Home /News /business /

SBIનો શેર પરિણામ પછી અઢી ટકા તૂટ્યો, બ્રોકરેજ ફર્મ પાસેથી જાણો વેચી દેવા કે વધુ ખરીદવા

SBIનો શેર પરિણામ પછી અઢી ટકા તૂટ્યો, બ્રોકરેજ ફર્મ પાસેથી જાણો વેચી દેવા કે વધુ ખરીદવા

SBIનું પરિણામ નબળું આવ્યું હવે શું કરવું જોઈએ નિષ્ણાતોએ જણાવ્યું.

SBI Result and Experts views: દેશની સૌથી મોટી બેંકનું નાણાકીય વર્ષ 23ના પહેલા ત્રિમાસિકગાળાનું પરિણામ આવી ચૂક્યું છે. જે આશા કરતા નબળું રહ્યું છે. જે બાદ એસબીઆઈના શેરમાં 2.5 ટકા જેટલો ઘટાડો નોંઘાયો છે. ત્યારે હવે આ શેરમાં તમારે શું કરવું જોઇએ પોઝિશન ઉભી રાખવી જોઈએ અને ઘટાડાએ નવા શેર પોર્ટફોલિયોમાં એડ કરવા જોઈએ કે પછી પોઝિશન સ્ક્વેરઓફ કરી દેવી જોઈએ.

વધુ જુઓ ...
  મુંબઈઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના પ્રથમ ક્વાર્ટરમાં પરિણામ અપેક્ષા કરતા નબળા રહ્યા છે. નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમં બેંકનો નફો 6 હજાર 68 કરોડ રૂપિયા રહ્યો છે. જે પાછલી 6 ત્રિમાસિક ગાળા એટલે કે દોઢ વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે. બેંકની વ્યાજની આવક પણ અપેક્ષા કરતા ઓછી જોવા મળી હતી. તેમજ નવા એનપીએમાં 180 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત છેલ્લા 22 ક્વાર્ટરમાં પહેલીવાર બેંકની ડિપોઝિટમાં પણ ઘટાડો થયો હતો.

  છોટા પેક બડા ધમાકા! માર્કેટ નિષ્ણાતોએ તગડી કમાણી માટે આ સ્મોલકેપ્સ પર નજર ટેકવી

  એસબીઆઈનો શેર આજે બપોરે 1.12 વાગ્યે NSE પર 2.55 ટકા ઘટીને રૂ. 517.50 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. SBIનો જૂન ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 6.7 ટકા ઘટીને રૂ. 6,068 કરોડ રહ્યો હતો. જ્યારે ગત વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં બેન્કનો ચોખ્ખો નફો અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 6,504 કરોડ હતો. આ વખતે વ્યાજ સિવાયની આવકમાં મોટા ઘટાડાને કારણે SBIના નફામાં ઘટાડો થયો હતો. બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) જૂન ત્રિમાસિક ગાળામાં 12.87 ટકા વધીને 31,196 કરોડ રુપિયા રહી હતી. જ્યારે ગત સમાન સમયગાળામાં બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ રૂ. 27,638 કરોડ રહી હતી. ત્યારે હવે SBIના શેર જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો હવે શું કરાય? આ સ્તરે વેચી દેવા જોઈએ કે દરેક ઘટાડે નવા ખરીદવા જોઈએ આવો સમજીએ બ્રોકરેજ હાઉસના નિષ્ણાતો પાસેથી.

  Hot Stock: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો આ શેર્સને પોર્ટફોલિયોમાં સામેલ કરો, તિજોરી ભરી દેશે

  CLSAની SBI પર સલાહ

  બ્રોકરેજ હાઉસ CLSAએ એસબીઆઈ પર ઓપિનિયન આપતા આ ઘટાડે શેરની ખરીદી કરવા કહ્યું છે. તેમજ બ્રોકરેજ હાઉસે તેની ટાર્ગેટ પ્રાઈસ વધારીને 660 રૂપિયા નક્કી કરી છે. તેમનું કહેવું છે કે બેન્કની NIM અંદાજ કરતાં ઓછી હતી પરંતુ તેમાં વધુ સુધારો થવાની શક્યતા છે. તેમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 23-25માં બેંકનો ROE 15.5%-16% હોઈ શકે છે.

  JP Morganની SBI પર સલાહ

  બ્રોકરેજ ફર્મ JP Morganએ SBI પર સલાહ આપતા તેને ઓવરવેટ રેટિંગ આપ્યું છે. ફર્મે બેંકના શેરની ટાર્ગેટ પ્રાઈસ 650 રૂપિયા નક્કી કરી છે. તેમનું કહેવું છે કે બેન્કનો ગ્રોથ સારો રહ્યો હતો પરંતુ બોન્ડમાં નબળો બિઝનેસ હતો. બીજી તરફ નાણાકીય વર્ષ 23-24 બાદ તેની ROE રેન્જ સામાન્ય રહેવાની શક્યતા છે.

  Paytmના શેરમાં ઉછાળો આવતા રોકાણકારોએ શું કરવું? નિષ્ણાતોને હજુ પણ આ વાતની આશંકા

  SBI અંગે માર્કેટ રિસર્ચ એજન્સી MOSLનો અભિપ્રાય

  MOSL એ SBI પર પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે ખરીદવાની સલાહ આપી છે. તેણે બેંકના શેરની ટાર્ગેટ કિંમત 625 રૂપિયા નક્કી કરી છે. તેમનું કહેવું છે કે બેંકનું કોર ઓપરેટિંગ પ્રદર્શન ટ્રેક પર છે. માર્જિનમાં નબળાઈ જોવા મળી હતી પરંતુ નબળા ક્વાર્ટરમાં પણ એસેટ ગુણવત્તામાં સુધારો થયો હતો. તેમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 23-24 સુધીમાં NII સરેરાશ 16% ની વૃદ્ધિ થઈ શકે છે.

  SBI લોન અંગે Prabhudas Lilladherનો અભિપ્રાય

  Prabhudas Lilladherએ એસબીઆઈ પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે કોર્પોરેટ સેક્ટરમાં તેનું આઉટલુક સારું દેખાઈ રહ્યું છે. કેમ કે બેંક દ્વારા આપવામાં 1.2 લાખ કરોડની લોન પાઇપલાઈનમાં છે. જેથી બ્રોકરેજે તેના પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ હાઉસે એસબીઆઈના શેર માટે રૂ. 600 ની ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરી છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Expert opinion, SBI bank, Stock market, શેરબજાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन