Home /News /business /MC30 Smallcap: આ સ્મોલકેપ ફંડે ભારે જોખમ છતા કરાવી તગડી કમાણી, શું તમે પણ કર્યું છે રોકાણ?

MC30 Smallcap: આ સ્મોલકેપ ફંડે ભારે જોખમ છતા કરાવી તગડી કમાણી, શું તમે પણ કર્યું છે રોકાણ?

આ SBI Small Cap Fundનું પ્રારંભીક નામ DAIWA INDUSTRIAL LEADERS FUND હતું. શરુઆતમાં આ એક લાર્જકેપ ફંડ હતું.

SBI Small Cap Fund Higher Return and Higher Risk: પાછલા કેટલાક વર્ષોમાં આ ફંડમાં સામેલ સ્ટોકની સરેરાશ સંખ્યા 49 છે. જે પોતાની કેટેગરીની તુલનામાં સૌથી ઓછું છે. જોકે આ ફંડે રોકાણની સામે રિટર્ન ખૂબ જ તગડ઼ું આપ્યું છે. આ ફંડમાં તમે ફક્ત એસઆઈપી દ્વારા જ રોકાણ કરી શકો છો અને વધુમાં વધુ માસિક 25 હજાર રુપિયાની એસઆઈપી કરી શકાય છે.

વધુ જુઓ ...
મુંબઈઃ સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને વધુ જોખમ અને વધુ વળતર આપતું રોકાણ તરીકે ગણવામાં આવે છે. આ સ્કીમ્સમાં સામાન્ય રીતે નાની કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે જે તેમની ગ્રોથ સાઇકલના પ્રારંભિક તબક્કામાં હોય છે. આ કંપનીઓ ટૂંકા ગાળામાં બજારના ચઢાવ ઉતારતી ખૂબ પ્રભાવિત હોય છે.

બજારમાં જ્યારે તેજી હો તો આ કંપનીઓમાં ખૂબ જ ઝડપથી તેજી જોવા મળે છે. જ્યારે કરેક્શન આવે ત્યારે આ શેર તેટલી જ ઝડપતી તૂટરે છે. પરંતુ જો આપણે 7-10 વર્ષના લાંબા ગાળાના સંબંધમાં જોઈએ તો, એવી ઘણી સ્મોલકેપ સ્કીમ્સ છે જેણે અન્ય ઈક્વિટી કેટેગરીઝ અને ફ્રન્ટલાઈન ઈન્ડેક્સને પાછળ રાખી દીધા છે અને ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.એસબીઆઈ સ્મોલ કેપ ફંડ (એસએસએફ) એ આવું જ એક ફંડ છે. આ સ્કીમ મનીકંટ્રોલ દ્વારા પસંદ કરાયેલા 30 રોકાણ કરી શકાય તેવા ઇક્વિટી ફંડના MC30 બાસ્કેટનો એક ભાગ છે. SBI સ્મોલ કેપ ફંડ તેના કોર્પસના લગભગ 65 ટકા જેટલા ભાગનું રોકાણ એવી કંપનીઓમાં કરે છે જે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે કંપનીઓના રેન્કિંગમાં 250 નીચે આવે છે.

SBI MFના ઇક્વિટી હેડ આર. શ્રીનિવાસન SSFના ફંડ મેનેજર છે. તેઓ 2013 થી આ ફંડનું સંચાલન કરી રહ્યા છે. SSF તેની શ્રેણીમાં ત્રીજું સૌથી મોટું ફંડ છે. જૂન 2022 સુધીમાં તેની કુલ સંપત્તિ 11,646 કરોડ રૂપિયા હતી. હાલમાં, SSFમાં માત્ર નવા SIP રોકાણને મંજૂરી છે. આ ફંડમાં એકસાથે રોકાણ કરી શકાતું નથી. એ પણ નોંધવું રહ્યું કે ફંડનો માસિક SIP હપ્તો પ્રતિ પાન નંબર દીઠી રૂ. 25,000 સુધી મર્યાદિત છે.આ ફંડનો કોર્પસ રૂ. 11,646 કરોડ છે. SSF એ છેલ્લા 5 વર્ષ દરમિયાન AMFI નિર્ધારિત સ્મોલકેપ શેરોમાં પોતાનું 74 ટકા રોકાણ કર્યું છે. ખાસ વાત એ છે કે તેણે છેલ્લા 2 વર્ષથી કોઈ લાર્જ કેપ શેરોમાં રોકાણ કર્યું નથી. આ પોતાનામાં ખૂબ જ જોખમ ભરેલી સ્ટ્રેટેજી છે. નોંધનીય છે કે સ્મોલકેપ ફંડ્સમાં લિક્વિડિટી એ એક મોટો પડકાર છે. જો કે, ઊંચા જોખમ સાથે, તેમાં ઊંચા વળતરની પણ અપેક્ષા હોય છે.

રાજરતન ગ્લોબલ વાયર, રિલેક્સો ફૂટવેર, થંગામાયિલ જ્વેલરી અને ગરવારે ટેકનિકલ ફાઇબર્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તાજેતરમાં શેરબજારમાં આવેલા ઘટાડામાં આ ફંડે ડેલ્હીવેરી, ઝાયડસ વેલનેસ, નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસમાં પણ ખરીદી કરી છે.છેલ્લા કેટલાક વર્ષોથી આ ફંડ પાસે સરેરાશ સ્ટોકની સંખ્યા 49 છે, જે તેની કેટેગરીના અન્ય ફંડ્સની તુલનામાં સૌથી ઓછી છે. ફંડ મેનેજર આર શ્રીનિવાસનનું કહેવું છે કે અમે આ ફંડમાં સ્ટોકની સંખ્યા ઘટાડીને 49 કરતા ઓછા કરવા માંગીએ છીએ. લિક્વિડીટી સાથે જોડાયેલા પડકારો અને હાયર કન્વિક્શન શેરોની અછતને લીધે આ ફંડમાં સ્ટોક્સની સંખ્યા આટલી વધુ છે. ફંડમાં શેરની સંખ્યા ઘટાડવી એ અમારા માટે પડકાર છે. તેથી જ અમે આ ફંડમાં એકસાથે રોકાણ કરવાનું બંધ કર્યું છે.

નિષ્ણાતો કહે છે કે જે રોકાણકારો પાસે વધુ જોખમ લેવાની ક્ષમતા હોય છે તેઓ 7 વર્ષ કે તેથી વધુ સમયની મુદત સાથે SIP દ્વારા SSFમાં રોકાણ કરી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment tips, SBI bank, Share market, Stock market Tips, શેરબજાર