SBIના ગ્રાહકો 1 મહિનામાં આટલી વખત મફતમાં પૈસા ઉપાડી શકશે

News18 Gujarati
Updated: October 3, 2019, 12:37 PM IST
SBIના ગ્રાહકો 1 મહિનામાં આટલી વખત મફતમાં પૈસા ઉપાડી શકશે
બૅન્કે કૅશ ડિપોઝિટ જમા કરવા અને ઉપાડવાના નિયમો વિશે માહિતી આપી છે.

એસબીઆઈ (State Bank of India) કહે છે કે મહિનામાં ત્રણ વખત ગ્રાહકો તેમના ખાતામાં વિના મૂલ્યે કૅશ જમા કરાવી શકે છે. 2 વખત બૅન્ક શાખામાંથી રોકડ ઉપાડી શકે છે. એસબીઆઈએ 1 ઑક્ટોબર 2019 થી સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. આ અંગે તેમણે પોતાની વેબસાઇટ પર પણ સંપૂર્ણ માહિતી આપી છે.

  • Share this:
જો તમારી પાસે દેશની સૌથી મોટી સરકારી બૅન્ક એસબીઆઇમાં બચત બૅન્ક ખાતું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. કારણ કે બૅન્કે એસબીઆઈ સેવિંગ બૅન્ક કૅશ ડિપોઝિટ જમા કરવા અને ઉપાડવાના નિયમો વિશે માહિતી આપી છે. બૅન્કનું કહેવું છે કે ગ્રાહકો મહિનામાં ત્રણ વાર તેમના ખાતામાં મફત કૅશ જમા કરાવી શકે છે. તો તેઓ 2 વખત બૅન્ક શાખામાંથી રોકડ ઉપાડી શકે છે. એસબીઆઈએ 1 ઑક્ટોબર 2019 થી સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. આ અંગે તેમણે પોતાની વેબસાઇટ પર પણ સંપૂર્ણ માહિતી આપી છે.

એસબીઆઈએ બચત બૅન્ક ખાતાને લગતી મહત્વની માહિતી આપી છે - બૅન્કે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું છે કે એસબીઆઈના બચત ખાતા વિશેના ઘણ સમાચારો સોશિયલ મીડિયા પર ખોટા ચાલી રહ્યા છે.

>> બચત ખાતામાંથી પૈસા ઉપાડવા અને જમા કરવાના નિયમો વિશે માહિતી આપતી વખતે કહેવામાં આવે છે કે 1 ઑક્ટોબર 2019 પછી ગ્રાહક મહિનામાં ત્રણ વખત મફતમાં રોકડ જમા કરાવી શકે છે.

>> તેઓ એક વર્ષમાં 36 વખત મફતમાં રોકડ જમા કરી શકે છે.

>> એસબીઆઈનું કહેવું છે કે ડૅબિટ કાર્ડ દ્વારા સીડીએમમાં ​​રોકડ ઉપાડ આખા મહિના માટે એકદમ મફત છે.

આ પણ વાંચો: ઓછા રોકાણમાં વાંસની પ્રોડક્ટ બનાવી કરો લાખોની કમાણી
Loading...

SBI Savings Bank Account Personal Banking Savings bank ac Service Charges and Fees List
>> આ સિવાય મહિનામાં 2 વાર નિ શુલ્ક રોકડ ઉપાડવાની મર્યાદા છે. વર્ષમાં 24 વાર રોકડ રકમ ઉપાડી શકે છે.


>> તમે મહિનામાં 5 વખત એસબીઆઈ એટીએમમાંથી મફત કૅશ ઉપાડી શકો છો. આ મર્યાદા એક વર્ષમાં 60 વખત નક્કી કરવામાં આવી છે. આ તમામ ખર્ચ મેટ્રો અને અન્ય કેન્દ્રો માટે આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પ્લાસ્ટિક બેગ બંધ થવાથી હવે આ બિઝનેસની વધશે માંગ
First published: October 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...