Home /News /business /SBIની સ્કિમ તમને દર મહિને કરાવશે કમાણી, અહિં જાણો સંપૂર્ણ માહિતી

SBIની સ્કિમ તમને દર મહિને કરાવશે કમાણી, અહિં જાણો સંપૂર્ણ માહિતી

SBIની સ્કિમ તમને દર મહિને કરાવશે કમાણી, અહિં જાણો સંપૂર્ણ માહિતી

SBI Scheme For Monthly Income: દેશની સૌથી મોટી બેંક પોતાના ગ્રાહકોને એન્યુઈટી ડિપોઝિટ સ્કીમની સુવિધા પણ આપે છે. આ યોજના હેઠળ ગ્રાહકો બેંકમાં એક સાથે એક નિશ્ચિત રકમ જમા કરે છે. જેથી બેંક દ્વારા દર મહિને આ ફંડમાંથી એક નિશ્ચિત રકમ વ્યાજ જોડીને હપ્તા સ્વરુપે મોકલવામાં આવે છે.

વધુ જુઓ ...
    આજે વધતી જતી મોંઘવારી વચ્ચે સેવિંગ અને રોકાણ (Saving & Invest Money) કરવું દરેક વ્યક્તિ માટે ખૂબ આવશ્યક બની ગયું છે. સેવિંગમાં બચાવેલા પૈસા (Saved Money) ખરાબ સમયમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો રોકાણ દ્વારા કમાણી (Earn Money) કરી શકાય છે. હાલ કોરોના મહામારી અને વિશ્વના દેશોમાં વધી રહેલા સરહદી વિવાદોની અસર ક્યાંકને ક્યયાંક સામાન્ય માણસના ખિસ્સા પર જરૂર પડે છે. ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને રોકાણ અને સેવિંગ બંને મહત્વના પાસાઓ (Importance of Saving & Investing) સાબિત થાય છે.

    આજે રોકાણ કરવા માટે આપણી પાસે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. સાથે જ ભારતમાં ઘણી બેંકો પોતાના ગ્રાહકોને રોકાણની સુવિધાઓ આપે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે આ પ્રકારની યોજના (SBI Investment Scheme) લઇને આવ્યું છે, જેનું નામ એન્યુઇટી ડિપોઝીટ સ્કિમ (What is annuity deposit scheme) છે.

    આ પણ વાંચોઃ માર્કેટની ઉથલપાથલ વચ્ચે આજે SBI-Paytm સહિત આ 5 શેર્સમાં મોકો

    શું છે SBIની એન્યુઇટી ડિપોઝીટ સ્કિમ?

    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ યોજમાં તમે બેંકમાં અમુક રકમ ડિપોઝીટ કરી શકો છો. જેના બદલામાં તમને દર મહિને બેંક તરફથી નક્કી રકમ વ્યાજ સાથે આપવામાં આવે છે. એસબીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, એસબીઆઇની આ યોજનામાં તમે એક નક્કી રકમની જગ્યા દર મહીને હપ્તા રૂપે પણ કમાણી કરી શકે છો.

    આ પણ વાંચોઃ નાશિકના યુવાને વાંસની ખેતીમાં બનાવ્યો એવો રેકોર્ડ કે રાજ્યપાલે પણ નોંધ લીધી

    આરડી અને આ સ્કિમમાં શું છે તફાવત?

    બેંકની આરડી સ્કિમમાં પણ ગ્રાહકોને હપ્તા સ્વરૂપે પૈસા આપવામાં આવે છે અને મેચ્યોરિટીની તારીખ પર પણ તેને રકમની ચૂકવણી કરવામાં આવે છે. એન્યુઇટી ડિપોઝીટ સ્કિમમાં એક વખત પૈસા જમા કરાવવા પડે છે, તે મૂળ રકમ પર ગ્રાહકોને તેમની પસંદગીના સમયગાળામાં હપ્તામાં કરવામાં આવે છે.

    એફડી ખાતામાં ગ્રાહકો દ્વારા એક વખત રકમ જમા કરવામાં આવે છે અને તેમને એક નક્કી સમયગાળા બાદ મેચ્યોરિટીની રકમ મળે છે. સ્પેશ્યલ ટર્મ ડિપોઝીટની યોજનામાં મળનારી રકમમાં મૂળ રકમ અને વ્યાજ બંને સામેલ હોય છે. તો માત્ર એફડી યોજનાઓમાં મળનારી રકમમાં મૂળ રકમ સામેલ હોય છે. જ્યારે વ્યાજની ચૂકવણી સમયાંતરે કરવામાં આવે છે.

    આ પણ વાંચોઃ પાક્કો મલ્ટિબેગર શેર! 1 પર 4 બોનસ શેર આપતાં જ રોકાણકારોના 1 લાખ બન્યા 24.05 કરોડ

    કેટલું મળે છે વ્યાજ?

    એસબીઆઇની એન્યુઇટી સ્કિમમાં એફડીના હિસાબે વ્યાજનો ફાયદો મળે છે. આ સ્કિમમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાના બેઝ પેમેન્ટના હિસાબથી પણ રકમ જમા કરી શકો છો. હપ્તાની ચૂકવણી તમને જમા કરવામાં આવેલી તારીખને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
    First published:

    Tags: Business news, Gujarati news, Investment tips, Personal finance, SBI બેંક

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો