બાળકોના નામ પર અહીં ખોલાવો ખાતું, મળશે પાંચ મોટા ફાયદા

News18 Gujarati
Updated: November 26, 2019, 9:57 AM IST
બાળકોના નામ પર અહીં ખોલાવો ખાતું, મળશે પાંચ મોટા ફાયદા
આ ખાતામાં એક દિવસની 5000 રૂપિયાની લેવડદેવડની મર્યાદા હોય છે.

આ ખાતાની વિશેષતા એ છે કે તમારે મહિનાનું સરેરાશ બેલેન્સ (MAB) એટલે કે લઘુત્તમ બેલેન્સ જાળવવાની ઝંઝટ નથી.

  • Share this:
દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સગીર માટે 'પહેલું પગલું અને પહેલી ઉડાન' બચત ખાતું રજૂ કર્યું છે. આ ખાતાની વિશેષતા એ છે કે આમા મહિનાનું સરેરાશ બેલેન્સ (એમએબી) એટલે કે લઘુત્તમ બેલેન્સ જાળવવાની ઝંઝટ નથી. ઉપરાંત તેમાં ખાતું ખોલવા પર તમારા બાળકને તેના ફોટો પ્રિન્ટેડ એટીએમ કાર્ડની સાથે ઇન્ટરનેટ બૅન્કિંગ સુવિધા પણ મળશે. આ ખાતા વિશે જાણો.

(1) લાયકાત

>> પહેલું પગલું - કોઈપણ સગીર બાળક કોઈપણ ઉંમરે આ એકાઉન્ટ ખોલી શકે છે, પરંતુ આ એકાઉન્ટ માતાપિતા અથવા સંયુક્ત રીતે ખોલી શકાય છે.

>> પહેલી ઉડાન- આ એકાઉન્ટ 10 વર્ષથી ઓછી ઉંમરના નાના પોતાના નામ ખોલી શકે છે.(2) ટ્રાન્ઝેક્શનની મર્યાદા - પહેલું પગલું અને પહેલી ઉડાન બંને ખાતામાં એક દિવસની 5000 રૂપિયાની લેવડદેવડની મર્યાદા હોય છે અને મોબાઇલ બૅન્કિંગ મર્યાદા 2 હજાર રૂપિયા છે. સગીર લોકો આ ખાતામાંથી બિલ પેમેન્ટ, ઇન્ટર-બૅન્ક ફંડ ટ્રાન્સફર (NEFT), ડિમાન્ડ ડ્રાફ્ટ્સ અને ઇ-ટર્મ ડિપોઝિટ (e-term deposits)) કરી શકે છે.(3) વ્યાજ દર - પહેલું પગલું અને પહેલી ઉડાનમાં બચત બૅન્ક ખાતા જેટલું જ વ્યાજ છે. 1 લાખ રૂપિયાથી નીચેના વ્યાજ પર એસબીઆઈનો વ્યાજ દર 3.25% છે. 1 લાખ રૂપિયા વધુ પર 3 ટકા વ્યાજ છે.

(4) ડેબિટ કાર્ડ-

>> પહેલું પગલું- આમાં ડેબિટ કાર્ડ પર બાળકોનો ફોટો હોય છે. આ કાર્ડમાંથી રોકડ ઉપાડવાની મર્યાદા 5000 રૂપિયા છે અને તે સગીર અને માતા-પિતાના નામે જાહેર કરવામાં આવે છે.

>> પહેલી ઉડાન- આમાં મળેલા ડેબિટ કાર્ડ પર એક ફોટો છે અને તમે આ કાર્ડમાંથી 5000 રૂપિયામાં રોકડ પણ ઉપાડી શકો છો. આ કાર્ડ સગીરના નામે આપવામાં આવે છે.(5) ચેકબુક સુવિધા-

>> પહેલું પગલું- આમાં, સગીરના નામે માતાપિતાને પર્સનલઇઝડ ચેકબુક આપવામાં આવે છે. આમા 10-ચેક વાળી ચેકબુક છે.
>> પહેલી ઉડાન- આ ખાતામાં સગીરના નામે 10 ચેક બુકવાળી ચેકબુક આપવામાં આવશે જો તે એકસરખી રીતે સહી કરી શકે.
First published: November 26, 2019, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading