Home /News /business /

SBI server down: ઇન્ટરનેટ બેન્કિંગ અંગે SBIએ આપી મહત્ત્વની માહિતી, આ કારણે બંધ રહેશે સેવા

SBI server down: ઇન્ટરનેટ બેન્કિંગ અંગે SBIએ આપી મહત્ત્વની માહિતી, આ કારણે બંધ રહેશે સેવા

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા

SBI UPI Down: SBI ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ સેવા, યોનો (YONO), યોનો લાઈટ (YONO Lite), યૂપીઆઈ (Mobile), મોબાઇલ બેન્કિંગ જેવી સેવાને 300 મિનિટ સુધી શનિવાર અને રવિવાર બંને દિવસ નહીં વાપરી શકે.

    મુંબઇ. SBI server down: જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India - SBI)ના ગ્રાહક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. શનિવારે SBI બેંકના ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસ (Internet banking service)નો લાભ નહીં લઈ શકે. ઉલ્લેખનીય છે કે બે દિવસ એટલે કે શનિવાર અને રવિવારે બેંક પણ બંધ રહેશે. શનિવાર અને રવિવારે બેંકમાં રજા (Bank Holiday) છે. એટલે કે શનિવારે બેંકની સાથે સાથે ઇન્ટરનેટ બેન્કિંગ સેવાનો લાભ પણ નહીં લઈ શકાય. ઉલ્લેખનીય છે કે બેંકો પોતાની ઓનલાઇન સેવાઓને વધારે સારી બનાવવા કે અપગ્રેડ કરવા માટે અગાઉથી જાહેરાત કરીને મેઇન્ટેનન્સ કામ કરતી હોય છે.

    SBI ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ સેવા, યોનો (YONO), યોનો લાઈટ (YONO Lite), યૂપીઆઈ (Mobile), મોબાઇલ બેન્કિંગ જેવી સેવાને 300 મિનિટ સુધી શનિવાર અને રવિવાર બંને દિવસ નહીં વાપરી શકે. SBIની દેશમાં 22,000થી વધારે બ્રાંચ છે અને 57,889થી વધારે એટીએમ છે.

    બેંકે ટ્વીટ કરીને માહિતી આપી

    સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર માહિતી આપી છે કે, "અમે સન્માનિત ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે બની રહો. અમે ઉત્તમ બેન્કિંગ સેવા આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમે 11મી ડિસેમ્બર 2021ના રોજ રાત્રે 23:30 વાગ્યાથી 4:30 (300 મિનિટ) સુધી અમારી આઈટી સેવાને વધારે સારી કરવાનું કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન INB / Yono / Yono Lite / Yono Business / UPI કામ નહીં કરે. અસુવિધા માટે અમને ખેદ છે. અમારી સાથે બન્યા રહો."

    આ પણ વાંચો: તમારા SBI એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ પર પણ કપાશે ચાર્જ, જાણો શું છે કારણ

    ATMમાંથી પૈસા ઉપાડવા અંગે નિયમમાં ફેરફાર

    સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે બેંકના ગ્રાહકો હવે પહેલાથી નિશ્ચિત મર્યાદામાં એસબીઆઈ એટીએમમાંથી OTP મારફતે પૈસા ઉઠાવી શકશે. આ કેસમાં તમે જ્યારે એટીએમમાંથી પૈસા ઉઠાવશો ત્યારે બેંક તમને એક એટીપી આપશે. આ ઓટીપી દાખલ કર્યાં બાદ જ તમે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકશો. એસબીઆઈ તરફથી પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે. બેંક તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "બેંકના એટીએમમાંથી ઓટીપી આધારિત પૈસા ઉપાડવાની અમારી વ્યવસ્થા કૌંભાડીઓ સામે રક્ષણ આપવા માટે છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Internet banking, Yono, એસબીઆઇ

    આગામી સમાચાર