SBIની સિનિયર સિટીઝનને ભેટ, FD પર મળશે 30 જૂન સુધી વધુ વ્યાજ, જાણો સમગ્ર યોજના

SBIની સિનિયર સિટીઝનને ભેટ, FD પર મળશે 30 જૂન સુધી વધુ વ્યાજ, જાણો સમગ્ર યોજના
પ્રતિકાત્મક તસવીર

અગાઉ આ સ્કીમની અંતિમ તારીખ 31મી માર્ચ હતી. પરંતુ, આજે SBIએ આ યોજનાની તારીખ વધારીને 30 જૂન, 2021 કરી છે. જાણો કેટલું વ્યાજ મળશે, શું થશે ફાયદો

  • Share this:
    આજકાલ ચોતરફ મંદીનો માહોલ છે. સરકાર પાસે પણ ઈકોનોમીને બૂસ્ટ અપ કરવા વધારે વિકલ્પો નથી. સરકારી બેંકો થકી જનતાને વધારે વ્યાજ આપવાથી સામાન્ય મોંઘવારી અને બચતમાં અને અંતે ઈકોનોમીમાં સુધારો થશે તેવી આશા છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)એ વરિષ્ઠ નાગરિકોને એક મોટી ભેટ આપી છે. બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ચાલી રહેલ સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના (Special Fixed Deposit Scheme)ની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. સીનિયર સિટીઝન આ સ્કીમનો ફાયદો હવે જૂન સુધી લઈ શકશે.

    આ સ્કીમમાં બેંક વૃદ્ધ થાપણદારોને વધુ વ્યાજ દરનો લાભ આપી રહી છે. ગત વર્ષે કોરોના મહામારીમાં મે મહિનામાં બેંકે વીકેર સિનિયર સિટીઝન યોજના(We Care Senior Citizen Scheme) શરૂ કરી હતી.



    અગાઉ આ સ્કીમની અંતિમ તારીખ 31મી માર્ચ હતી. પરંતુ, આજે SBIએ આ યોજનાની તારીખ વધારીને 30 જૂન, 2021 કરી છે. એસબીઆઈએ સતત ત્રીજી વખત આ સ્કીમની સમયમર્યાદામાં વધારો કરીને વરિષ્ઠ નાગરિકો પ્રત્યે આ કપરા સમયમાં પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો છે.

    કેટલું મળશે વ્યાજ?

    વર્તમાન વ્યાજદર પ્રમાણે સામાન્ય નાગરિકોને પાંચ વર્ષના સમયગાળા માટે 5.4 ટકા વ્યાજ SBI આપે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આ We Care Senior Citizen Scheme હેઠળ FD કરાવે તો 6.20 વ્યાજ મળે છે. હવે આ યોજનાનો લાભ 30 જૂન સુધી મળશે.

    કેટલો ફાયદો?

    વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષ કે તેથી વધુ સમયની થાપણો પર 30 બેસિસ પોઇન્ટ વધારે વ્યાજ મળે છે. આ સ્કીમમાં પાંચ વર્ષથી ઓછા સમયની રિટેલ ટર્મ ડિપોઝિટમાં સામાન્ય નાગરિકો કરતા સીનિયર સિટીઝનને 0.50 ટકા વધુ વ્યાજ મળશે. આ સિવાય પાંચ વર્ષથી વધુની FD પર 0.80 ટકા (0.50 +0.30) વધુ વ્યાજ મળશે.

    સ્કીમની ખાસિયત શું છે?

    60 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ સ્કીમ હેઠળ FD મુકી શકે છે. આ યોજના 5 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે છે. જો તમે પાકતી મુદત પહેલા FD પાછી ખેંચી લેશો તો વધારાના વ્યાજનો લાભ નહીં મળે.

    એસબીઆઈ વીકેર ડિપોઝિટ હેઠળ નવા એફડી ખાતું ખોલવા અથવા જૂના એફડીના રીન્યૂઅલ, બંને પર વધારાના વ્યાજનો લાભ મળશે. એસબીઆઈ વરિષ્ઠ નાગરિકો માટેની આ સ્કીમ હવે 30 જૂન, 2021 સુધી ઓપન છે.
    Published by:News18 Gujarati
    First published:March 24, 2021, 18:50 pm

    ટૉપ ન્યૂઝ