કરવા માટે કેટલીક સાવધાનીઓ રાખવા માટે કહ્યું છે. બેંક મુજબ જો ATM સેન્ટરમાં બીજી કોઈ વ્યક્તિ હાજર છે અને તે ATMનો ઉપયોગ કરી રહ્યો છે તો સેન્ટરમાં ન જાઓ. આ ઉપરાંત ATMમાં જતાં પહેલા સેનીટાઇઝરનો ઉપયોગ કરો. તેનો હંમેશા ઉપયોગ કરવો જરૂરી છે.

આ પણ વાંચો, લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading