Home /News /business /Tata PUNCH પર SBIની શાનદાર ઑફર, લોન પર મળશે વિશેષ છૂટ, જાણો કેવી રીતે અરજી કરશો

Tata PUNCH પર SBIની શાનદાર ઑફર, લોન પર મળશે વિશેષ છૂટ, જાણો કેવી રીતે અરજી કરશો

ટાટા પંચ

SBI Offers on Tata Punch: ટાટા પંચ પર આ દિવાળીએ દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ખાસ ઑફર આપી રહી છે.

મુંબઈ: ટાટા મોટર્સે (Tata motors) ગત મહિને ટાટા પંચ (Tata Punch) કાર લૉંચ કરી છે. ટાટા પંચ પર આ દિવાળી (Diwali 2021)એ દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India) ખાસ ઑફર આપી રહી છે. આ ઑફરમાં તમને ઓછા વ્યાજ દરે કાર મળી શકશે. એટલું જ નહીં, જો તમે આ ઑફર સાથે કાર ખરીદો છો તો તમારે લોન માટે કોઈ જ પ્રોસેસિંગ ચાર્જ (Loan processing charges) પણ ચૂકવવો નહીં પડે. આ માટે તમારે SBI Yono એપ મારફતે લોન માટે અરજી કરવાની રહેશે.

કેટલી છૂટ મળશે?

ટાટા મોટર્સ હાલ ટાટા પંચનું બુકિંગ લઈ રહી છે. જો લોકો લોન પર કાર ખરીદવાનું વિચાર રહ્યા છે તે લોકો SBI યોનો મારફતે લોન માટે અરજી કરીને વ્યાજમાં 0.50 ટકાની છૂટનો ફાયદો મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે ટાટા મોટર્સની ટાટા પંચની શરૂઆતની કિંમત (એક્સ શોરૂમ) 5.49 લાખ રૂપિયા છે. ટાટા પંચનું ટોપ વેરિઅન્ટ 8.79 લાખ રૂપિયામાં આવે છે.

કોણ અરજી કરી શકે?

>> કોઈ પણ ભારતીય નાગરિક લોન માટે અરજી કરી શકે છે.
>> એક શરત એવી પણ છે કે લોન લેનાર વ્યક્તિની ઉંમર 21થી 67 વર્ષ હોવી જોઈએ.
>> લોન માટે પાનકાર્ડ આપવું ફરજિયાત છે.
>> નોકરિયાત વર્ગ માટે તેમની ઓછામાં ઓછી વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હોય તે જરૂરી છે.
>> યોનો એપ્લિકેશનથી ફક્ત એક જ અરજી થઈ શકે છે.

કયા દસ્તાવેજ જરૂરી?

>> છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
>> ઓળખપત્ર તરીકે આધારકાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી અથવા ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી કોઈ એક દસ્તાવેજ.
>> સરનામાના પુરાવા તરીકે પ્રોપર્ટી ટેક્સ અથવા નગરપાલિકા ટેક્સની રસીદ, પેન્શન આદેશ, અલોટમેન્ટ લેટર, યૂટિલિટી બિલ, વીજળી કે ટેલીફોન બિલ, પોસ્ટપેડ મોબાઇલ ફોન બિલ, ગેસ કે પાણી બિલ વગેરેમાંથી કોઈ એક જરૂરી છે.
>> બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
>> ડિલર્સ તરફથી વાહનની કિંમતનું વિવરણ કરતો પત્ર.

આ પણ વાંચો: SBIએ YONO Appથી ત્રણ લાખ સુધીની પેપરલેસ ટુ-વ્હીલર લોન આપવાની કરી શરૂઆત- જાણો વિગત

કેટલી લોન મળે?

એસબીઆઈ આ ઑફરમાં ટાટા પંચ માટે ઓન રોડ ફાઇનાન્સ કરી રહી છે. એસબીઆઈનો કાર લોન દર 7.25%થી 7.95 ટકા સુધી છે. બેંક તરફથી પ્રોસેસિંગ ફી 31 જાન્યુઆરી, 2022 સુધી ઝીરો કરી દેવામાં આવી છે. એટલે કે ટાટા પંચ માટે લોનની અરજી કરનાર લોકોએ લોન પ્રોસેસિંગ ચાર્જ નહીં ચૂકવવો પડે.



ટાટા પંચ ફીચર

ટાટા પંચ મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT) અને ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT) એમ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. કારના કુલ ચાર વેરિઅન્ટ છે, જેમાં Pure, Adventure, Accomplished અને Creativeનો સમાવેશ થાય છે. ટાટા પંચ 1.2 લીટર પેટ્રોલ એન્જીન સાથે આવે છે. જેમાં ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બંને ટ્રાન્સમિશન વિકલ્પ છે. ટાટા પંચમાં ટોલ સિટિંગ, હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 370 એમએમ વોટર વેડિંગ કેપિસિટી હશે.

આ પણ વાંચો: Tata Power EV Charging Stations: ટાટા પાવરે દેશભરમાં લગાવ્યા 1,000 EV ચાર્જિંગ સ્ટેશન, જાણો તમારા શહેરમાં છે કે નહીં

Tata Punchની કિંમત

સબ-કમ્પેક્ટ SUV અને કોમ્પેક્ટ SUV ટાટા પંચની શરૂઆતની કિંમત (Tata Punch price revealed) 5.49 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ દિલ્હી) છે. ટાટા પંચે Pure વેરિઅન્ટની કિંમત ₹5.49 લાખ રૂપિયા રાખી છે. જ્યારે Adventure વેરિઅન્ટની કિંમત ₹6,39,000 લાખ, Accomplished મોડલની કિંમત ₹7,29,000 લાખ અને ટોપ વેરિઅન્ટ Creativeની કિંમત ₹8,49,000 લાખ રૂપિયા રાખી છે. ટાટા પંચ H2X કૉન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. આ કારને ટાટા મોટર્સે 2020 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરી હતી.

આ પણ વાંચો: Tata Altrozના સૌથી સસ્તા મૉડલની કિંમત કેટલી, જાણો તમામ વેરિઅન્ટની કિંમત, તમારા માટે કયું મૉડલ બેસ્ટ?

કેટલી સુરક્ષિત છે Tata Punch?

ગ્લોબલ NCAP તરફથી વયસ્ક સુરક્ષા મામલે ટાટા પંચને 5 રેટિંગ મળ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન ટાટા પંચને 17માંથી 16.45 અંક આપવામાં આવ્યા હતા. જ્યારે બાળકોની સુરક્ષા મામલે ટાટા પંચને 4 રેટિંગ મળ્યું છે. બાળકોની સુરક્ષા મામલે ટાટા પંચને 49માંથી 40.89 અંક મળ્યા છે. ક્રેશ ટેસ્ટ માટે ટાટા પંચને 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી હતી. સાથે જ જે કારને ટેસ્ટ કરવામાં આવી હતી તેમાં બે એર બેગ્સ હતી. ગ્લોબલ NCAPના ટેસ્ટિંગ દરમિયાન ટાટા પંચ ભારતની સૌથી સુરક્ષિત કાર બની ગઈ છે. ક્રેશ દરમિયાન કારની બોડી જેમની તેમ રહી હતી.
First published:

Tags: Loan, Tata motors, TATA Punch, Yono, એસબીઆઇ, કાર