SBI FD Scheme: મોંઘવારી અને મોંઘી લોન વચ્ચે બેંકોએ ગ્રાહકોને ડિપોઝીટ પર પણ વધુ વ્યાજ આપવાનું શરૂ કર્યું છે. હાલના સમયમાં, જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોએ અલગ-અલગ કાર્યકાળની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી બેંક SBIએ પણ FD પર તેના જમા દરમાં વધારો કર્યો છે. આમાં નિયમિત ગ્રાહકોને મહત્તમ 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. SBI, 'SBI Wecare ડિપોઝિટ સ્કીમ' હેઠળ વરિષ્ઠ નાગરિકોને વધારાના લાભો આપે છે. આ યોજનાની સમય મર્યાદા વધારીને 31 માર્ચ 2023 કરવામાં આવી છે.
ડિપોઝિટ 5 લાખની અને વ્યાજ 2 લાખ રૂપિયા
SBI વરિષ્ઠ નાગરિકો માટે, ખાસ સ્કીમ SBI WeCare Deposit પર 7.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. જો તે આ સ્કીમમાં 5 લાખ રૂપિયા જમા કરાવે છે, તો તેને 5 વર્ષની મેચ્યોરિટી પર 7,16,130 રૂપિયા મળશે. એટલે કે માત્ર વ્યાજની આવક રૂ. 2,16,130 થશે.
આ સ્કીમમાં, 0.50 ટકા ઉપરાંત, 0.30 ટકા એટલે કે 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની FD પર તમામ વરિષ્ઠ નાગરિકોને કુલ 0.80 ટકા વધુ વ્યાજ ઓફર કરવામાં આવે છે. આ વ્યાજ દરો 13 ડિસેમ્બર 2022 થી રૂ.2 કરોડથી ઓછી ડિપોઝીટ પર લાગુ કરવામાં આવ્યા છે.
ટેક્સ કપાતનો લાભ મળશે
બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ/ટર્મ ડિપોઝિટ સામાન્ય રીતે સલામત ગણવામાં આવે છે. જોખમ વિનાના રોકાણકારો માટે આ એક સારો વિકલ્પ છે. કલમ 80C હેઠળ 5 વર્ષની ટેક્સ સેવિંગ FD પર રૂ.1.5 લાખ સુધીની કર કપાત મળે છે. જો કે, FD પર મળતું વ્યાજ કરપાત્ર છે. તેમાં 5 વર્ષનું લોક ઇન છે. આ સમયગાળો 10 વર્ષ સુધી વધી શકે છે. SBI તેના કર્મચારીઓ અને પેન્શનધારકોને FDના વર્તમાન દરો કરતા 1% વધુ વ્યાજ આપે છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર